ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: જીવન

દોસ્તો,

આજનો દિવસ ઘણી રીતે વિશિષ્ટ છે. આજે જેઠ મહિનાનો છેલ્લો દિવસ છે. આજે અમાસ છે તેથી રાત્રે ચંદ્ર જોવા નહિં મળે. આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે તેથી પૃથ્વી અને સૂર્ય વચ્ચે થોડો વખત ચંદ્ર અવરોધ કરશે. આજે પાંચ શુક્ર,શનિ અને રવિ આવતા હોય તેવા જુલાઈ મહિનાની શરૂઆત છે. સહુથી મહત્વની વાત કે આજે મેઘરાજાએ રીસામણાં છોડ્યાં છે અને ભાવનગરમાં અમે મનભરીને ભીજાઇ શક્યાં તેવો મોસમનો પહેલો વરસાદ આવ્યો. બોલો છે ને મજાના સમાચાર? અને હા, આવતી કાલે અષાઢ મહિનો શરૂ થાય છે, પરમ દિવસે અષાઢી બીજ – બહેન સુભદ્રા અને શ્રી કૃષ્ણ તથા બલરામજી લોકોને ઘરે ઘરે દર્શન આપવા નીકળશે તો કેટલી બધી મજા આવશે? બોલો આવશે કે નહિં? ચાલો તો આજે શ્રી ઝવેરચંદ મેઘાણીનું આ વરસાદી ગીત માણીએ.આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે, મેઘાડંબર ગાજે.

માતેલા મોરલાના ટૌ’કા બોલે,
ટૌ’કા બોલે, ધીરી ઢેલડ ડોલે.

ગરવા ગોવાળીયાના પાવા વાગે,
પાવા વાગે, સૂતી ગોપી જાગે.

વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે.

ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજે,
ચુંદડી ભીંજે, ખોળે બેટો રીઝે.


સૌજન્ય તથા સાંભળવા માટે : અભિષેક


અને હા, સાંજે ગરમા ગરમ ભજીયાં અને ગરમા ગરમ ચ્હા પીવા માટેનું આમંત્રણ આપી દઉ છું. અરે ભાઈ, અતુલને મોળી ચાહ પાઈશ તમને તો સરસ મજ્જાની ખાંડ નાખેલી કડક મીઠ્ઠી ચા પીવડાવીશ – હવે તો ખુશ ને? 🙂
આજે આપણે કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટની પૌત્રી સુ.શ્રી.સુજાતા ભટ્ટ વિશે થોડી માહિતિ મેળવશું.


Sujata Bhatt (6th May 1956) grew up in Pune but immigrated with her family to the United States in 1968.She is daughter of Pravinbhai Bhatt and Induben.Shri Pravinbhai an ex professor of Yale university and a reading room at this famous university is named after him. Moreover she is grand daughter of Educationist Nanabhai Bhatt. . She studied in the States receiving an MFA from the University of Iowa and went on to be writer-in-residence at the University of Victoria, Canada. More recently she was visiting fellow at Dickinson College, Pennsylvania. She currently lives with her husband and daughter in Bremen, Germany. Her first collection, Brunizem, won the Commonwealth Poetry Prize (Asia) and the Alice Hunt Bartlett Award. Subsequent collections have been awarded a Poetry Book Society Recommendation and in 1991 she received a Cholmondeley Award.

She has translated Gujarati poetry into English for the Penguin anthology of Contemporary Indian Women Poets.

In an interview, she says:

“”I have always thought of myself as an Indian who is outside India.””

Her mother tongue is for her an important link to her family, and to her childhood:

“”That’s the deepest layer of my identity.”

For Bhatt, language is synonymous with the tongue, the physical act of speaking. She has described Gujarati and the Indian childhood it connects her to as “the deepest layer of my identity”. However, English has become the language she speaks every day and which she, largely, chooses to write in. The repercussions of this divided heritage are explored in her work, most explicitly in ‘Search for My Tongue’ which alternates between the two languages. The complex status of English – its beauties and colonial implications – are also conveyed in the moving ironies of ‘A Different History’ and ‘Nanabhai Bhatt in Prison’ about her grandfather who read Tennyson to comfort himself during his incarceration by the British authorities. Such division finds geographical expression in poems which explore ideas of home (‘The One Who Goes Away’) and question our mental mapping of the world (‘How Far East is it Still East?’). It’s present too in her voice, with its musical melding of Indian and American inflections.

