ભાવનગર,
તા.૧૧-૫-૨૦૧૨

ભાવનગર મ્યુનિસિપાલીટી દ્વારા હમણાં દિશા સૂચક પાટીયા દ્વારા સ્થળ દર્શાવવાનું પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે. કેટલાંક સ્થળોએ આ પાટીયા ખોટી દિશામાં ખોટા સ્થળો બતાવે છે. આ દિશાસૂચક પાટીયાને આધારે મુસાફર સાચા સ્થળે પહોંચશે?

ઉપર દર્શાવેલ પાટીયું મેઘાણી સર્કલથી આવીને જ્યારે આંબાવાડી સર્કલમાં પહોંચવાના હોઈએ તે સ્થળે આવે છે. ત્યાંથી સામેની બાજુ મંગળા માતાના મંદિરે જવાનો રસ્તો છે. જમણી બાજુ ઘોઘા સર્કલ જવાનો રસ્તો છે કે જે રસ્તા પર મધુવન આવેલું છે. ડાબી બાજુ જતાં મહિલા કોલેજ આવે તેને બદલે મેઘાણી સર્કલ લખેલ છે. મેઘાણી સર્કલ તો જે રસ્તા પર પાટીયું છે ત્યાં આવે છે એટલે કે મુસાફર મેઘાણી સર્કલ તરફથી જ આવ્યો હોય. આમ મહિલા કોલેજને બદલે મેઘાણી સર્કલ લખવાથી મહિલા કોલેજ જવાની ઈચ્છા વાળો મુસાફર તો ભુલ ભુલામણીમાં જ ફસાઇ જાય ને?

જે વિસ્તારમાં આવી ખોટી માહિતિ દર્શાવતાં પાટીયા હોય તેમણે સત્વરે મ્યુનિસિપાલિટીને આ બાબતે જાણ કરવી જોઈએ તેવી લોક લાગણી ઉઠવા પામી છે.

Advertisements