ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Category Archives: એકાગ્રતા અને ધ્યાન

Advertisements


હમણાં ભાવનગરમાં ઘરશાળા હાઈસ્કુલમાં વાંચે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત એક સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પોતે તાજેતરમાં (એકાદ વર્ષમા) વાંચેલા પુસ્તકોમાંથી કોઈ એકનું રસદર્શન કરાવવાનું હતું. આસ્થાએ તેણે વાંચેલા પુસ્તકોમાંથી ડો.આઈ.કે.વિજળીવાળાની સાહસકથા “હિરાનો ખજાનો” નું રસદર્શન કરાવ્યું હતું. હંસ: પણ આ પુસ્તક રસ-પૂર્વક વાંચે છે અને પછી બંને ભાઈ-બહેન એક બીજા સાથે તે પુસ્તક પર ચર્ચા કરે છે. નવમાં ધોરણમાં ભણતાં સ્વામીનારાયણ ગુરુકુળના બે વિદ્યાર્થીઓનો આ સ્પર્ધામાં નંબર આવ્યો હતો. આસ્થાએ નીચે પ્રમાણેના પુસ્તકો તાજેતરમાં વાંચેલ છે.