ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: પ્રકૃતિ / કુદરત / પર્યાવરણ

This slideshow requires JavaScript.


દોસ્તો,

આજે વસંત પંચમી. મા સરસ્વતીની આરાધના કરવાનું પર્વ. આજે આપણે મા શારદા / સરસ્વતીને પ્રાર્થીએ કે અમારા અજ્ઞાનરુપી અંધારા દૂર થાય અને અમારા અંત:કરણમાં જ્ઞાનનો ઉજાસ ફેલાય. બે મહિના હવે વસંત મ્હોરી ઉઠશે તો ચાલો આજે આપણે આપણાં લોક લાડીલા મુખ્યમંત્રી કે જેઓ એક સારા કવિએ છે તેમની એક કવિતા ભાવનગરના કલાકાર શ્રી પાર્થિવ ગોહીલના સ્વરમાં ભાવેણામાં ખીલેલા ફુલોની સાથે માણીએ અને વસંતને વધાવીએ.

અંતમાં આરંભ અને આરંભમાં અંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

સોળ વર્ષની વય ક્યાંક કોયલને લઈ,
કેસૂડાંનો કોના પર ઉછરે પ્રણય,
ભલે લાગે છે રંક પણ ભીતર શ્રીમંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

આજે તો વનમાં કોનાં વિવાહ,
એક એક વૃક્ષમાં પ્રગટે દીવા,
આશીર્વાદ આપવા આવે છે સંત,
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત…

– નરેન્દ્ર મોદી


શબ્દ સૌજન્ય : મા ગુર્જરી


સ્વર સૌજન્ય: વિજયકુમાર દવેદોસ્તો,

આજનો દિવસ ઘણી રીતે વિશિષ્ટ છે. આજે જેઠ મહિનાનો છેલ્લો દિવસ છે. આજે અમાસ છે તેથી રાત્રે ચંદ્ર જોવા નહિં મળે. આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે તેથી પૃથ્વી અને સૂર્ય વચ્ચે થોડો વખત ચંદ્ર અવરોધ કરશે. આજે પાંચ શુક્ર,શનિ અને રવિ આવતા હોય તેવા જુલાઈ મહિનાની શરૂઆત છે. સહુથી મહત્વની વાત કે આજે મેઘરાજાએ રીસામણાં છોડ્યાં છે અને ભાવનગરમાં અમે મનભરીને ભીજાઇ શક્યાં તેવો મોસમનો પહેલો વરસાદ આવ્યો. બોલો છે ને મજાના સમાચાર? અને હા, આવતી કાલે અષાઢ મહિનો શરૂ થાય છે, પરમ દિવસે અષાઢી બીજ – બહેન સુભદ્રા અને શ્રી કૃષ્ણ તથા બલરામજી લોકોને ઘરે ઘરે દર્શન આપવા નીકળશે તો કેટલી બધી મજા આવશે? બોલો આવશે કે નહિં? ચાલો તો આજે શ્રી ઝવેરચંદ મેઘાણીનું આ વરસાદી ગીત માણીએ.આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે, મેઘાડંબર ગાજે.

માતેલા મોરલાના ટૌ’કા બોલે,
ટૌ’કા બોલે, ધીરી ઢેલડ ડોલે.

ગરવા ગોવાળીયાના પાવા વાગે,
પાવા વાગે, સૂતી ગોપી જાગે.

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.

ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે,
ચુંદડી ભીંજે, ખોળે બેટો રીઝે.


સૌજન્ય તથા સાંભળવા માટે : અભિષેક


અને હા, સાંજે ગરમા ગરમ ભજીયાં અને ગરમા ગરમ ચ્હા પીવા માટેનું આમંત્રણ આપી દઉ છું. અરે ભાઈ, અતુલને મોળી ચાહ પાઈશ તમને તો સરસ મજ્જાની ખાંડ નાખેલી કડક મીઠ્ઠી ચા પીવડાવીશ – હવે તો ખુશ ને? 🙂

ખારાં-ખારાં ઊસ જેવાં, આછાં-આછાં તેલ
પોણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભરભર્યા

આભના સીમાડા પરથી
મોટા-મોટા તરંગ ઊઠી
વાયુ વેગે આગળ ધાય
ને અથડાતા-પછડાતા પાછા જાય

ઘોર કરીને ઘૂઘવે
ગરજે સાગર ઘેરે રવે
કિનારાના ખડકો સાથે
ધિંગામસ્તી કરતો-કરતો
ફીણથી ફૂંફાડા કરતો
ઓરો આવે, આઘો જાય
ને ભરતી-ઓટ કરતો જાય

