કર્મે પ્રવૃત્ત
કશુયે ન પ્રાપ્તવ્ય
છતાયે રહું

મારે આ સંસારમાં કૈ ના મેળવવું,
તો પણ જોને કર્મમાં સદા રહ્યો રત હું.

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।
नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥

भावार्थ : हे अर्जुन! मुझे इन तीनों लोकों में न तो कुछ कर्तव्य है और न कोई भी प्राप्त करने योग्य वस्तु अप्राप्त है, तो भी मैं कर्म में ही बरतता हूँ ॥22॥

શ્રી કૃષ્ણ પૂર્ણ કામ છે. સમષ્ટિ પ્રકૃતિને જેમણે વશ કરી છે તેવા મહાન યોગી છે. પ્રકૃતિજન્ય કશાએ પદાર્થો કે સુખોની તેમને શું કામના હોય? જીવોના ભોગની પૂર્તિ માટે તેઓ આ સૃષ્ટિની રચના કરે છે. સમસ્ત પ્રાકૃતિક તત્વોને નીયમમાં રાખીને તેમની પાસે કર્તવ્યો કરાવે છે. આમ સતત તેમણે આ સૃષ્ટિના પાલનનું કર્તવ્ય કર્મ કરવાનું હોય છે. બદલામાં તેમને શું મળવાનું છે? કશું નહીં. બધુ તેમને આધિન છે, બધું તેમનું છે.

ટુંકમાં સૃષ્ટિના પાલન કરતાં પ્રભુને કશુંયે મેળવવાનું ન હોવા છતાં જો તેઓ સતત કર્મમાં પ્રવૃત્ત રહે છે તો જેમને સૃષ્ટિમાં થી મેળવવું છે તેમને માટે તો કર્મ કરવા કેટલાં આવશ્યક છે તે સમજવાનું છે.

કર્તવ્ય બે પ્રકારના હોય છે સ્વૈચ્છિક અને ફરજના ભાગ રુપે. જેમ કે દેશના કાયદાનું પાલન કરવું અને કરાવવું તે નાગરીકો અને સત્તાધારીઓનું સ્વૈચ્છિક કર્તવ્ય નથી પરંતુ ફરજના ભાગ રુપે કર્તવ્ય છે. નોકરીમાં નીષ્ઠા પૂર્વક કાર્ય કરવું તે નોકરીયાતનું સ્વૈચ્છિક કર્તવ્ય નથી પણ ફરજના ભાગ રુપે છે. શ્રી કૃષ્ણ માટે સૃષ્ટિનું પાલન કરવાનું ફરજીયાત નથી. પ્રકૃતિ અને પ્રકૃતિમાં સ્થિત જીવો પ્રત્યે સહજ પ્રેમ હોવાને લીધે તેઓ સ્વૈચ્છિક રીતે સૃષ્ટિનું પાલન કરવાનું કર્તવ્ય નીભાવે છે.

શ્રી કૃષ્ણ કહે છે કે મારે કાર્ય કરવું તે કર્તવ્ય એટલે કે ફરજના ભાગ રુપે કર્તવ્ય નથી પણ તમારી સહુ પર પ્રેમ હોવાને લીધે હું કાર્ય કરુ છું.

Advertisements