ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: પ્રસંગ

હમણાં અમારે મારા ભત્રીજાની જનોઈમાં બોટાદ જવાનું થયું. મને નાનપણથી દાંડીયારાસનો અનહદ શોખ. હું અને મારો ભાઈ અલકેશ હંમેશા દાંડીયારાસની હરીફાઈમાં ઈનામ લાવતાં. અલકેશના દિકરાની જનોઈ હતી તેથી તેણે તેના મિત્રોની ટોળકી નાચવા માટે બોલાવી લીધી હતી. આસ્થાને શાસ્ત્રીય નૃત્ય સરસ આવડે પણ હજુ લોકનૃત્યમાં તેની ફાવટ નહીં. મેં તો એક પછી એક બધી સહેલીઓને નાચવા માટે તૈયાર કરી દીધી. તમને પણ આ લોકનૃત્યની ઝલક જોવી જરૂર ગમશે. એ કાકા – એ વડીલો – એ કાકીઓ – એ માસીઓ જેને પણ નાચવું હોય તે આવી જાઓ પટમાં. અહીં તો ઉંમર નહીં પણ તમારામાં કેટલો ઉત્સાહ છે તે જ જોવામાં આવે છે.


ઢોલ ધ્રબુક્યા


ચાલો નાચવા