ઊંડો-ઊંડો ગજબ ઊંડો
માણસ ડૂબે, ઘોડા ડૂબે
ઊંચાં ઊંચાં ઊંટ ડૂબે
હાથી જેવાં તૂત ડૂબે
કિલ્લાની કિનાર ડૂબે
તાડ જેવાં ઝાડ ડૂબે
મોટા-મોટા પહાડ ડૂબે
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ

વિશાળ, લાંબો, પહોળો, ઊંડો
એવો મોટો ગંજાવર
એના જેવું કોઈયે ન મળે
મહાસાગર તો મહાસાગર


આભાર: માવજીભાઈજેને આનંદમાં રહેવું છે તે તો કોઈ પણ બાબતમાંથી આનંદ લઈ શકે છે. જેને ફરીયાદ કરવી છે તે તો સોનાની ચમચી લઈને જન્મ્યાં હશે અને પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય તેવી સાહ્યબી ભોગવતા હશે તો યે દુ:ખમાં રહેવાના છે.

જીવનનો આનંદ કેટલો લૂંટ્વો તેનો બધોએ આધાર આપણાં મન પર રહેલો છે. એક નાનકડું બાળક બાકસની છાપ, શંખલા-છિપલાં, લખોટી, ગિલ્લી-દંડા અને તેવા સાવ સામાન્ય ઉપકરણોથી પણ રાજી રહે છે અને કહેવાતા મોટેરાઓ AC કારમાં બેઠા બેઠા યે વિષાદમય ચહેરે ફરતાં હોય છે.

અત્યારે હવે લીમડાંમાં લીંબોળીઓ પાકી ગઈ છે. પાકી લીંબોળી પીળી હોય અને થોડી મીઠી લાગે. આં લીંબોળીઓ લીમડા પરથી ખરી પડે તેનુંયે રમકડું બનાવી શકાય. માન્યામાં નથી આવતું? તો ખરેલી લીંબોળીઓ ભેગી કરી લ્યો. જો તેમાં ઠળીયો હોય તો સહેજ દબાવો એટલે નીકળી જશે. તેનો રસ મીઠો હશે ઈચ્છા થાય તો ચૂસી જાવ. હવે એક નાનકડી મજબુત સળી લ્યો. આ સળીના એક છેડે આ ખાલી લીંબોળી ભરાવો. સળીને સહેજ વાળો અને છોડો. લીંબોળી હવામાં દૂર દૂર ઉડશે. લ્યો થઈ ગઈ નાનકડી ગીલ્લોલ તૈયાર. બાળકોને બોલાવો અને શીખવાડી દ્યો આ રમત. તમેય ખુશ અને બાળકો પણ ખુશ.

બોલો – શું આનંદ પ્રાપ્તિ અઘરી છે?

બરાબર આ જ દિવસો હતા. પરીક્ષાઓ નજીક હોય અથવા ચાલતી હોય કે પછી હમણાં જ સંપન્ન થઇ હોય અને તેમાં દસ માર્કનો નિબંધ લખવાનો હોય, ૩૦૦ શબ્દોમાં- બળબળતા જામ્યા બપોર. બસ, પછી વેકેશન પડે અને એ આખી બપોર કાં તો ચોરના માથાની જેમ શેરીમાં રખડવાનું કે પછી દાદીબા પરાણે ઘરમાં બોલાવે ત્યારે જવાનું. સાંજે હજી તો તડકાનો સૂરજ તપતો હોય ત્યાં ફરી નીકળી પડવાનું. નોસ્ટેલ્જિક વાતાવરણ ઊભું કરવાનો જરા પણ ઇરાદો નથી. આ એક ભૂમિકા માત્ર છે.

હવે, ઉનાળો નથી બદલાયો પરંતુ બાળકોની બપોર ટી.વી. કે વીડિયો ગેમ્સ સામે પસાર થાય છે અને ઘણાખરાનો દિવસનો અડધાથી વધારે હિસ્સો એરકન્ડિશન ઓફિસમાં જાય છે. અલબત્ત પ્રકૃતિએ ઉનાળાનું સ્વરૂપ વધુ પડતું ફેરવ્યું નથી. આપણી શારીરિક અને માનસિક અનુકૂળતા મુજબ મૌસમ આપણને ગમે કે ન ગમે તે અલગ વાત છે. બાકી દરેક ઋતુનો પોતાનો મિજાજ છે, માભો છે, માહોલ અને મહત્વ છે. ઉનાળા વિશે સાવ એક લીટીમાં કહેવું હોય તો કહી શકાય કે, આ રસની ઋતુ છે.

વધુ આગળ વાંચવા: http://www.divyabhaskar.co.in/article/MAG-samvad-jwalant-chhaya-kalash-summer-2039637.html