કર્મયોગ – અધ્યાય ( ૩ )

અર્જુન કહે છે :

કર્મ થકી જો શ્રેષ્ઠ હો પ્રભો, ખરેખર જ્ઞાન,
યુદ્ધકર્મમાં કેમ તો ખેંચો મારું ધ્યાન ?

મોહ પમાડો કા મને, એક કહોને વાત,
એક જ વાત કહો મને, ધન્ય કરૂં કે જાત

શ્રી ભગવાન કહે છે :

જ્ઞાન ને યોગ
સંસારે બે રસ્તાઓ
શ્રેય માટેના

જ્ઞાની ને યોગીતણા આ સંસારે બે,
જુદા જુદા માર્ગો કહ્યા શ્રેયતણા છે મેં,

अर्जुन उवाच

ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन ।
तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥

भावार्थ : अर्जुन बोले- हे जनार्दन! यदि आपको कर्म की अपेक्षा ज्ञान श्रेष्ठ मान्य है तो फिर हे केशव! मुझे भयंकर कर्म में क्यों लगाते हैं? ॥1॥

व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे ।
तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्‌ ॥

भावार्थ : आप मिले हुए-से वचनों से मेरी बुद्धि को मानो मोहित कर रहे हैं। इसलिए उस एक बात को निश्चित करके कहिए जिससे मैं कल्याण को प्राप्त हो जाऊँ ॥2॥॥

श्रीभगवानुवाच

लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ ।
ज्ञानयोगेन साङ्‍ख्यानां कर्मयोगेन योगिनाम्‌ ॥

भावार्थ : श्रीभगवान बोले- हे निष्पाप! इस लोक में दो प्रकार की निष्ठा (साधन की परिपक्व अवस्था अर्थात पराकाष्ठा का नाम ‘निष्ठा’ है।) मेरे द्वारा पहले कही गई है। उनमें से सांख्य योगियों की निष्ठा तो ज्ञान योग से (माया से उत्पन्न हुए सम्पूर्ण गुण ही गुणों में बरतते हैं, ऐसे समझकर तथा मन, इन्द्रिय और शरीर द्वारा होने वाली सम्पूर्ण क्रियाओं में कर्तापन के अभिमान से रहित होकर सर्वव्यापी सच्चिदानंदघन परमात्मा में एकीभाव से स्थित रहने का नाम ‘ज्ञान योग’ है, इसी को ‘संन्यास’, ‘सांख्ययोग’ आदि नामों से कहा गया है।) और योगियों की निष्ठा कर्मयोग से (फल और आसक्ति को त्यागकर भगवदाज्ञानुसार केवल भगवदर्थ समत्व बुद्धि से कर्म करने का नाम ‘निष्काम कर्मयोग’ है, इसी को ‘समत्वयोग’, ‘बुद्धियोग’, ‘कर्मयोग’, ‘तदर्थकर्म’, ‘मदर्थकर्म’, ‘मत्कर्म’ आदि नामों से कहा गया है।) होती है ॥3॥

બીજા અધ્યાયમાં જ્ઞાની વિશે વાત કરી અને સમજાવ્યું કે કેવી રીતે ઈંદ્રોયો અને મન ઉપર કાબુ મેળવીને બુદ્ધિને સ્થિત પ્રજ્ઞ બનાવીને તે પરમ શ્રેય રુપી બ્રહ્મને પામે છે.

સાથે સાથે અર્જુનને સંન્યાસી થઈ જવું છે અને યુદ્ધ કરવું નથી તો તેને કહે છે કે તારે માટે યુદ્ધ જ કલ્યાણ રુપ છે. આવી જુદી જુદી વાતથી અર્જુન મુંઝવણમાં મુકાઈ જાય છે. પુછે છે કે એક બાજુથી તમે જ્ઞાનને વખાણો છો અને બીજી બાજુ મને આવા ઘોર કર્મમાં જોતરો છો તો એક નિશ્ચિત વાત કરો કે જેથી મ્હારું કલ્યાણ થાય.

શ્રી કૃષ્ણ કહે છે કે શ્રેય પ્રાપ્ત કરવાના મુખ્ય બે ધોરી માર્ગ છે. ૧. જ્ઞાનનો અને ૨. યોગનો. બંને રસ્તાઓ પરમ શ્રેય રુપી બ્રહ્મ સુધી પહોંચાડનારા છે. આગળ જ્ઞાન માર્ગની વાત થઈ ગઈ છે તેથી હવે પછી કર્મયોગની વાત કહેવામાં આવશે. સાધકની યોગ્યતા પ્રમાણે શ્રેય માટે અનેક માર્ગો હોય છે. શ્રી કૃષ્ણે ભગવદ ગીતામાં મુખ્ય બે માર્ગો કહ્યાં છે. ૧. જ્ઞાન યોગ અને ૨. કર્મયોગ.