પાણી – વિષયે
સમુદ્ર – નિર્વિકારી
નહીં અશાંત

સમુદ્ર પાણીથી બને જેમ કદી ન અશાંત
તેમ કામનાથી રહે નિર્વિકાર ને શાંત

आपूर्यमाणमचलप्रतिष्ठं-
समुद्रमापः प्रविशन्ति यद्वत्‌ ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे
स शान्तिमाप्नोति न कामकामी ॥

भावार्थ : जैसे नाना नदियों के जल सब ओर से परिपूर्ण, अचल प्रतिष्ठा वाले समुद्र में उसको विचलित न करते हुए ही समा जाते हैं, वैसे ही सब भोग जिस स्थितप्रज्ञ पुरुष में किसी प्रकार का विकार उत्पन्न किए बिना ही समा जाते हैं, वही पुरुष परम शान्ति को प्राप्त होता है, भोगों को चाहने वाला नहीं ॥70॥

જે કામનાથી રહિત છે તેની પાસે અનેક પ્રકારના વિષય ભોગો આવે તો તે વિચલીત થતો નથી. જેવી રીતે વર્ષાઋતુમાં નદીઓના જળ સમુદ્રમાં ભળે છે તો સમુદ્ર પોતાના કાંઠાઓની મર્યાદા છોડતો નથી તથા ઉનાળામાં સુર્યની ગરમીથી પાણીનું બાષ્પી ભવન થઈ જતાં પાણી ના વાદળો બંધાઈ જાય છે તો તે ઘટી જતો નથી તેવી રીતે જે સ્થિત પ્રજ્ઞ છે જેનો ઈંદ્રિયો પર કાબુ છે તે તેની સમક્ષ વિષયો આવે તો લોલુપ થતો નથી કે વિષયો ચાલ્યાં જાય તો દુ:ખી થતો નથી.

જે કામનાથી ભરપુર હોય છે. અને સતત અનેક પ્રકારની ઈચ્છાઓ કર્યા કરે છે તે એક ઈચ્છા પુરી ન થાય તો દુ:ખી થઈ જશે અને પુરી થશે તો પાછી બીજી ઈચ્છા કરશે. સતત ઈચ્છાઓ દ્વારા તેનું મન ચંચળ રહેશે. તેવી કામનાઓથી ભરપુર વ્યક્તિ કદી શાંતિ પામતી નથી.

જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિત છે તે તો જુવે છે કે પરમાત્મ તત્વમાં કશી વધ ઘટ થતી નથી. તેવી રીતે પ્રકૃતિની યે કુલ શક્તિનો સરવાળો તો અચળ જ રહે છે. માત્ર એક શક્તિ બીજી શક્તિમાં રુપાંતરીત થાય છે. તેથી વિષયો આવે કે જાય તેની બુદ્ધિ તો સતત પરમાત્મામય જ રહે છે. અનુકુળ વિષયો આવે તો તે હરખાઈ જતો નથી કે પ્રતિકુળ વિષયો આવે તો દુ:ખી થતો નથી. તેવી રીતે અનુકુળ વિષયો ચાલ્યાં જાય તો શોક કરતો નથી કે પ્રતિકુળ વિષયો ચાલ્યાં જાય તો રાજી થતો નથી. બાહ્ય વિષયો આવે અને જાય તેને તે માત્ર સાક્ષી ભાવે જોવે છે.

ટુંકમાં જે સ્થિતપ્રજ્ઞ છે તે બધી પરિસ્થિતિમાં વિકાર રહિત શાંત રહે છે પરંતું જેની વિષયોમાં સુખ બુદ્ધિ છે તે સતત વિષયોનું સેવન કરીને ચંચળ અને અશાંત બની જાય છે.

Advertisements