ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Monthly Archives: જાન્યુઆરી 2012

લોક જે રીતે
વસ્ત્ર બદલે, તેમ
આત્મા શરીર


જૂના વસ્ત્રો તજી ધરે નવીન વસ્ત્રો લોક,
તેમ દેહ ધારે નવો આત્મા ન કર શોક.


Advertisements


ભારતીયત્વ
જાતિ, ભાષા ને ધર્મ
એક ત્રિરંગોદોસ્તો,

ભાવનગરના પૂણ્યશ્લોક રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે, મૂર્ધન્ય અને વિચક્ષણ દિવાન શ્રી પ્રભાશંકર પટ્ટણીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે તેવે વખતે ભારતના ૬૩માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભાવસભર ભાવનગરને આંગણે લોક લાડીલા અને વિકાસના પ્રણેતા એવા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉજવે તેનાથી વધારે આનંદની વાત ભાવેણાના ભાવકો માટે બીજી કઈ હોઈ શકે?

આજે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટનું ભૂમી-પૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે અને ત્યાર બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ અને તેનું લોકાર્પણ પણ તેમના હસ્તે થાય તેવી અપેક્ષા પણ લોકહૈયે જરુર હોય જ.

મુખ્યમંત્રીશ્રીના આગમનના અવસરને વધાવવા શહેરના બગીચાઓને સુસજ્જ કરવામાં આવ્યા છે. ગઈકાલે શ્રી પુરુષોતમ ઉપાધ્યાય / ગૌરાંગભાઈ વ્યાસ અને અંકિત ત્રીવેદી તથા ઐશ્વર્યા મજમુદાર વગેરે જાણીતા કલાકારો ભાવનગરના આંગણે પધારીને ’સાત સૂરોના સરનામે’ કાર્યક્રમ અંતર્ગત ભાવેણાને સૂરોમાં ભીંજવી ચૂકવ્યા છે. આજે કુપોષણ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩૮૦૦૦ લોકો રેલીમાં ભાગ લઈને કુપોષણ વિરુદ્ધ અભીયાનને મજબુત બનાવવા હાકલ કરશે.

માનનીય રાજ્યપાલ શ્રી કમલાજી તથા માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની બે દિવસની હાજરી તથા અનેક કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ ભાવનગર માટે તેમ જ સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાઈ અને પ્રોત્સાહક બની રહેશે.

આખુંયે ભાવનગર આ દિવસોમાં એક અજબ ઉત્સાહથી ચેતનવંતુ બની ગયું છે. રાત્રે જાણે નવોઢાએ શણગાર સજ્યાં હોય તેમ સમગ્ર ભાવનગર રોશનીથી ઝળહળી ઉઠે છે ત્યારે અબાલવૃદ્ધ સહુ નગરજનોની આંખમાં હરખના ઝળઝળીયા આવે છે.અજ નિત્યાત્મા
અવિનાશીને જાણ્યે
ન વેર-શોક


અવિનાશી અજ નિત્ય જે આત્માને જાણે,
તે કોને મારી શકે, મરાયેલાં માને?અજરામર
નિત્યાત્મા સનાતન
ન મારે-મરે


આત્મા ના જન્મે મરે, હણે નહીં ન હણાય,
નિત્ય સનાતન છે કહ્યો, અનાદિ તેમ સદાય.Posted By: Atul

મીત્રો,

ભાવનગરમાં સૂરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત અથવા તો રામદાસ આશ્રમમાં કે શ્રી ઝીણારામ બાપુની જગ્યામાં કે કોઈ સત્સંગ વખતે શ્રી પલ્લવીબહેન મહેતા આ રચના ક્યારેક ગાતા હતા. તેની એક કડી યાદ છે. બાકીની કડી કોઈને ખબર હોય તો કહેજો. વાસ્તવમાં આત્મામાં દ્વૈત સંભવતું નથી. ઈશ્વરને એકલા એકલાં ગમતું નહોતુ તેથી તેમણે સંકલ્પ કર્યો કે :

એકોહં બહુ સ્યામ |

હું એકલો છું અનેક રુપે આવિર્ભાવ પામું. તેમણે પ્રકૃતિનો આધાર લઈને જીવ અને જગતની રચના કરી. હવે આ રચનામાં જીવો બરાબરના મશગુલ બની ગયાં છે. કોઈ કોઈ જ્યારે આ રમત / નાટક / સ્પર્ધા / મારામારી વગેરેથી કંટાળે ત્યારે ફરી પાછો પોતાના આત્મ સ્વરુપની ખોજ શરુ કરે અને છેવટે જ્ઞાન / ધ્યાન ની પરમોચ્ચ અવસ્થાએ અનુભવે છે કે હું પહેલા એ એકલો હતો / અત્યારે ય એકલો છું અને ભવિષ્યમાં યે એકલો જ રહેવાનો છું. આ ભીન્ન ભીન્ન દેખાતા અનેક સ્વરુપો તો મારા પ્રતિબિંબ માત્ર છે અને આ સર્વમાં અનેક રુપે માત્ર હું એકલો જ વિલસી રહ્યો છું. 🙂

નરસૈયો કહે છે ને કે :

જાગીને જોઉ તો જગત દીસે નહીં
ઉંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચૈતન્ય વિલાસ તદૃપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે

આપણે જોઈએ મને ગમતી તે રચનાનો થોડો અંશ :


આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો

કોણે તને આ જીવન પથ પર આજ સુધી રોકેલો?
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો

ક્યાંથી આવ્યો ક્યાં જવાનો હોતું નક્કી કાઈં નથી
લાખ મળે શિરપાવ ભલે તો યે તારી રાખની કિંમત કાંઈ નથી
ઓળખી લે તારા આતમને – એકાંતે તું એકલો

આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો
આ જગની પગદંડી પર તુ મુસાફીર એકલો