ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: ગૃહસ્થ

દોસ્તો,

આજે અતુલ ના ઘરે આવ્યાને પંદર વર્ષ પુરા થયાં.

આ પંદર વર્ષની મારી મુખ્ય ઉપલબ્ધિ ગણાવું તો તે કે: લોકો “મધુવન” ને અતુલનું નહીં કવિતાનું ઘર કહે છે.

પંદર વર્ષમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યાં. એક પુત્રી રત્ન અને એક પુત્ર રત્ન પ્રાપ્ત કર્યું. પિતાતૂલ્ય સસરા ગુમાવ્યાં.

આ દરેક પરિસ્થિતિમાં અમે શક્ય તેટલી સમતા ધારણ કરવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક આનંદની છોળો વચ્ચે ઉછળ્યાં તો ક્યારેક ઘોર નીરાશાની ગર્તામાં યે ડૂબ્યા. દરેક સ્થિતિને માણવાનો પ્રયાસ કર્યો છે. ક્યારેક છોભીલા અને ફીક્કા પડ્યાં તો ક્યારેક ઉત્સાહ અને આનંદથી ભરપૂર રહ્યાં.

છેલ્લા થોડા વખતથી તો આપ સહુ બ્લોગ/સાઈટ જનો અમારા પરિવારના સભ્યો બની ગયાં છો. તો આટલી વાત અમારા અંગત જીવનની અને અમે સાથે જીવેલી જિંદગી વિશે તમને કહીને વિરમું છું.

આપ સહુની નેટ સખી – કવિતા.

અરે બા તો ભુલાઈ જ ગયાં. બા ના સતત માર્ગદર્શન અને હુંફ વગર તો અહીં સુધી સફળતાપૂર્વક યાત્રા થઈ જ ન શકી હોત. બાને અમારાં કોટી કોટી વંદન. ચાલો હવે આશિર્વાદની ઝડી વરસાવો છો કે નહીં?


દાડમડી - ૧

દાડમડી - ૧

દાડમડી - ૨

દાડમડી - ૨

મોગરો - ડોલર

મોગરો - ડોલર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગુલમ્હોર

ગલગોટા

ગલગોટા

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

સુર્યોદય સમયે પ્રકાશનું વાદળોમાં પરાવર્તન

ચાલતો અતુલ

ચાલતો અતુલ

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતો હંસ:

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા

દાદાની વાડીની પ્રથમ કેરી ખાતી આસ્થા


સખીઓ અને દોસ્તો,

આપ તો જાણો છો કે કાઠીયાવાડમાં હજુ આજેય ૧૨ માસના અથાણાં અને મસાલા બનાવવાનો રીવાજ છે. અથાણાં માટે કેરી અને રસોઈ માટે મસાલાં ઉત્તમ હોવાં જોઈએ તો જ આખું વરસ આનંદથી જમી શકાય. ગઈ કાલે અમે ચાર કીલો રેશમ-પટ્ટો મરચાં દળાવ્યાં – આ મરચાં મધ્યમ તીખાં હોય છે વળી તેનો રંગ સરસ લાલ ચટ્ટાક આવે છે. ગઈ કાલે અમે હળદર જોઈ – જે બહારથી સારી લાગતી હતી પરંતુ તોડીને જોઈ તો અંદરથી કાળી પડી ગઈ હતી તેથી ન લીધી. હળદરની પસંદગીમાં ખુબ ધ્યાન રાખવું પડે – હળદર તો આપણાં ખોરાક માહેનું મુખ્ય ઔષધ છે જો – તેની પસંદગીમાં થાપ ખાઇ ગયા તો નક્કી માથે હાથ દઈને રોવાનો વારો આવે.

આજે દાદાની વાડીમાં આપણાં પોતાના આંબામાં ઉગેલી કેરીઓમાંથી કટકી અથાણું બનાવવામાં આવી રહ્યું છે. અરે સહુ કોઈને જ્યારે પણ પધારવું હોય ત્યારે પધારજો તમારે માટે આ વરસની તો અથાણાં – મસાલાની જોગવાઇ થઈ ગઈ છે. બોલો ક્યારે આવો છો?


