દેવને સેવો
દેવ તમને સેવે
સહુને શ્રેય

દેવોની સેવા કરો, તે સેવો તમને,
એકમેકની સેવથી મળો શ્રેય તમને

वान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥

भावार्थ : तुम लोग इस यज्ञ द्वारा देवताओं को उन्नत करो और वे देवता तुम लोगों को उन्नत करें। इस प्रकार निःस्वार्थ भाव से एक-दूसरे को उन्नत करते हुए तुम लोग परम कल्याण को प्राप्त हो जाओगे ॥11॥

પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ૧૪ ને અધ્યાત્મ કહેવાય છે.

શ્રોત્ર, ત્વચા, નેત્ર, જિહ્વા અને નાસિકા ને જ્ઞાનેન્દ્રિયો કહે છે. દિશા, વાયુ, સૂર્ય, વરૂણ અને અશ્વિનિકુમારો તેના દેવતા છે.

વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ ને કર્મેન્દ્રિયો કહે છે. અગ્નિ, ઈંદ્ર, વિષ્ણુ, મૃત્યુ અને પ્રજાપતિ તેના દેવતા છે.

મનના દેવતા ચંદ્ર છે, બુદ્ધિના દેવતા બ્રહ્મા છે, અહંકારના દેવતા રૂદ્ર છે અને ચિત્તના દેવતા વાસુદેવ છે.

વેદના કર્મકાંડ વિભાગમાં જુદા જુદા દેવતાને માટે જુદા જુદા યજ્ઞોનો નીર્દેશ કરવામાં આવ્યો છે. યજ્ઞો દ્વારા દેવતાને રીઝવવાથી દેવતાઓ ખુશ થઈને જીવને ઈષ્ટ હોય તેવા ભોગો આપે છે આમ પરસ્પર એકબીજાને રાજી રાખીને સહુ કોઈ શ્રેય પ્રાપ્ત કરે છે.

વ્યવહારમાં યે તેવું જ હોય છે ને? જો સહુ કોઈ પરસ્પર દેવો ભવ: ની ભાવના રાખે અને જેને જે કાઈ આવડે તે આવડતથી બીજાને ઉપયોગી થાય અને બીજાને જે આવડતું હોય તે આવડતથી પોતાને લાભ મળે તો સહુનું શ્રેય થાય.

પ્રજા વેરો ભરે અને વહિવટકર્તાઓ સુવિધાઓ વિકસાવે તો સહુને શ્રેય પ્રાપ્ત થાય. નાગરીકો કાયદાનું પાલન કરે અને વહિવટકર્તાઓ પ્રજાની સુખાકારી માટે યોગ્ય વહિવટ કરે તો સહુનું શ્રેય થાય. તેવી રીતે ગ્રાહક ઉચિત દામ ચૂકવે અને વેપારી ઉચિત માલ આપે તો સહુનું શ્રેય થાય. નોકરીયાત સરખી નોકરી કરે અને શેઠ સરખો પગાર આપે તો સહુનું શ્રેય થાય. માતા-પિતા સંતાનોની કાળજી રાખે અને સંતાનો માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે તો સહુનું શ્રેય થાય.

આમ પ્રત્યેક વ્યવહારમાં આપણે સામેની વ્યક્તિને એક દેવતા ગણીએ અને આપણાથી થાય તેવી તેની સેવા કરીએ અને તે પણ આપણને દેવતા ગણે અને આપણને જરુરી હોય તેવી બાબતોમાં મદદરુપ થાય તો સહુનું શ્રેય થાય.

Advertisements