મદોન્મત્ત જે
કર્મયોગ રહિત
નષ્ટ વિમુઢ

મદથી મત્ત બની કરે કર્મ આમ ના જે,
નષ્ટ થયેલો જાણજે વિમુઢ માનવ તે.

ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम्‌ ।
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥

भावार्थ : परन्तु जो मनुष्य मुझमें दोषारोपण करते हुए मेरे इस मत के अनुसार नहीं चलते हैं, उन मूर्खों को तू सम्पूर्ण ज्ञानों में मोहित और नष्ट हुए ही समझ ॥32॥

બે પ્રકારના ઉત્તમ લોકો હોય છે. એક ઈશ્વરને માનવા વાળા અને બીજા ઈશ્વરને ન માનવા વાળા. બંને પ્રકારના લોકો ફળની આસક્તિ વગર નિષ્કામ કર્મ કરે તો તેમની પ્રગતિ થાય છે.

ઈશ્વરને માનવા વાળા ઈશ્વર પ્રિત્યર્થે નિષ્કામ કર્મ કરીને ફળને પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ કરનારા શ્રેયની સાથે સાથે ઈશ્વરનો પ્રેમ પણ પ્રાપ્ત કરે છે.

ઈશ્વરને ન માનનારાયે નિષ્કામ કર્મ કરીને શ્રેયને પ્રાપ્ત કરે છે પણ ઈશ્વરનું તેમને માટે અસ્તિત્વ ન હોવાથી ઈશ્વરના પ્રેમથી વંચિત રહે છે.

બે પ્રકારના કનિષ્ઠ લોકો હોય છે. એક કર્તાભાવે કર્મનું અભીમાન કરીને કર્મ કરવા વાળા અને બીજા કર્મો બધા બંધનરુપ છે તેમ માનીને કર્મોનો ત્યાગ કરનારા.

આવા મદથી મત્ત બનીને અભીમાનથી કર્મ કરનારાયે કર્મ ફળ પ્રાપ્ત કરે છે પણ હંમેશા આ પ્રાપ્ત કરી લઉ અને તે પ્રાપ્ત કરી લઉ તેવી ભોગ ભાવના અને લોભવૃત્તિ વાળા અભીમાની સતત કર્મોમાં રત રહીને છેવટે ઉચ નીચ યોનિમાં ભોગાર્થે ભ્રમણ કરતાં રહીને રમણ ભમણ થઈને માર્યા માર્યા જ્યાં ત્યાં અથડાયા કરે છે.

કર્મો બંધન રુપ છે અને કશુંયે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા વગરના તથા જગતને કશુંયે પ્રદાન કરવાની ઇચ્છા અને શક્તિ રહિત વિમૂઢ બાવાઓ પોતાનું ઉદર ભરવા માટે ય બીજા ઉપર બોજારુપ હોય છે અને તેમનું આ જગત પર હોવું જગત પર એક પ્રકારના બોજારુપ હોય છે. આવા લોકો ન હોય તો જગતને કશો ફેર પડતો નથી.

આમ મદથી મત્ત બનેલા કર્મફળની સતત ઈચ્છાવાળા કે કશીએ આવડત વગરના કશાયે કર્મો ન કરનારા વિમુઢ છે અને તેમને નષ્ટ થયેલા જ જાણવા જોઈએ.

કેટલાંક લોકો પોતાની પર દુ:ખો અને વિપત્તિ આવી પડે તો પોતાની ભૂલ જોવાને બદલે ઈશ્વર પર દોષારોપણ કરતાં હોય છે કે ભગવાને આવું તે કેવું જગત બનાવ્યું છે. આ તો શેતાનની દુનિયા છે. જગતના લોકો બધા બદમાશ અને હરામખોર છે. ઈશ્વરે આવી સૃષ્ટિ બનાવી માટે ઈશ્વર જ આ સર્વ અનિષ્ટો માટે જવાબદાર છે. આવા જાત જાતના ઈશ્વર પર દોષારોપણ કરનારા અને ઈશ્વરે પ્રબોધેલા કર્મયોગના આ રહસ્યમય મતને ન અનુસરનારા વિમુઢ લોકો પોતાની જ મુર્ખતાથી નષ્ટ થઈ જાય છે.

Advertisements