However, it’s in the non-verbal world of animals and plants that Bhatt finds a source of unity denied to humans except for the very young, as in her poem ‘The Stare’ in which the ‘monkey child’ and the ‘human child’ experience a moment of tender connection. Perhaps it is this longing for unity which makes Bhatt’s writing so sensual; her poems are rich with the smell of garlic, the touch of bodies, the vibrant plumage of parrots. An intense colourist like the women artists who inspire some of these poems, Bhatt acknowledges that language splits us from experience but through the physical intensity of her writing brings us closer to it so that “the word/is the thing itself”.

Sujata Bhatt is an Indian poet, a native speaker of Gujarati.

Many of Bhatt’s poems have themes of love and violence. She explores issues such as racism and the interaction between Asian, European, and North American culture. Michael Schmidt observed that her “free verse is fast-moving, urgent with narratives, softly spoken. Her cadence is natural, her diction undecorated.”[3] Bhatt has been recognized as a distinctive voice in contemporary poetry. She is, the New Statesman declared, “one of the finest poets alive”.[4]

Bhatt now lives in Bremen, Germany with her husband, German writer Michael Augustin, and daughter.

Poetry collections

* 1988 Bruzinem Carcanet Press

* 1991 Monkey Shadows Carcanet Press

* 1995 The Stinking Rose Carcanet Press

* 1997 Point No Point. Carcanet Press

* 2000: Augatora. Carcanet Press

* 2002: The Colour of Solitude (Second edition). Carcanet Press

* 2008: Pure Lizard. Carcanet Press [edit] Awards

* 1988 Commonwealth poetry prize (Asia) Brunizem

* 1988 Alice Hunt Bartlett Prize Brunizem

* 1991 Poetry Book Society Recommendation Monkey Shadows

* 1991 Cholmondeley Award

* 2000 Poetry Book Society Recommendation Aguatora

* 2000 Tratti Poetry Prize

Compiled from various internet sources….


સૌજન્ય: ભાવનગરી ગૃપદાડમડી - ૧

દાડમડી - ૧

દાડમડી - ૨

દાડમડી - ૨

મોગરો - ડોલર

મોગરો - ડોલર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગલગોટા

ગલગોટા

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

ચાલતો અતુલ

ચાલતો અતુલ

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા


સહેલીઓ અને દોસ્તો,

આજે આસ્થાની પરીક્ષા પુરી થઈ. હવે વેકેશન, વચ્ચે વચ્ચે નાના નાના પ્રવાસો, દરીયાકીનારે ફરવાનું એવો બધો આનંદ કરવાનો અવસર – કેમ બરાબર ને? તો ચાલો આજે દરીયે જઈશું ને?લમણે હાથ કાં દઈ બેઠો?
માર હાંકને , ઉભો થા

હોડી શીદ લંગારી બેઠો?
માર હલેસા, ઉભો થા

વાડામાં શીદ જઈ પુરાણો?
તોડ વાડને, ઉભો થા

પીંજરમાં પુરાવુ ખોટું
રહેજે સાવધ, ઉભો થા

કુવામાં છબછબીયા શાને?
આવ દરીયે, ઉભો થા

હું ને મારું આ છે બંધન
સઘળું તારુ, ઉભો થા

રાગ દ્વેષના દ્વંદો છોડી
આગંતુક તું , ઉભો થા

ભીખ માંગતો કાં ફરે છે?
આતમ રાજા, ઉભો થા

– અતુલ


તા.૧૭ એપ્રીલ ૨૦૧૧,
સ્થળ: શ્રી દક્ષિણામૂર્તિ રમત ગમતનું મેદાન,
ફીલ્ટર પાસે, ગિજુભાઈ બધેકા માર્ગ,
ભાવનગર

આત્મજો,

શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવન સંચાલિત બાળમંદિરમાં ચાલતી બાળકનાં જીવન ઘડતરની પ્રવૃત્તિઓ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીહાળી હતી તથા આ પ્રસંગે યોજાયેલ પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ તથા “બાળ કેળવણી આજના સંદર્ભમાં” તે વિષય પર મનનીય વક્તવ્ય આપેલ. આ પ્રસંગે ગવાયેલા બાળગીતો સાંભળીને પૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અતિતમાં સરી પડ્યાં હતા અને સહુ કોઈ ફરી પાછાં તે નાનકડા ભોળા, ભલા, કપટ રહિત, તરવરતા, થનગનતા, રડવડતા, ખુશખુશાલ બાળકો બનીને આનંદથી ઝુમી ઉઠ્યા હતાં. આવો આપણે આ બાળગીતોના સથવારે ફરી પાછાં આપણાં શૈશવમાં સરી પડીએ.


