અમારા રસિકકાકા એટલે શ્રી રસિકભાઈ ઝવેરી. તેમની મુળ અટક ઠક્કર પણ ધંધો હીરા-ઝવેરાત નો એટલે ઝવેરી અટક થઈ ગયેલી.

આપણા સહદેવભાઇના તે સગા ફૈ નાં દિકરા એટલ કે મુ. કપિલભાઇ અને રામુભાઇ (શાહબાઝ) ઠક્કર ના સગા મામા. રસિકભાઈ મુળ ભાવનગરના.

મારા બાપુજી ના તે ખુબ અંગત મિત્ર,બાળ ગોઠીયા.બન્નેના સ્વભાવ મા ક્યાંય મેળ નહી.મારા પિતા ચુસ્ત ગાંધીવાદી,સામાન્ય રીતે ગંભીર, કરકસર કરનારા અને મિતભાષી. તે હિસાબે, રસિકકાકા બોલકા, સારા કપડાના શોખીન, ગજવામા ૧૦૦ રુપીયા હોયતો ૧૦૫ ખર્ચે, કોઇની સાડીબાર ન રાખે. રસિકકાકા નાં સંતાનો મારા બાપુજીને કાકા કહે અને તે સબંધે તેઓ પણ કાકા કહેતા.

અહી થોડા અંગત સ્મરણ લખું છું.

હું ત્યારે ૧૦/૧૨ વર્ષ નો, રસિકકાકા મને રોજ એમનુ પાન લેવા મોકલે. એમ કરતા કરતા મને પણ પાનનો ચસ્કો લાગ્યો. પૈસા તો આપવાના હતા નહી.,મહિને કાકા પૈસા ચુકવવાગ્યા ત્યારે તેમને ભૈયા ને પુછ્યું ” ઇતના કૈસે હો ગયા ?ક્યા પાન મહેંગા હો ગયા હે? “

ભૈયો કે ” નહી બાબુજી વો તો તુમ્હારા લડકા ભી ખાતા હે ઇસ લીયે” પૈસા ચુકવી ઘેર આવ્યા. મને કે ” તારા બાપને ખબર પડશે મારશે. જો દિકરા મોજ શોખ પોતાની કમાણી માથી થાય, પારકે પૈસે નહિ ” આ શિખામણે મને જીવન વ્યવહારનો પહેલો પાઠ ભણાવ્યો.

રસિકકાકાને ખાણી પીણીનો શોખ. કોઈવાર સાથે અમે બ્રેબોન સ્ટેડીયમ સામેની ‘પુરોહિત’ હોટલ માં જમવા જટા. તે જમાનામા આ હોટલમા ચાંદી નાં થાળી /વટકા માં ગુજરાતી ખાણુ પીરસાતુ.

અમે બેસીયે ને વેઈટર આવે એટલે કાકા સૌ પહેલા તેને ૨૦/ ૩૦ ની નોટો પકદાવીદે. હુ પૂછું “કાકા ટીપ તો પછી આપવાની હોય” તો કહે, “પછી આપવી જ હોયતો પહેલા જ આપવી , હવે જોજે એ ખુશખુશાલ થઈને પીરસ્સશે, આપણી રોટલી ગરમા ગરમ આવશે.જો બક્ષીશ આપવી તો હસતા મોએ આપવી અને તેણે ધાર્યું હોય તે કરતા સહેજ વધુ આપવી.”

મે નોકરી શરુ કરી પછી મેટ્રો થીએટરમા એમની સલાહથી “ગોન વિથ ધ વીન્ડ” જોવા ગયો. પછી મળ્યા ત્યારે એમને કહ્યું, ” ફિલમ જોઇ આવ્યો? કયા ક્લાસમા બેઠો’ તો ? ” મેં કહ્યું સ્ટોલમા ( નીચેનો ક્લાસ) . મને કે” ઓછી ફિલમ જોવી, પણ સારી જોવી અને તે પણ ડ્રેસ સરકલમા બેસીને. તારો પ્રવિણચંદ્ર ગાંધી ( દેનાબેકના મલિક) પણ બાજુમા બેઠો હોય ! તેણે પણ લાગે ને તારો ટેસ્ટ પણ જેવો તેવો નથી.”

