મોર્નીંગ વોક
બેફામ ડ્રાઈવીંગ
ગંભીર ઈજા


આજે સવારે એક જોરદાર ધડાકો થયો. અમે ઉંઘમાંથી સફાળા બેઠા થઈ ગયાં અને રસ્તા પરથી આવેલા અવાજની દિશામાં દોડ્યાં. ચારે બાજુ પાણીના છાંટા, ધુમાડો, તીવ્ર ગંધ, એક ટોળું, બેભાન દાદા, ટીન એજરની ફરતે ટોળાની બુમા બુમ.

શું થયું? શેનો અવાજ થયો? આ ટોળું શા માટે ભેગું થઈ ગયું? દાદા કેમ બેભાન છે? આ ટીન એજરને લોકોએ શા માટે મારવા લીધો છે?

તપાસ કરતાં ખબર પડી કે : સવારના પહોરમાં બે ટીન એજરો આધુનિક કાર લઈને બેફામ ગતીએ રસ્તા પર નીકળી પડ્યા હતાં. એકા એક શું થયું કે કાર ચાલકે બ્રેક મારી, ગાડી એટલી સ્પીડમાં હતી કે ડાબી બાજુ ચાલતી હતી (ભારતમાં વાહનો ડાબી બાજુ ચાલે) તે જાણે અમેરીકા હોય તેમ સ્ટીયરીંગ ઘુમાવીને જમણી બાજુની ફુટપાથ પર ચડી ગઈ. ફુટપાથ પર ગાયોને પાણી પાવા માટે ભરી રાખેલી સીમેન્ટ કોંક્રીટની મજબુત પાણીની ટાંકીને ધડાકાભેર તોડી પાડી, આગળ વધીને લીમડાના વૃક્ષ સાથે અથડાઈ અને બાકી હતું તો મોર્નિંગ વોકમાં નીકળેલા દાદાને અડફેટે ચડાવીને ઉડાડી મુક્યાં.

દાદા બેભાન, વૃક્ષ છોલાયું, ટાંકીના ટુકડે ટુકડા, બે માંથી એક છોકરો ગાયબ અને બીજાની પાછળ ટોળું. ૧૦૮ આવી બેભાન દાદાને લઈ ગઈ.

મારા મનમાં ઘણાં પ્રશ્નો ઉઠ્યા. તમારા મનમાં ઉઠ્યા? કેવા કેવા ઉઠ્યા?


Advertisements