દોસ્તો,

આ મધુવનના ગણપતિ આપ નિહાળી રહ્યા છો તેનો ઈતિહાસ છે. હું અને મમ્મી (સાસુ) આ ગણપતિની મૂર્તિના રંગ રોગાન થોડા ઉડી જવાથી એક મંદિરે મૂકવા ગયેલા. પરંતુ ત્યાંના મહારાજે અમને આ તૂટી-ફુટી મૂર્તિ અહીં નથી મૂકવાની તેમ કહ્યું એટલે અમે એ મૂર્તિ પાછી લઈ આવ્યા.

વળી પાછા એ મૂર્તિ પધરાવવાનો વિચાર કર્યો પણ એ મૂર્તિને બહાર જવું જ ન હતુ. અંતે એક વખત સાફ સફાઈ કામ કરતા તે મૂર્તિને રંગ-રોગાન કરી ફરી જીવંત બનાવવાની પ્રેરણા થઈ.

મેં અને મારા નણંદે ફરી તેના પર રંગ કરી સુંદર રૂપ આપ્યું ત્યારથી અમે આ દસ દિવસ આ મૂર્તિનું સ્થાપન કરી તેનું પૂજન-અર્ચન કરીએ છીએ. પણ હા, દસમાં દિવસે તેને જળમાં પધરાવવાને બદલે તેને તેના સ્થાન પર મૂકી દઈએ છીએ અને ગાઈએ છીએ.

ગણપતિ બાપા મોરીયા
અગલે બરસ તુ જલ્દી આ

આમ તો આ મૂર્તિને જળમાં પધરાવી દેવામાં આવે છે પણ શા માટે? તેની પાછળનું મહત્વ શું છે? જો આપને ખબર હોય તો જરૂર જણાવશો.


Advertisements