૧. અંતર-મંતર-જંતર
https://madhuvan1205.files.wordpress.com/2011/04/1_antar_mantar-jantar.jpg


૨. લાડુ ભટ્ટ – લાડુ ભટ્ટ
https://madhuvan1205.files.wordpress.com/2011/04/2_ladu_bhatt.jpg


૩. હાલો હાલો કેસુડાના ફૂલ વિણવાં
https://madhuvan1205.files.wordpress.com/2011/04/3_halo_halo_kesudana_ful_vinava.jpg


૪. છુક છુક ગાડી – છુક છુક ગાડી
https://madhuvan1205.files.wordpress.com/2011/04/4_chhuk_chhuk_gadi.jpg


આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાન વિશે વાત કરવામાં આવી, અમારાં બા સહિત નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું , સંગીતનો જલસો રજૂ કરવામાં આવ્યો, સહુ અઠંગ ગોઠીયાઓ અને સાહેલીઓ એક બીજાને પ્રેમ / વાત્સલ્ય / સ્નેહ / આત્મિયતા અને ઉષ્માપૂર્વક પુરે પુરા ભાવથી મળ્યાં અને સાથે ભોજન લીધાં પછી ચહેરા પર એક ચમક અને અનેરો ઉત્સાહ લઈને છુટાં પડ્યા.


રાજકોટની નવરંગ નેચર ક્લબ દ્વારા પૂંઠાના બોક્ષમાંથી ચકલીઓને રહેવા, આરામ કરવા અને માળો બાંધવા માટે સરસ ચકલી ઘર બનાવવામાં આવ્યાં છે. અમે પણ “દાદાની વાડી” માં એક ઘર લટકાવ્યું છે. જો તેમાં ચક્લી માળો બાંધશેતો આપને જરૂર જણાવીશું – અત્યારે તો લઈએ આ ચકલી ઘર લટકાવવાની મજા.મધુવન દરેક ઉત્સવ ઉજવવા માટે જાણીતું છે. આ વખતે અતુલની આંખની તકલીફને કારણે હોળીને દિવસે અને ધુળેટીની બપોર સુધી તો અમે અતુલની સારવાર માટે ભાવનગરની બહાર અમદાવાદ હતા. આસ્થા સવારે તો તેની બહેનપણી સાથે રમવા અને હંસ: તેના મિત્રો સાથે રમવા નીકળી ગયો. જો કે બાળકોને તેના પપ્પાની તબીયત કરતાંયે વધારે ઉત્કંઠા દર વર્ષની જેમ મમ્મી-પપ્પા સાથે ધુળેટી રમવાની હતી. બાળકોએ તેના પપ્પાની ખબર પણ ન પુછી અને કહેવા લાગ્યા કે આપણે રંગથી અને પાણીથી ક્યારે રમશું? હું ખીજાઇ ગઈ – તમારા પપ્પાને એક આંખે કશું દેખાતું નથી અને તમને રમવાનું સુઝે છે. તેના પપ્પાએ મને શાંત પાડી. કવિ બાળકો છે – તેમના મનમાં તહેવારનો ઉત્સાહ હોય તું તે ઉત્સાહ પર ઠંડુ પાણી ન ફેરવ. તેમણે બાળકોને કહ્યું કે આપણે જમીને રમશુ. બાળકો તો ખુશખુશાલ. જમીને અમે સહુ “દાદાની વાડી” માં રમવા ચાલ્યાં. તો ચાલો તમે પણ અમારી સાથે આ ધુળેટીના રંગમાં રંગથી રંગાશો અને પાણીથી અને સ્નેહ / વાત્સલ્ય / પ્રેમ થી ભીંજાશોને? અને હા, ધુળેટીમાં કોના રંગ, કોણે ઉડાડ્યા અને કોની ઉપર ઉડાડ્યા તે બધું પુછવાનું ન હોય. તો આ વીડીયો સાથે જોડેલા ગીત માટે કોનું સૌજન્ય છે તે કહેવાની કશી જરૂર છે ખરી?અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા
અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

– સુરેશ દલાલ