ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: પ્રશ્નાર્થ

ભાવનગર,
તા.૧૧-૫-૨૦૧૨

ભાવનગર મ્યુનિસિપાલીટી દ્વારા હમણાં દિશા સૂચક પાટીયા દ્વારા સ્થળ દર્શાવવાનું પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે. કેટલાંક સ્થળોએ આ પાટીયા ખોટી દિશામાં ખોટા સ્થળો બતાવે છે. આ દિશાસૂચક પાટીયાને આધારે મુસાફર સાચા સ્થળે પહોંચશે?

ઉપર દર્શાવેલ પાટીયું મેઘાણી સર્કલથી આવીને જ્યારે આંબાવાડી સર્કલમાં પહોંચવાના હોઈએ તે સ્થળે આવે છે. ત્યાંથી સામેની બાજુ મંગળા માતાના મંદિરે જવાનો રસ્તો છે. જમણી બાજુ ઘોઘા સર્કલ જવાનો રસ્તો છે કે જે રસ્તા પર મધુવન આવેલું છે. ડાબી બાજુ જતાં મહિલા કોલેજ આવે તેને બદલે મેઘાણી સર્કલ લખેલ છે. મેઘાણી સર્કલ તો જે રસ્તા પર પાટીયું છે ત્યાં આવે છે એટલે કે મુસાફર મેઘાણી સર્કલ તરફથી જ આવ્યો હોય. આમ મહિલા કોલેજને બદલે મેઘાણી સર્કલ લખવાથી મહિલા કોલેજ જવાની ઈચ્છા વાળો મુસાફર તો ભુલ ભુલામણીમાં જ ફસાઇ જાય ને?

જે વિસ્તારમાં આવી ખોટી માહિતિ દર્શાવતાં પાટીયા હોય તેમણે સત્વરે મ્યુનિસિપાલિટીને આ બાબતે જાણ કરવી જોઈએ તેવી લોક લાગણી ઉઠવા પામી છે.


ભાવનગર,
તા.૧૧-૫-૨૦૧૨

ભાવનગર મહાનગર પાલીકા ઉનાળા દરમ્યાન એકાંતરે પાણી આપી શકે છે.આ નપાણીયા વ્યવસ્થાપકો રોજ પાણી આપવા સમર્થ નથી તે તો જાણે સમજ્યાં કે એકાંતરે તો એકાંતરે પાણી તો આપે છે.

પણ હવે ખરી સમસ્યા અમારે આંબાવાડી વિસ્તારમાં શરુ થઈ છે. છેલ્લા એક મહીનાથી પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી ગઈ છે. પીવાલાયક કે વાપરવાલાયક પાણી જ ન આવે. પાણી એકાંતરે આવે તે ય ગંદુ અને વાસવાળું.

આ માટે મ્યુનિસીપાલીટીના વોટર વર્કસ વિભાગમાં ૨૪૨૪૮૭૬ નંબરના ફોન પર ફરીયાદ કરી. તેમણે કહ્યું કે તમારે ડ્રેનેજ વિભાગને જાણ કરવી જોઈશે તથા ફરીયાદ વિભાગ ૨૪૩૦૨૪૭ પર ફરીયાદ નોંધાવી પડશે.

ફરીયાદ વિભાગમાં ફરીયાદ નોંધાવી તો કહ્યું કે જોઈ લઈશું.

ડ્રેનેજ વિભાગમાં ૨૪૩૦૨૫૬ નંબર પર ફરીયાદ નોંધાવી.

ડ્રેનેજ વિભાગમાંથી ત્રણ કર્મચારીઓ આવ્યાં અને ડ્રેનેજ તપાસી ગયાં અને કહ્યું કે ડ્રેનેજમાં કોઈ તકલીફ નથી – વોટર વર્ક વિભાગે તપાસવું પડશે. અમે તેમને અને અમારા સાહેબને રીપોર્ટ કરશું.

વોટર વર્ક પર ફરી ફરીયાદ કરી ૨૪૩૦૨૪૭ નંબર પર. તેમણે કહ્યું કે તમારે ત્યાં તપાસ કરવામાં આવશે.

ફરી પાછું તેમને યાદ કરાવ્યું તો તેમણે કહ્યું કે અમારા સાહેબને મોબાઈલ નંબર ૯૯૦૯૯૧૯૭૯૯ પર ફરીયાદ કરો.

તેમને ફરીયાદ કરી તેમણે કહ્યું કે તપાસ કરવા આવશું.

હવે આ લોકો ક્યારે તપાસ કરશે અને પ્રશ્નનો ઉકેલ લાવશે? રોગચાળો ફાટી નીકળે પછી?

