ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: ગૌરવ

દોસ્તો,

માતાનું રક્ષણ કરીએ – ભક્ષણ નહીં. વધુ તો શું કહું?
સરદાર પટેલે દેશી રાજ્યના વિલીનીકરણની કામગીરી આરંભી તે પહેલા ભારતમાં સર્વપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સામે ચાલીને દિલ્હી જઇ પોતાનું ૧૭૦૦ પાદરની માલિકી ધરાવતું ભાવનગર રાજ્ય મહાત્મા ગાંધીના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું અને દેશી રાજ્યોના વિલીનીકરણનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

તા. ૧૯મી મે, ૧૯૧૨ના રોજ જન્મેલા આ રાજવીનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું છે. ભાવનગર શહેર પણ તેના આ સત્વશીલ રાજવીને હજું ભૂલ્યું નથી. એટલે તો શહેરના મેયર સુરેશ ધાંધલીયાના પ્રમુખપદે કૃષ્ણકુમારસિંહજી જન્મશતાબ્દી મહોત્સવ સમિતિની રચના કરી છે. સમગ્ર ભાવેણું આ રાજવીને પુણ્યશ્લોક રાજવી ગણે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી અત્યંત પ્રેમાળ, લાગણીશીલ, નમ્ર અને સત્વશીલ રાજવી હતા.

આજે આઝાદીના ૬૪ વર્ષ પછી પણ જિલ્લાના મુખ્યમથક એવા સુરેન્દ્રનગરમાં ખુલ્લી ગટરો દેખાય છે ત્યારે ભાવનગરમાં આઝાદી મળ્યા પહેલાના સમયથી કૃષ્ણકુમારસિંહના કાર્યકાળમાં ભૂગર્ભ ગટરો થઇ ગઇ હતી જે ગુજરાતમાં કદાચ સર્વપ્રથમ હતી અને ભાવનગર પાસે રેલવે પણ હતી.

વધુ આગળ વાંચો: નમ્ર અને સત્વશીલ રાજવી: નોખી માટીના નોખા મહારાજા


ભાવનગરના ડો. નીપા ઠક્કરને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનીત કરાયા તે વિશે માહિતિ આપતી ફાઈલ જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરશો.


ગુજરાત ગૌરવ એવોર્ડhttps://madhuvan1205.files.wordpress.com/2011/01/sabase_unchi_vijaya_pataka.jpg

सबसे उँची विजय पताका
सबसे उँची विजय पताका लिए हिमालय खड़ा रहेगा।
मानवता का मानबिन्दु यह भारत सबसे बडा रहेगा॥

विन्ध्या की चट्टानों पर रेवा की यह गति तूफानी
शत शत वर्षो तक गायेगी जीवन की संघर्ष कहानी
इसके चरणों में नत होकर हिन्दु महोदधि पडा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥१॥

गंगा यमुना घट से निकलीं जहां एक होकर बहने को
जहाँ प्रकृति के पास रहा है सदा पुरुष से कुछ कहने को
उस भारत में पराक्रमों का प्यारा झंडा गड़ा रहेगा
भारत सबसे बडा रहेगा ॥२॥

जिसकी मिट्टी में पारस है स्वर्ण-धूलि उस बंग भूमि की
पंचनदो के फव्वारों से सिंची बहारें पूण्य-भूमि की।
शीर्ष-बिन्दु श्रीनगर सिन्धु तक सेतुबन्धु भी अड़ा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥३॥

जिस धरती पर चन्दा-सूरज साँझ-सकारे नमन चढ़ाते
षड्‌-ऋतु के सरगम पर पंछी दीपक और मल्हार सुनाते।
वही देश-मणि माँ-वसुधा के ह्नदय-हार में जड़ा रहेगा
भारत सबसे बड़ा रहेगा ॥४॥


હું ગુજરાતી છું.. અને મને તેનું ગૌરવ છે. આવો આજે આપણે સહુ શ્રી એ.આર.રેહમાન સાહેબે કંપોઝ કરેલું સ્વર્ણિમ ગુજરાતનું ગીત ગાઈએ અને કશાંક એવા કાર્યો કરવાનો સંકલ્પ કરીએ કે જેથી આવનારી પેઢીનો ગુજરાતી પણ ગર્વથી કહી શકે કે હું ગુજરાતી છું…

જય જય જય જય ગરવી ગુજરાત…..


[Youtube=http://www.youtube.com/watch?v=Otko05BsZdM]

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી;
આ રણ મને પ્યારું છે, ખેતર છે શોભા મારી;
ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો;
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે;
તને નમું લાખ વાર હું ભૂમિ મારી;
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર;
ગુજરાતી હું છું… મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર;
ગુજરાતી હું છું.. મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર;
ગુજરાતી હું છું… હર આફત સામે ઊભો બની પડકાર;
ગુજરાતી હું છું..
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું;
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું;
કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા બંધ છે;
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે;
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત !

એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે;
સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે;
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે;
મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે;
હે જી હે……….
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !


શબ્દ સૌજન્ય:ગુજરાતી ગઝલ


અને હા, “ટહુકો” પર શ્રી ભાગ્યેશ જહાં ની સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી માટે ખાસ સંસ્કૃતમાં લખાયેલી અને પાર્થિવ ગોહિલ તથા ગાર્ગી વોરા ના કંઠે ગવાયેલી આ રચના માણવાનું ભુલશો નહીં.

જયતુ જયતુ ગુજરાત