યજ્ઞે પ્રસન્ન
દેવકૃપા, મફત
ખાનાર ચોર

પ્રસન્ન દેવો યજ્ઞથી ઈષ્ટભોગ દે છે,
આપ્યા વિણ જે ખાય તે ચોર કહે તેને.

इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः ।
तैर्दत्तानप्रदायैभ्यो यो भुंक्ते स्तेन एव सः ॥

भावार्थ : यज्ञ द्वारा बढ़ाए हुए देवता तुम लोगों को बिना माँगे ही इच्छित भोग निश्चय ही देते रहेंगे। इस प्रकार उन देवताओं द्वारा दिए हुए भोगों को जो पुरुष उनको बिना दिए स्वयं भोगता है, वह चोर ही है ॥12॥

ચાર યુગ હોય છે.

સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કળી.

જેવી રીતે પૃથ્વી પોતાની ધરી ફરતે અને સુર્ય ફરતે ફરે છે તેવી રીતે સુર્ય પણ જેની આસ પાસ ફરે છે તેને શાસ્ત્રની ભાષામાં વિષ્ણુ નાભી કહે છે. વિજ્ઞાન તેને નિહારિકા કે આકાશગંગા કહી શકે.

વિષ્ણુ નાભીની નિકટતમ જ્યારે સુર્ય હોય ત્યારે સત્યયુગ ગણાય. જેમ જેમ સુર્ય વિષ્ણુ નાભીથી દૂર જતો જાય તેમ તેમ સત્યયુગ ઘટતો જાય છેવટે સત્ય અને ત્રેતાનો સંધિ કાળ આવે. ત્યાર બાદ ત્રેતા યુગ શરુ થાય.

ત્યાર બાદ ત્રેતા અને દ્વાપરનો સંધિ કાળ આવે. ત્યાર બાદ દ્વાપર યુગ શરુ થાય.

ત્યાર બાદ દ્વાપર અને કળી યુગનો સંધિ કાળ આવે. ત્યાર બાદ કળી યુગ શરુ થાય.

જ્યારે સુર્ય વિષ્ણુ નાભીથી સહુથી દૂર હોય ત્યારે ઘોર કળી યુગ કહેવાય. ત્યાર બાદ ફરી પાછો સુર્ય વિષ્ણુ નાભીની નજીક જવા લાગે. કળીયુગ પુરો થાય એટલે કળી દ્વાપરની સંધિ શરુ થાય. ત્યાર બાદ દ્વાપર યુગ આવે.

ત્યાર બાદ દ્વાપર અને ત્રેતાની સંધિ શરુ થાય. ત્યાર બાદ ત્રેતા યુગ આવે.

ત્યાર બાદ ત્રેતા અને સત્ય યુગની સંધિ શરુ થાય.

ત્યાર બાદ સત્ય યુગ આવે.

કળીયુગમાં ધર્મ તેની પ્રારંભીક અવસ્થામાં હોય છે. ત્યારે મનુષ્ય બાહ્ય જગતના ભૌતિક પદાર્થો સિવાય કશું સમજી શકતો નથી. કળીયુગ ૧૦૦+૧૦૦૦+૧૦૦ તેમ કુલ ૧૨૦૦ વર્ષનો હોય છે.

દ્વાપર યુગમાં ધર્મ તેની બીજી અવસ્થામાં આવે. ત્યારે મનુષ્ય અર્ધ વિકસિત બને છે. મનુષ્યની બુદ્ધિ ધીરે ધીરે સૃષ્ટિનું સર્જન કરનારા સુક્ષ્મ તત્વોને સમજવા લાગે છે. દ્વાપર યુગ ૨૦૦+૨૦૦૦+૨૦૦ તેમ કુલ ૨૪૦૦ વર્ષનો હોય છે.

ત્રેતા યુગમાં મનુષ્ય વિકાસની ત્રીજી અવસ્થાએ પહોંચે છે. ત્યારે તેની બુદ્ધિ સમસ્ત વિદ્યુત શક્તિ ને અને ઈશ્વરની ચૂંબકીય શક્તિને સમજવા માટે શક્તિમાન બને છે. જે વિદ્યુત શક્તિ પર જ જગતનું અસ્તિત્વ આધારીત છે. ત્રેતા યુગ ૩૦૦+૩૦૦૦+૩૦૦ તેમ કુલ ૩૬૦૦ વર્ષનો હોય છે.

સત્ય યુગમાં ધર્મ તેની ચતુર્થ અવસ્થામાં પહોંચી જાય છે અને મનુષ્ય પૂર્ણ વિકસિત બને છે. ત્યારે મનુષ્યની બુદ્ધિ બધુ સમજી શકે છે. સૃષ્ટિથી પર બ્રહ્મનું પણ તેને જ્ઞાન થઈ શકે છે. સત્ય યુગ ૪૦૦+૪૦૦૦+૪૦૦ તેમ કુલ ૪૮૦૦ વર્ષનો હોય છે.

ઈ.સ.૪૯૯ માં સુર્ય વિષ્ણુ નાભીથી સર્વાધિક દૂર હતો. તે વખતના યુગને ઘોર અંધકાર યુગ કહી શકાય. ઈ.સ.૧૬૯૯ માં કળીયુગ પુરો થયો. ઈ.સ.૧૮૯૯ માં દ્વાપરની સંધિ પુરી થઈ. અત્યારે ૨૦૦૦ વર્ષનો દ્વાપર યુગ ચાલી રહ્યો છે.

