ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: ચિંતન/મનન

ભાવનગર
તા.૨૪/૦૩/૨૦૧૨
શનિવાર
ચૈત્ર સુદ બીજ ( વિક્રમ સંવત ૨૦૬૮ )
દ્વાપર ૩૧૨

દોસ્તો,

ગઈકાલે આપણે ’ભજનામૃત વાણી’ પર કૈવલ્ય દર્શનમની ભૂમિકા JPG ફોર્મેટમાં જોઈ.

જેમને PDF ફોર્મેટમાં વાંચવી હોય તે અહીં “મધુવન” પર ક્લિક કરવાથી વાંચી શકશે.


Posted By: Atul

મીત્રો,

ભાવનગરમાં સૂરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત અથવા તો રામદાસ આશ્રમમાં કે શ્રી ઝીણારામ બાપુની જગ્યામાં કે કોઈ સત્સંગ વખતે શ્રી પલ્લવીબહેન મહેતા આ રચના ક્યારેક ગાતા હતા. તેની એક કડી યાદ છે. બાકીની કડી કોઈને ખબર હોય તો કહેજો. વાસ્તવમાં આત્મામાં દ્વૈત સંભવતું નથી. ઈશ્વરને એકલા એકલાં ગમતું નહોતુ તેથી તેમણે સંકલ્પ કર્યો કે :

એકોહં બહુ સ્યામ |

હું એકલો છું અનેક રુપે આવિર્ભાવ પામું. તેમણે પ્રકૃતિનો આધાર લઈને જીવ અને જગતની રચના કરી. હવે આ રચનામાં જીવો બરાબરના મશગુલ બની ગયાં છે. કોઈ કોઈ જ્યારે આ રમત / નાટક / સ્પર્ધા / મારામારી વગેરેથી કંટાળે ત્યારે ફરી પાછો પોતાના આત્મ સ્વરુપની ખોજ શરુ કરે અને છેવટે જ્ઞાન / ધ્યાન ની પરમોચ્ચ અવસ્થાએ અનુભવે છે કે હું પહેલા એ એકલો હતો / અત્યારે ય એકલો છું અને ભવિષ્યમાં યે એકલો જ રહેવાનો છું. આ ભીન્ન ભીન્ન દેખાતા અનેક સ્વરુપો તો મારા પ્રતિબિંબ માત્ર છે અને આ સર્વમાં અનેક રુપે માત્ર હું એકલો જ વિલસી રહ્યો છું. 🙂

નરસૈયો કહે છે ને કે :

જાગીને જોઉ તો જગત દીસે નહીં
ઉંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદૃપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે

આપણે જોઈએ મને ગમતી તે રચનાનો થોડો અંશ :


આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો

કોણે તને આ જીવન પથ પર આજ સુધી રોકેલો?
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો

ક્યાંથી આવ્યો ક્યાં જવાનો હોતું નક્કી કાઈં નથી
લાખ મળે શિરપાવ ભલે તો યે તારી રાખની કિંમત કાંઈ નથી
ઓળખી લે તારા આતમને – એકાંતે તું એકલો

આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલોમહાભારત’ વિશે આપણે ત્યાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના બધાં જ જાણે છે. આમ છતાં, ‘મહાભારત’ મને એવો પ્રિય ગ્રંથ છે કે એના વિશે થોડું એક મહિના સુધી, દરરોજ એક લેખ લખું તો પણ લખવાનું બાકી રહી જાય. આજે એના વિશે લખવાનું મારું મન હું રોકી શકતો નથી. ‘મહાભારત’ કથાઓની કથા છે. સમાજ, ધર્મ, કુળ, રાજ્ય, વ્યક્તિ અને વ્યક્તિના મનોભાવો, ભાગ્યે જ એવો કોઈ વિષય છે જેના વિશે મહાભારતકારે લખ્યું ન હોય. અને એ પણ એવી રીતે કે એકવીસમી સદીના જ નહીં પચીસમી કે ત્રીસમી સદીના લેખકને અહોભાવ થયા વિના ન રહે! જગતના સાહિત્યમાં મહાન કાવ્યો અને મહાન કથાઓ ઘણી છે, પરંતુ મહાભારત તો મહાભારત જ છે. તે એક અને અનોખું છે. અલબત્ત, વિદ્વાનો એવું પણ કબૂલ કરે છે કે આજે આપણાં હાથમાં જે મહાભારત છે એમાંનો ઘણો ભાગ પાછળથી ઉમેરાયેલો છે. અહીં મહાભારતના સર્જન કે સર્જકના ઉપર વિશેષ લખવાનું પ્રયોજન નથી કે એના ઉપર ટીકા- ટિપ્પણીનું પણ પ્રયોજન નથી. માત્ર તેનો કેટલોક ભાગ અહીં રજૂ કરું છું. જે વાચકોએ નહીં વાંચ્યો હોય તેમને એ વાંચવા મળશે અને જેમણે વાંચ્યો હશે તેમની એ અંગેની યાદદાસ્ત તાજી થશે. સૌથી પહેલાં આપણે યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે થયેલા કેટલાક સવાલ-જવાબની વાત કરીશું. વાચકો એના ઉપર ચિંતન- મનન કરશે તો જરૂર એ તેમને ઉપયોગી થઈ પડશે. અહીં બધા જ સવાલ-જવાબ આલેખ્યા નથી, માટે પ્રશ્નોત્તરીનો ક્રમ પણ બદલાયેલો છે જે વાચકોની જાણ માટે.

