દોસ્તો,

મારા નાનીમા અને માસી પૂના રહેતા હતા તેથી હું તો નાનપણમાં પૂના ઘણું રહી છું. મારી ઈચ્છા એક વખત અતુલને પૂના ફરવા લઈ જવાની હતી તે આ વર્ષે પુરી થઈ. મારા માસીના ઘરથી પૂણેના પ્રસિદ્ધ ગણપતિ દગડું શેઠનું મંદિર સાવ ચાલીને જવાય તેટલું નજીક છે. એવું કહેવાય છે કે શ્રદ્ધા પૂર્વકની ભાવનાઓને પૂર્ણ કરવાનું શ્રી દગડું શેઠ સામર્થ્ય પુરુ પાડે છે.


રાગદ્વેષને છોડતાં વિષયો સેવે જે,
સંયમને સાધી સદા પ્રસાદ પામે તે

તે પ્રસન્નતાથી થતો સર્વ દુ:ખનો નાશ,
પ્રસન્નતાથી થાય છે મનમાં સ્થિરતા વાસ.

સમુદ્ર પાણીથી બને ના કદી અશાંત,
તેમ કામનાથી રહે નિર્વિકાર ને શાંત.

તે જ શાંતિને મેળવે, તૃષ્ણાના જેને,
અહંકાર મમતા તજે, શાન્તિ મળે તેને.

બ્રાહ્મી સ્થિતિ આ મેળવી મોહિત ના કદી થાય,
મરણ સમે તેમાં રહ્યે મુક્તિ મારગ જાય.


આ ગણેશોત્સવ નીમીત્તે શ્રી દગડું શેઠને પ્રાર્થના કરીએ કે આપણા સહુની મનોકામના પૂર્ણ થાય અને સહુના જીવનમાં પ્રસન્નતા છલકાતી રહે.


Advertisements