ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: જાહેર કાર્યક્રમ

દોસ્તો,

પ્રાત: સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દી અને દીવાન સર પ્રભાશંકર પટ્ટણીની ૧૫૦મી જન્મ જયંતી છેલ્લા એક વર્ષથી ભાવસભર ભાવનગર ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યું છે. હવે આ ઉજવણીનો ત્રિદિવસીય સમાપન સમારોહ ચાલી રહ્યો છે.


ગઈ કાલે પ્રથમ ચરણમાં શ્રી ગંભીરસિંહ ગોહીલ લિખિત ’પ્રજાવત્સલ રાજવી’ ગ્રંથ વિમોચન પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું. પ્રખર ચિંતક શ્રી ગુણવંતભાઈ શાહે ’મહારાજાનો લોકયજ્ઞ અને લોકતંત્ર’ વિષય પર પોતાનું ચિંતન રજુ કર્યું.


આજે દ્વિતિય ચરણમાં “નયનને બંધ રાખીને” કાર્યક્રમ અંતર્ગત શ્રી મનહર ઉધાસના મખમલી અવાજનો જાદુ માણવા સર્વને ભાવભર્યું નિમંત્રણ છે.


આવતીકાલે તૃતીય અને અંતીમ ચરણમાં મુખ્ય વક્તા માનનીય શ્રી ગોપાલકૃષ્ણજી ગાંધી (મહાત્મા ગાંધીના પૌત્ર અને પૂર્વ રાજ્યપાલશ્રી પશ્ચિમ બંગાળ) વક્તવ્ય આપશે.

અતિથિ વિશેષ તરીકે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર ના અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી હાજર રહેશે.

વિશેષ મહારાજા અને મહારાણી સમયુક્તાકુમારીબા તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ત્રણે રાજકુંવરીઓ સાથે ભાવનગર રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે.

આભાર દર્શન સંયોજક – મહારાજા શ્રી ક્રુષ્ણકુમારસિંહજી શતાબ્દી મહોત્સવ સમિતિના સંતોષભાઈ કામદાર દ્વારા કરવામાં આવશે.

આપ સહુને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.


મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ શતાબ્દી મહોત્સવ સમિતિ સદસ્યો :
શ્રી સુરેશભાઈ ધાંધલ્યા
શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી
શ્રી સંતોષભાઈ કામદાર
શ્રી ગંભીરસિંહ ગોહિલ
શ્રી મેહુલભાઈ વડોદરીયા
શ્રી સંજયભાઈ દેસાઈ
શ્રી નલિનભાઈ પંડિત


દોસ્તો,

ભાવનગરના પૂણ્યશ્લોક રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે, મૂર્ધન્ય અને વિચક્ષણ દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે તેવે વખતે ભારતના ૬૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભાવસભર ભાવનગરને આંગણે લોક લાડીલા અને વિકાસના પ્રણેતા એવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉજવે તેનાથી વધારે આનંદની વાત ભાવેણાના ભાવકો માટે બીજી કઈ હોઈ શકે?

આજે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટનું ભૂમી-પૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે અને ત્યાર બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ અને તેનું લોકાર્પણ પણ તેમના હસ્તે થાય તેવી અપેક્ષા પણ લોકહૈયે જરુર હોય જ.

મુખ્યમંત્રીશ્રીના આગમનના અવસરને વધાવવા શહેરના બગીચાઓને સુસજ્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે શ્રી પુરુષોતમ ઉપાધ્યાય / ગૌરાંગભાઈ વ્યાસ અને અંકિત ત્રીવેદી તથા ઐશ્વર્યા મજમુદાર વગેરે જાણીતા કલાકારો ભાવનગરના આંગણે પધારીને ’સાત સૂરોના સરનામે’ કાર્યક્રમ અંતર્ગત ભાવેણાને સૂરોમાં ભીંજવી ચૂકવ્યા છે. આજે કુપોષણ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩૮૦૦૦ લોકો રેલીમાં ભાગ લઈને કુપોષણ વિરુદ્ધ અભીયાનને મજબુત બનાવવા હાકલ કરશે.

માનનીય રાજ્યપાલ શ્રી કમલાજી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની બે દિવસની હાજરી તથા અનેક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ ભાવનગર માટે તેમ જ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાઈ અને પ્રોત્સાહક બની રહેશે.

આખુંયે ભાવનગર આ દિવસોમાં એક અજબ ઉત્સાહથી ચેતનવંતુ બની ગયું છે. રાત્રે જાણે નવોઢાએ શણગાર સજ્યાં હોય તેમ સમગ્ર ભાવનગર રોશનીથી ઝળહળી ઉઠે છે ત્યારે અબાલવૃદ્ધ સહુ નગરજનોની આંખમાં હરખના ઝળઝળીયા આવે છે.
જન્મ જયંતિ
સ્વામી વિવેકાનંદ
ઉજવો હોંશે


ગજવ્યો ઘોષ
સ્વામી વિવેકાનંદે
જાગો જગાડો


યુવાનો જાગો
સ્વામી વિવેકાનંદ
પ્રેરણા મુર્તી


નોધ:

અત્યારે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ની ઉજવણી નીમીત્તે સમગ્ર વિશ્વમાં અનેક વિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. ગુજરાતમાં એક વર્ષ આ ઉજવણી ચાલશે અને તે દરમ્યાન અનેક પ્રકારના પ્રેરણાત્મક અને રચનાત્મક કાર્યોનું આયોજન થઈ રહ્યું છે.

