તા.૯-૬-૨૦૧૨
ભાવનગર

વરીષ્ઠ પત્રકાર શ્રી કાંતી ભટ્ટ આજે ભાવનગર વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યાં હતાં. ભાવનગરના ત્રણ કવિઓની રચનાઓનું સ્વમુખે પઠન તથા શ્રી કાંતી ભટ્ટના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

શરુઆતમાં ત્રણ કવિઓ સર્વ શ્રી ડો.પરેશ સોલંકી, શ્રી અરુણ દેસાણી તથા શ્રી ગુણવંત ઉપાધ્યાયે તેમની સુંદર રચનાઓનું પ્રભાવશાળી શૈલિમાં રસ પાન કરાવ્યું. તેમને સાંભળ્યા પછી શ્રી કાંતી ભટ્ટને વક્તવ્ય માટે કહેવામાં આવતાં તેઓ એ કહ્યું કે દૂધપાક, કેસરી દૂધ અને બાસૂંદી જેવી વાનગીઓ આ કવિઓ પાસેથી સાંભળ્યા પછી મારે હવે ખાટી છાશ નથી પીરસવી. આમે ય હું પત્રકાર છું તેથી મારું કાર્ય વક્તવ્યનું નહીં પણ લેખનનું છે. મને તો તેમ કે અહીં દાંડીયા રાસનો કાર્યક્રમ હશે. જો તેવો કાર્યક્રમ હોત તો જરુર હું પણ દાંડીયા રાસ રમત તેમ કહીને તેમણે સ્ફુર્તીથી ઠેકદો મારીને એક ફુદરડી ફરી બતાવી. શ્રોતાઓએ તેમને કશુંક કહેવા વિનંતી કરી પણ તેઓ એકના બે ન થયા તે ન જ થયાં.

મેં એક વર્ષ પહેલાં તેમની સાઈટ પર ઈચ્છા વ્યક્ત કરેલી કે મને તો ૮૦ વર્ષના પત્રકારને પગે લાગવું ગમશે તે ઈચ્છા આજે પુરી થઈ. તેમના હસ્તાક્ષર લઈને તેમને સાંભળવા ન મળ્યાના અફસોસ સાથે છુટા પડ્યાં.

Advertisements