મોહ રહિત
અંતે જે બ્રહ્મસ્થિત
તે મુક્તિ પામે

બ્રાહ્મી સ્થિતિ આ મેળવી મોહિત ના કદી થાય,
મરણ સમે તેમાં રહ્યે મુક્તિ મારગ જાય.

એषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति ।
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥

भावार्थ : हे अर्जुन! यह ब्रह्म को प्राप्त हुए पुरुष की स्थिति है, इसको प्राप्त होकर योगी कभी मोहित नहीं होता और अंतकाल में भी इस ब्राह्मी स्थिति में स्थित होकर ब्रह्मानन्द को प्राप्त हो जाता है ॥72॥

આગલાં શ્લોકમાં જણાવી દીધું છે કે જેમના અહં અને મમ એટલે કે હું અને મ્હારું છુટી ગયાં છે. તે તો જીવતાં જ મુક્તિનો એટલે કે જીવનમુક્ત દશાનો આનંદ માણે છે. જે વ્યક્તિને જીવન મુક્તિનો અનુભવ થયો નથી પણ છતાં જેની બ્રહ્મમાં નીષ્ઠા છે અને શાસ્ત્ર અને શ્રુતિ પર વિશ્વાસ છે તે મોહ રહિત તો હોય છે પણ છતાયે તેવું બને કે તેણે સમાધી અવસ્થાનો અનુભવ ન લીધો હોય. તેવી વ્યક્તિએ જો અંત કાળે બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં શરીર છોડે તો તેને હવે કશી ઈચ્છા તો હોતી નથી તેથી નવો દેહ ધારણ કરવાનું તેને કશું પ્રયોજન નથી. વળી બ્રહ્મનિષ્ઠાને લીધે તેણે જે નિષ્કામ કર્મો કર્યા હોય તેને લીધે નવું કર્માશય બંધાણું નથી અને જ્ઞાન નીષ્ઠાને લીધે તેનું જે સંચિત હોય છે તે ભોગવવાની તેને સ્પૃહા રહી નથી હોતી. આવી વ્યક્તિના સંચિત પુણ્યો તેમના પ્રશંસકોમાં વહેંચાઈ જાય છે અને સંચિત પાપો તેમના નીંદકોમાં વહેંચાઈ જાય છે. અને જેમ Recyacle Bin ખાલી થઈ જાય તેમ તેનું કર્માશય ખાલી થઈ જાય છે. સ્થુળ શરિર અહીં પંચ મહાભૂતમાં મળી જાય છે. સુક્ષ્મ શરિર સમષ્ટિ પ્રકૃતિમાં મળી જાય છે. કારણ શરિર સમષ્ટિ અવિદ્યા અથવા તો માયામાં ભળી જાય છે. અને આત્મા તો બ્રહ્મ સાથે એકરુપ હતો જ. મૃત્યું તેના માટે પરમ મહોત્સવ બની જાય છે અને તે વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે.

આ સાથે ઈન્ટરનેટ દેશે, વર્ડપ્રેસ ખંડે, મધુવન ક્ષેત્રે સરળ ગીતા ( હાઈકુ ) ના બીજા અધ્યાયની ટીકા આગંતુક મહારાજ દ્વારા પૂર્ણ થઈ.

Advertisements