વધુ આગળ વાંચો: મહાભારતમાં એવું તે શું છે?(કેલિડોસ્કોપ)


નાટ્યશેષ – કવિવર રવિન્દ્રનાથ ટાગોર ની સુપ્રસિદ્ધ બંગાળી કાવ્ય રચના
તેને મરાઠી ભાષા માં રૂપાંતર આપનાર – શ્રી પુ. લ. દેશપાંડે
તેનું સુંદર ગુજરાતીમાં અનુવાદ કરનાર – શ્રીમતી અરુણા જાડેજા
પરવાનગી વિના ભાવનગરી રૂપ આપ્યું – નીતિન વ્યાસ


દૂરદૂરના ભૂતકાળના ચહેરા તરફ જોયું
યંગ ક્લબના ફરતા જોયા નટ
ઓળખું હું એ બધાને,
સાંભરે બધાંના નામ
અને પશ્ચિમનાં સાંધ્ય પ્રકાશમાં જાણું એમના પડછાયા નેપથ્યલોકમાંથી નટરૂપે વેશ ધરીને આવે છે જીવન નાં એ અંતહીન નાટ્યમાં.

દિવસો પછી દિવસો ને રાત્રી પછી રાત્રી ગઈ એમની
પોતપોતાની પંક્તિઓ બોલવામાં ને પોતપોતાની ભૂમિકાને ઉઠાવ આપવામાં
એ અદ્રષ્ટ સુત્રધારના આભાસાનુંસાર
આદેશાનુસાર જમાવતા આવ્યા પોતપોતાનાં નાટકો
વિવિધ ઢંગે વિવિધ રંગે.

આખરે પૂરું થયું નાટક.
દેહવેશ ફગાવીને નેપથ્યે થયા અદ્રશ્ય
જે ખેલ ભજવવા આવ્યા, એનો નાટ્યગત અર્થ
હશે ખબર કોઈ ને કોઈ રૂપે
એ વિશ્વકવિને

પણ દરેક નટ અને નટીને લેખે તો
એમાંનું હસવું ને રડવું
એમનો હર્ષ ને શોક, સત્ય જ હતો
જ્યાં સુધી અંગ હતું વેશથી સજેલું.
આખરે પડદો પડ્યો.

દિવાસ્વપ્ન નાં દીવા ઓલવાતા ગયા એક પછી એક
રંગરોગાનની ચમક ફીકી થતી ગઈ.
ઓસરાતો ગયો બધો કોલાહલ
જે નિસ્તબ્ધ અંધકારમાં રંગમંચ તરફથી
એમણે કર્યું નિર્ગમન
ત્યાં સ્તુતિ ને નિંદા બંને સમાન
ખરાબ ને સારું બધુજ સરખું જ સુખદુ:ખના અભિનય અર્થહીન અજવાળું ને અંધારું
સમભાર લાજ અને ભય હેતુશૂન્ય

ચાંદરણાં નાં ડોક્ટર નાં ….જે હાથ મથ્યા યુદ્ધમાં
બચાવવાને વિજયને બીજી ક્ષણે એમને જ
રચાવી પડી એની ચિતા.
પુરુથયું એ શોકનાટક
સરી ગઈ એમાંની અસહ્ય વેદના
હવે નાટક બચ્યું છે
કવિની પંક્તિઓમાં
અને કલાનાં આનંદ દાયક
ઋણમાં.

અતિ દૂર આકાશની આછી સુકુમાર નીલિમા
અરણ્ય એની તળેટીમાં ઊંચા હાથ ફેલાવીને
પોતાનો શ્યામલ અર્થ નિ:શબ્દપણે દઇ રહ્યું છે !
સ્વચ્છ પ્રકાશનું ઉત્તરીય દિશાદિશાને ઓઢાડે છે.

હજી એ એ વી સ્કુલના હોલ માં કે ૫૭૨ ની ફૂટપાથ કે ઘરની અંદર તેના પડઘાઓ
કોઈ નાટ્ય પ્રેમી ને સંભળાતા હશે
કોઈ નો આત્મા આંસુ સરતો હશે
અને એ બધા ગુંજારવ દાદાઝ નાં હાસ્યમાં ડૂબી જાતા હશે…કોને ખબર..
આ વાત લખી રાખું છું.-
એક વેરાગી ચિત્રકાર આ ભૂસી નાખે તે પહેલાં.


સૌજન્ય: ભાવનગરી ગૃપકોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
–હરીન્દ્ર દવે


આ સાથે જે આકૃતિ છે તે શ્રી રમણ મહર્ષિ કૃત ઉપદેશ-સાર ની શ્રી તદ્રુપાનંદજી દ્વારા કરાયેલ ટીકા જેમાં છે તે પુસ્તક ’ઉપદેશ-સાર’ના મુખપૃષ્ઠની છે. આકૃતિનો શ્રી તદ્રુપાનંદ દ્વારા કરવામાં આવેલ અર્થ સાથે આપેલ છે. આપ સહુને તે વાંચવુ જરૂર ગમશે.