દેવતાઓ, ધર્મ આ બધું અત્યારે આપણને કદાચ ન સમજાય તો યે હવે ધીરે ધીરે સમજાવા લાગશે કારણકે હવે આપણે ચઢતાં દ્વાપર યુગમાં છીએ. સતત ઈ.સ.૧૨૪૯૯ ની સાલ સુધી આપણી બુદ્ધિ વિકાસ કરવાની છે. આપણી ભાવી પેઢીઓ આપણા કરતાં વધારે સમજદાર, હોંશીયાર અને બુદ્ધિ શાળી હશે. બોલો છે ને આનંદના સમાચાર ? 🙂


ઈ.સ. ૪૯૯ ઘોર કળીયુગ
ઈ.સ. ૫૦૦ થી ૫૯૯ ચડતા કળીયુગની સંધિ (૧૦૦)
ઈ.સ. ૬૦૦ થી ૧૫૯૯ ચડતો કળીયુગ (૧૦૦૦)
ઈ.સ. ૧૬૦૦ થી ૧૬૯૯ ચડતા કળીયુગની સંધિ (૧૦૦)
ઈ.સ. ૧૭૦૦ થી ૧૮૯૯ ચડતા દ્વાપરની સંધિ (૨૦૦)
ઈ.સ. ૧૯૦૦ થી ૩૮૯૯ ચડતો દ્વાપર યુગ (૨૦૦૦)
ઈ.સ. ૩૯૦૦ થી ૪૦૯૯ ચડતા દ્વાપર યુગની સંધિ (૨૦૦)
ઈ.સ. ૪૧૦૦ થી ૪૩૯૯ ચડતા ત્રેતા યુગની સંધિ (૩૦૦)
ઈ.સ. ૪૪૦૦ થી ૭૩૯૯ ચડતો ત્રેતા યુગ (૩૦૦૦)
ઈ.સ. ૭૪૦૦ થી ૭૬૯૯ ચડતા ત્રેતા યુગની સંધિ (૩૦૦)
ઈ.સ. ૭૭૦૦ થી ૮૦૯૯ ચડતા સત્ય યુગની સંધિ (૪૦૦)
ઈ.સ. ૮૧૦૦ થી ૧૨૦૯૯ ચડતો સત્ય યુગ (૪૦૦૦)
ઈ.સ. ૧૨૧૦૦ થી ૧૨૪૯૯ ચડતા સત્ય યુગની સંધિ (૪૦૦)


ઈ.સ. ૧૨૫૦૦ થી ૧૨૮૯૯ ઉતરતા સત્યયુગની સંધિ (૪૦૦)
ઈ.સ. ૧૨૯૦૦ થી ૧૬૮૯૯ ઉતરતો સત્ય યુગ (૪૦૦૦)
ઈ.સ. ૧૬૯૦૦ થી ૧૭૨૯૯ ઉતરતા સત્ય યુગની સંધિ (૪૦૦)
ઈ.સ. ૧૭૩૦૦ થી ૧૭૫૯૯ ઉતરતા ત્રેતા યુગની સંધિ (૩૦૦)
ઈ.સ. ૧૭૬૦૦ થી ૨૦૫૯૯ ઉતરતો ત્રેતા યુગ (૩૦૦૦)
ઈ.સ. ૨૦૬૦૦ થી ૨૦૮૯૯ ઉતરતા ત્રેતાયુગની સંધિ (૩૦૦)
ઈ.સ. ૨૦૯૦૦ થી ૨૧૧૯૯ ઉતરતા દ્વાપર યુગની સંધિ (૨૦૦)
ઈ.સ. ૨૧૧૦૦ થી ૨૩૦૯૯ ઉતરતો દ્વાપર યુગ (૨૦૦૦)
ઈ.સ. ૨૩૧૦૦ થી ૨૩૨૯૯ ઉતરતા દ્વાપર યુગની સંધિ (૨૦૦)
ઈ.સ. ૨૩૩૦૦ થી ૨૩૩૯૯ ઉતરતા કળી યુગની સંધિ (૧૦૦)
ઈ.સ. ૨૩૪૦૦ થી ૨૪૩૯૯ ઉતરતો કળી યુગ (૧૦૦૦)
ઈ.સ. ૨૪૪૦૦ થી ૨૪૪૯૯ ઉતરતા કળી યુગની સંધી ( ઘોર કળી યુગ)


૪૮૦૦ (સત્યયુગ)
+ ૩૬૦૦ (ત્રેતાયુગ)
+ ૨૪૦૦ (દ્વાપર યુગ)
+ ૧૨૦૦ (કળીયુગ)
= ૧૨૦૦૦ દૂર જતાં અને ૧૨૦૦૦ વર્ષ નજીક આવતા
આમ કુલ ૨૪૦૦૦ વર્ષ સુર્યને વિષ્ણુ નાભી ની આસ પાસ ફરતા થાય છે.


યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવતાઓ ઈષ્ટ ભોગ આપે છે. જે કશું આપતો નથી પણ બેઠો બેઠો મફતમાં ખાય છે તેને ચોર કહે છે.

આ બધું કહેવાનો આશય તેટલો જ છે કે જો ઈષ્ટ ભોગ જોતા હોય તો યે કામ કરવું જોઈએ અને ન જોતા હોય તો નિષ્કામ કાર્ય કરીને બુદ્ધિને શુદ્ધ બનાવવી જોઈએ પણ બેઠા બેઠા મફતનું કોઈએ ન ખાવું જોઈએ.

Advertisements