આ કેરીનું નામ કહી શકશો?૨૧ જુલાઈ ૧૯૯૬ મારા જીવનમાં નવો જ ઉત્સાહ અને ઉમંગ લાવ્યો કારણ કે તે દિવસે હું અને અતુલ જીવનસાથી બનવાનું પહેલું પગથીયું ચડ્યાં હતાં. આ દિવસો તો દરેકના જીવનના “ગોલ્ડન ડેઈઝ” હોય છે કારણ કે કોઈ જવાબદારી નહીં પણ એકબીજાને ઓળખવા, પ્રેમ પામવા અને અર્પણ કરવા તો આ દિવસો ઓછા પડે છે.

૧૨-૨-૧૯૯૭ અમારો લગ્ન-દિવસ. આદિવસે અમે લગ્ન-ગ્રંથિથી જોડાયા. સમાજની દૃષ્ટિએ સામાજિક જવાબદારી નિભાવવા અમે એક થયા. આપણી સમાજરચના કઈંક જુદી છે. સ્ત્રીને પરણીને સાસરે આવવાનું. જ્યાં તેણે બચપણથી યુવાનીના ૨૨-૨૫ વર્ષ વીતાવ્યા તે હવે તેનું ન રહેતા પારકું થાય છે અને જ્યાં ક્યારેય તે કોઈને મળી નથી, ઓળખતી પણ નથી પોતાનું કહી શકાય તેવું કાઈ જ ન હોવા છતાં તે સર્વ અપનાવે છે અને સાસરિયાના દરેકને તે પોતાના કરે છે. મેં પણ એવું જ કરેલું. મારા સાસુ-સસરા ખૂબ જ પ્રેમાળ હોવાથી આજ સુધી મને ક્યારેય પિયરની યાદ પણ આવવા દીધી નથી. જો કે મારું પિયર તો ગામમાં જ છે અને અમે દર અઠવાડિયે મમ્મી-પપ્પાને મળીએ છીએ પણ ખરાં.

૧૧-૧૨-૧૯૯૭માં ઈશ્વરે જેનો અવતાર ધારણ કર્યો છે તેવું માતૃત્વ મને મળ્યું. “આસ્થા” દ્વારા બસ, મારૂં જીવન જાણે વસંતનાં રંગોથી રંગાઈ ગયું. અને આસ્થાના રંગમાં સંગ આપનાર હંસે: પણ ૨-૧૦-૨૦૦૨માં રંગ બીખરાવ્યા. અને બસ, અમારા જીવનની સામાજિક જવાબદારી પૂર્ણ થતાં આધ્યાત્મિક દૌર શરૂ થયો. અને આજે પણ હું અને અતુલ “અમે” એકબીજા સાથે એટલા જ પ્રેમ, હૂંફ અને લાગણીથી રહીએ છીએ અને કાયમ રહીશું.

કવિતા

૧૨ ફેબ્રુઆરી અમારાં માટે મહત્વનો દિવસ છે. હું અને કવિતાં બંનેએ ’હું’ પણું ગુમાવ્યું અને “અમે” બન્યાં બરાબર ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭ – વસંત છઠ ના દિવસે. એક જ વર્ષ હજુ તો પુરુ નહોતું થયું અને અમારી વચ્ચે અમારા જીવનને નવ-પલ્લવિત કરવા માટે આસ્થા આવી ગઈ ૧૧ ડીસેમ્બર ૧૯૯૭ ના રોજ. ૧૯૯૬ અને ૯૭ ના વર્ષો અમારા માટે સીમાચિન્હરૂપ વર્ષો રહ્યાં. ૨૧મી જુલાઈ ૧૯૯૬ ના રોજ કવિતા મારી વાગદત્તા બની. ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭ ના રોજ અમે યુગલ બન્યા અને ૧૧મી ડીસેમ્બર ૧૯૯૭ ના રોજ અમારાં દાંપત્યજીવનની યશ-કલગી સમાન આસ્થાના માતા-પિતા બન્યાં.