મેં કહ્યું તેમ રસીકાકા ખાણીપીણી ના પણ શોખીન .એક્વાર એમને ત્યા રંગત જામી હતી. એક ભાઈબંધ કહે, ” રસિક ,હવે રેવા દે , ચડી જશે.”

કાકા કે ” અરે ભાઈ ચડે એટલે તો પીવ છું ,બાકી ઘરમા દુધ ને પાણી ઓછા નથી”

કાકાની મોટી દિકરી એટલે ભાનુ. તેણે સામાયીક શરુ કર્યું ,”ગ્રંથાગાર”, થોડાજ વખતમા તે ખુબ લોકપ્રિય થયું હતું. શ્રી ઉમાશંકર જોશી પણ મારા પિતા, શ્રી મહીપતભાઈ પંડ્યાના મિત્ર. મુંબઈ માં હોઇ ત્યારે ઘરે પણ આવે. એ આવે ત્યારે ઘરમાં મહેફિલ જેવું લાગે. રસિકકાકા પણ આવ્યા હોઇ. બીજા સાહિત્ય રસિકો બેઠા હોઇ.

પોતાના સ્વભાવ અનુસાર રસિકકાકા એ ટીખળ કરી.

” જુઓ મહિપતકાકા, આ ઉમાંશંકરભાઈ નાં “સંસ્કૃતિ” માસિક કરતા અમારા “ગ્રંથાગાર” નું સર્ક્યુલેસન વધારે”. રસિકકાકા મારા પિતશ્રી ને ખીજવવાનો એકે મોકો ન છોડે.
“કોનું સર્ક્યુલેસન વધારે છે તેના આકાડાતો તો ઓડીટ બ્યુરો વાળા જ આપીશાકે.” ઉમાશંકરભાઈએ શાંતિ થી પ્રત્યુત્તર આપ્યો. પણ રસિક કાકા એમ છોડે તેવા નહાતા અને ચર્ચા આગળ ચાલી.

મારા પિતાજી એ વચ્ચે પડી બંનેને દલીલો કરતા અટકય્વ્યા અને કહ્યું, ” ભાઈ રસિક તને ખબર છે .. તમારા ગ્રંથાગાર અને ઉમાશંકરનાં સંસ્કૃતી કરતા ગોળીબાર નાં “ચક્રમ” નું સર્ક્યુલેસન વધારે છે..”

રસિકકાકા કે “તમને પ્રશ્નોરાને બોલવામા નહી પહોંચાય!”

એક્વાર રસિકકાકા કે ” ચાલો કાકા યુરોપ ફરી આવીએ” એમના પત્નિ મદનકાકી કે ” હું ને રમાબેન(મારી બા) પણ આવશું” મારા બાપુજી કહે “તમે બેય અહી છો પછી અમારે અહીંજ યુરોપ છે “

૧૯૪૭ ની સાલ મુંબઈ મા ક્યાય રહેવા ઘર ન્ મળે.અમે ભારતીય વિદ્યા ભવન સામે સેનેટોરીયમ મા રહીયે.ત્યા પણ મુદત પુરી થઈગયેલી એટલે ખાલી કરવુ પડે તેમ હતું . એક સવારે રસિક કાકા આવી પહોચ્યા અને કહે, ” મારી સાથે ચાલો , કાકા ઘર મળી ગયું છે.ટેમ્પો લાવ્યો છું.”

અમે સૌ સમાન સાથે ટેમ્પોમા ગોઠ્વાયા.”પણ જવાનુ ક્યા છે રસિક ?”

” તમે કાકા લપ મુકોને ,ચાલો” રસિકકાકાએ ટેમ્પા વાળાં ને ચલાવાનું કહ્યું. ટેમ્પો સીધો નંબર ૪ ચોપાટી રોડ, તેમના ઘર સામે ઉભો રહ્યો.

‘પણ રસિક તારા ઘરમા ક્યાં જ્ગ્યા છે? “

“મહિપતકાકા ઘરમા જગ્યા નથી દિલમા તો છે ને ?” રસિકકાકા એક મંદ સ્મિત સાથે જવાબ આપ્યો.

અમે પુરા લગભગ છ મહિના બે રુમ રસોડામા સાથે રહ્યા.

આવા હતા અમારા રસિકકાકા..


સૌજન્ય: ભાવનગરી ગૃપ


Advertisements