દોસ્તો,

બાળકો સાથે હું હજુ આજે સવારે સુરતથી આવી. સુરત શું કામ? તેમ પુછો છો? અરે ભાઈ – મારી બહેન સુરત રહે છે. બાળકો ત્યાં ફરવા ગયેલા. મારા મામાજીના દિકરાના દિકરાની જનોઈ હતી તો તેમાં હાજરી આપવા અને સુરતના સહુ સગા વહાલાઓને મળી લેવાય તે માટે ગઈ હતી. બાકી તો તમે જાણો છો ને કે હું અતુલને રેઢો મુકીને ક્યાંય નથી જતી. તેની આંખની તકલીફ તો ખરી પણ પાછો તે ભોળો યે બહુ છે તેથી મારે તેનુ બહું ધ્યાન રાખવું પડે છે.

આજે બાલદિન. આપણાં નહેરુ ચાચાનો જન્મ દિવસ. નવું તો કશું તૈયાર તમારે માટે નથી કરી શકી તો પહેલાનું જ એક ગીત સંભળાવી દઉ. ચાલશે ને?


આપણે ગઈકાલે શાત્ઝી વિશે જાણ્યું. શાત્ઝી અમારા પરિવારની એક સભ્ય બની ગઈ છે. “મધુવન” માં આનંદથી રમતી શાત્ઝી અને બાળકોને માણીએ આ મસ્ત મસ્ત ગીત હુતુતુતુ ની સાથે…..


હુતૂતૂતૂ… જામી રમતની ઋતુ

હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ
જામી રમતની ઋતુ

આપો આપ એક મેકના થઈને ભેરુ સારું
જગત રમતું આવ્યું ને રમે છે હુ તૂ તૂ તૂ તૂ
તેજ ને તિમિર રમે… હુ તૂ તૂ તૂ હુ તૂ તૂ તૂ
પાણી ને સમીર રમે… હુ તૂ તૂ તૂ હુ તૂ તૂ તૂ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંત ને ફકીર રમે
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીરથી ખમીરનો ખેલ રે મંડાયો ભાઈ
હોય જગ જાગતું કે હોય જગ સૂતું
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

મનડાની પાછળ મન દોડે તનડું તનને ઢુંઢે
ધનની પાછળ ધન દોડતું પ્રપંચ ખેલી ઊંડે
જાત જાત ભાત ભાતના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લૂટું ?
હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ…

ભેરુ તો દેખાવ કરીને ખેલ ખેલતા ઊંચે શ્વાસે
પરને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ધરી સંસારની કેડી માથે
ખાકના ખિલોના રમે સાચું અને જૂઠું


સ્વરઃ મહેન્દ્ર કપૂર
ગીતઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
ચિત્રપટઃ સાત કેદી (૧૯૮૬)


Advertisements