૧૪ વર્ષમાં હું ઘણાં ઘણાં પાઠો શીખ્યો છું જે હું એકલો હોત તો કદીએ ન શીખી શક્યો હોત. સમૂહજીવન, જવાબદારી, સમાજ પ્રત્યેનું આપણું કર્તવ્ય, આપણે માત્ર લેનાર ભીખારી નથી પણ દેનાર દાતા તરીકેની ફરજો પણ અદા કરવાની છે તેનું ભાન. માતા-પિતા અને પત્નિ-સંતાનો વચ્ચે સુમેળભરી રીતે સંવાદિતા ટકાવવી અને આવી આવી તો અનેક બાબતો આ ૧૪ વર્ષમાં શીખ્યો. આ વર્ષોમાં વેપાર, પ્રવાસ, ટેકનોલોજી, માનવીય સંબધો અને કુટુંબજીવન વીશે અનેક નવા આયામો સર કર્યા – ઘણીએ વાર પછડાટો ખાધી, ક્યારેક નિરાશાની ઉંડી ગર્તામાં ડુબી ગયો તો ક્યારેક આનંદ અને ઉલ્હાસથી ભર્યુ ભર્યું જીવન હોય તેમ લાગ્યું. ૨જી ઓક્ટોબર ૨૦૦૨ ના રોજ અમારી સાથે એક નવો સભ્ય જોડાયો – હંસ:. હંસ:ના આગમને વળી પાછી જીવનની પધ્ધતિમાં થોડો બદલાવ આવ્યો. આસ્થાને ભાઈ મળ્યો, તેની એકલતા દૂર થઈ અને બહેન-ભાઈની આ જોડીએ “મધુવન” ને ગજવી મુક્યું.

આ પ્રસંગ માટે મેં લગભગ ૧૩ વર્ષોના ૧૩૨ ફોટોમાંથી એક ફોટો-વીડીયો બનાવ્યો છે. છેલ્લાં એક વર્ષથી તો તમારામાંથી ઘણાં ખરા અમને જાણો જ છો અને વળી તેના યાદગાર પ્રસંગો તો સમયે સમયે તમારી સમક્ષ મુકાતા રહ્યાં છે તેથી તમે માહિતગાર છો. આ વીડીયોની સાથે મારુ પ્રિય ગીત કે જે હું કવિતા અને ઠાકુર બંને માટે એક સરખા પ્રેમથી ગાવાનું પસંદ કરુ છૂં તે જોડેલ છે. અલબત્ત આ વીડીયો તો તમને માત્ર કવિતાની મંજુરી હશે તો જ જોવા મળશે કારણ કે તેમાં અમારા અંગત જીવનના પ્રસંગો છે. પણ હા, તમને નેટ પરથી આ ગીત જરૂર સંભળાવી શકું.

-અતુલ


[Youtube=http://www.youtube.com/watch?v=-yeHdylZuHg]


કાઠીયાવાડી હોવાં છતાં જો શિયાળામાં રોટલો ને ઓળો ન જમાડીએ તો તો તમને ખોટું જ લાગે ને? અતુલે “મધુવન” ના ચુલામાં શેકેલા રીંગણા અને મેં એકલા બાજરામાંથી ટીપીને બનાવેલા રોટલા સાથે ગોળ, લીલા મરચાં અને તાજું માખણ – તો ચાલો.. જમવા…..
હું અને અતુલ એક-મેકને ખીજવીએ અને રીઝવીએ એ તો અમારી વચ્ચે બનતી રોજીંદી ઘટના છે. પણ ખરેખર તો અમે બંને એક-બીજાને અતીશય પ્રેમ કરીએ છીએ. શું અતુલ કદી મારા વખાણ કરે છે? હા હા જ્યારે તેને મારા વખાણ કરવા હોય ત્યારે તે સીધે સીધું કશું ન કહે પણ એકાદ આવું ગીત લલકારે…


[Youtube=http://www.youtube.com/watch?v=GoRJlzAQ0es]


મારે ઘણી વખત રસોઈનું આસ્થાનો નાસ્તો કરવાનો એમ ઘણાં કામ હોય ત્યારે હું અતુલને કહું કે તમે હંસ: ને નવરાવી દ્યો. અને પછી બંને બાપ-દીકરો જે ધમાલ કરે અને મને પણ તેમાં સંડોવે તેની ઝલક જોવી હોય તો આ ગીત માણી લ્યો..


[Youtube=http://www.youtube.com/watch?v=sA7AZ3FCMms]