મોર્નીંગ વોક
બેફામ ડ્રાઈવીંગ
ગંભીર ઈજા


આજે સવારે એક જોરદાર ધડાકો થયો. અમે ઉંઘમાંથી સફાળા બેઠા થઈ ગયાં અને રસ્તા પરથી આવેલા અવાજની દિશામાં દોડ્યાં. ચારે બાજુ પાણીના છાંટા, ધુમાડો, તીવ્ર ગંધ, એક ટોળું, બેભાન દાદા, ટીન એજરની ફરતે ટોળાની બુમા બુમ.

શું થયું? શેનો અવાજ થયો? આ ટોળું શા માટે ભેગું થઈ ગયું? દાદા કેમ બેભાન છે? આ ટીન એજરને લોકોએ શા માટે મારવા લીધો છે?

તપાસ કરતાં ખબર પડી કે : સવારના પહોરમાં બે ટીન એજરો આધુનિક કાર લઈને બેફામ ગતીએ રસ્તા પર નીકળી પડ્યા હતાં. એકા એક શું થયું કે કાર ચાલકે બ્રેક મારી, ગાડી એટલી સ્પીડમાં હતી કે ડાબી બાજુ ચાલતી હતી (ભારતમાં વાહનો ડાબી બાજુ ચાલે) તે જાણે અમેરીકા હોય તેમ સ્ટીયરીંગ ઘુમાવીને જમણી બાજુની ફુટપાથ પર ચડી ગઈ. ફુટપાથ પર ગાયોને પાણી પાવા માટે ભરી રાખેલી સીમેન્ટ કોંક્રીટની મજબુત પાણીની ટાંકીને ધડાકાભેર તોડી પાડી, આગળ વધીને લીમડાના વૃક્ષ સાથે અથડાઈ અને બાકી હતું તો મોર્નિંગ વોકમાં નીકળેલા દાદાને અડફેટે ચડાવીને ઉડાડી મુક્યાં.

દાદા બેભાન, વૃક્ષ છોલાયું, ટાંકીના ટુકડે ટુકડા, બે માંથી એક છોકરો ગાયબ અને બીજાની પાછળ ટોળું. ૧૦૮ આવી બેભાન દાદાને લઈ ગઈ.

મારા મનમાં ઘણાં પ્રશ્નો ઉઠ્યા. તમારા મનમાં ઉઠ્યા? કેવા કેવા ઉઠ્યા?જાણીતા લેખીકા વર્ષાબહેનનો “આપણી વાત” અંતર્ગત આ લેખ શ્રી મોઢ ચાતુર્વેદી (ચું.સ.) બ્રાહ્મણ જ્ઞાતિનું મુખપત્ર “સંપર્ક સેતુ” ના કર્મયોગી વિશેષાંક – ફેબ્રુઆરી ૨૦૧૧ ના અંકમાંથી લેવામાં આવેલ છે.તા.૨૦-૧-૨૦૧૧ ના રોજ શ્રી રામકૃષ્ણ મિશનના સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીનું પ્રવચન અને પ્રશ્નોત્તરી હતા. તેમાં એક ભાઈના મત અનુસાર ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં તો એક જ અલ્લાહ કે જીસસને ભજવામાં આવે છે. જ્યારે આપણાં હિન્દુ ધર્મમાં તો કેટલાય પંથ પડે છે. કોઈ અંબાજીને, કોઈ ચામુંડા મા ને, કોઈ શિવજીને કોઈ શ્રીનાથજીને તો કોઈ કૃષ્ણને, કોઈ રામને. આપણા પુરાણોમાં પણ ઈશ્વરનાં ઘણા રૂપનો ઉલ્લેખ થયો છે. તેથી જ આપણા ધર્મમાં ફાંટા પડ્યા છે અને એકતા છીનવાઈ ગઈ છે. એક જ ઘરમાં દરેક સભ્યના વિચારો અલગ હોય તો એક્સૂત્રતા જળવાઈ નથી તેમ હિંદ દેશમાં જ હિંદુ ધર્મનાં ફાંટા પડવાથી એક સંપ્રદાય બીજા સંપ્રદાય વિરુદ્ધ લડી રહ્યો છે.

કહેવાય છે ને કે બે ની લડાઈમાં ત્રીજો ફાવે તેમ આપણાં અંદરોઅંદરના ઝઘડામાં પડોશી દેશો ફાવી જાય છે અને આપણી એકસૂત્રતા ભાંગવા પ્રયત્નો કરે છે. તો શું આવા ધર્મ સંબધી ફાંટા છોડી આપણે ઈશ્વર તો એક જ છે તેવા વિશ્વાસમાં ક્યારે આવશું અને અંદરો અંદર લડવાનું બંધ કરીશું ?“મધુવન” ના બગીચામાં આ ફુલો ઘણાં વખતથી થાય છે પણ મને તેનું નામ નથી આવડતું. આપના માંથી કોઈ આ ફુલોનું નામ કહી શકશે? અને હા, આ સ્પર્ધા નથી મને પોતાને જ તેના નામની ખબર નથી.