વિકિપિડીઆ પર સ્વામી વિવેકાનંદ વિશે:

Swami Vivekananda : Life and Teachings

swami-vivekanand.com

21 Effective Quotation of Swami Vivekananda


દોસ્તો,

ભાવનગરની શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજના ઈન્ચાર્જ પ્રીન્સીપાલ શ્રી હિમલ પંડ્યાના ઓડીયો ગઝલ સંગ્રહ ’ એવું લખ હવે ’ નું વિમોચન ૨જી જુલાઈ ૨૦૧૧ ના રોજ જાણીતા ગુજરાતી કવિ શ્રી અંકિત ત્રીવેદી ના હસ્તે કરવામાં આવશે.

સંગીત : શ્રી પ્રણવ મેહતા
ગાયક: શ્રીમતિ ભાવના મેહતા / શ્રી પ્રણવ મેહતા
સંગીત સંયોજક: શ્રી નીરવ પંડ્યા / શ્રી જ્વલંત ભટ્ટ
રેકોર્ડીંગ: શ્રી સુનીલ પંડ્યા
ગ્રાફીક્સ: શ્રી જિગર ત્રીવેદી

આ સંગ્રહની નાનક્ડી ઝલક મેળવવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

http://soundcloud.com/himalpandya/pramotional-audio-clip

કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે:

તારીખ : ૨જી જુલાઈ, ૨૦૧૧ – સમય સાંજે ૬:૦૦ કલાકે
સ્થળ: શિવશક્તિ હોલ

કાર્યક્રમમાં પધારવા માટે સહુને જાહેર આમંત્રણ છે.

વધુ માહિતિ માટે આપ શ્રી હિમલ પંડ્યાનો નીચેના સરનામે સંપર્ક સાધી શકો છો.

HIMAL PANDYA
Principal Incharge
S.S.Pharmacy College
Bhavnagar University
Bhavnagar – 364 002
Gujarat (INDIA)
Cell No. +91 98790 49553
Email : himalpandya@yahoo.com

તેમની કેટલીક ગઝલો તેમના બ્લોગ પર માણવા નીચેની લિન્ક પર ક્લિક કરશો.

www.himalpandya.blogspot.com
તા. ૭,૮ અને ૧૦ એપ્રિલ ૨૦૧૧ દરમ્યાન ભાવનગરના જવાહર મેદાનમાં ઘોડા પર બેસીને રમાતી રમત ’પોલો’ રમવામાં આવી હતી. આ રમતમાં પ્રથમ ક્રમ લીલા રોયલ્સની ટુકડીએ અને દ્વિતિય ક્રમ સ્ટીલકાસ્ટની ટુકડીએ પ્રાપ્ત કર્યો હતો. કુલ ૬ ટુકડીએ ભાગ લીધેલો. સમાપન સમારોહમાં ભાવનગરના જાણીતા ગાયક કલાકાર શ્રી પાર્થિવ ગોહિલે પોતાના કંઠ અને અદાઓથી સહુના મન મોહી લીધા હતાં.

આ રમત બાળકોને સાહસિક અને ખડતલ બનવા માટે પ્રેરણા આપે તેવી છે. ઘોડાને કાબુમાં રાખીને પછી દડા પર કાબુ કરીને લક્ષ્ય સિદ્ધ કરવું તે ઘણાં પ્રકારની કુનેહ ધરાવતાં હોય તે જ કરી શકે છે. તે માટે શરીર, મન, બુદ્ધિ બધુંયે સાબુત જોઈએ અને સાથે સાથે સહુથી મહત્વની સંઘભાવના જોઈએ.

આયોજકોની દર્શકો માટેની વ્યવસ્થાની ખામી ઉડીને આંખે વળગે તેવી હતી. બાળકોને આ રમત જોવાની ખૂબ ઉત્કંઠા હતી. પ્રેક્ષકો માટેની અવ્યવહારુ વ્યવસ્થાથી ભાગ્યે જ કોઈ બાળક આ રમત નીહાળી શક્યું હશે. બધાં જ બાળકોના ચહેરા પર નીરાશા જણાતી હતી. હવે પછી જ્યારે પણ આવા જાહેર કાર્યક્રમો યોજવામાં આવે ત્યારે દર્શકો માટેની યોગ્ય બેઠક વ્યવસ્થા કરવામાં આવશે તો આવા કાર્યક્રમોને ચાર ચાંદ લાગી જશે.