દોસ્તો,

શ્રાવણનો આજે છેલ્લો દિવસ. મેં અને અતુલે આખો શ્રાવણ મહિનો રુદ્રીનો પાઠ કર્યો તથા ભોળાનાથને સ્નાન કરાવ્યું, તીલક કર્યા, અક્ષત ચોખા ચડાવ્યા, જવ, તલ, દુધ વગેરે દ્રવ્યોની ભાવપૂર્વક તેમના મસ્તક પર વર્ષા કરી અને બીલીપત્રો ચડાવ્યા. બીલી તો દાદાની વાડીમા ઉગી છે તેથી તે પ્રાપ્ત કરવામાં કશી મુશ્કેલી ન પડી – નહીંતો શ્રાવણમાં બીલીપત્રો મેળવવા મુશ્કેલ 🙂

પ્રભુજી આખો શ્રાવણ માસ સ્નેહ-સભર વરસતાં રહ્યાં અને આવીને આવી કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના. આજની આ પ્રાર્થનાથી આ શ્રાવણ પર્વને સમાપ્ત ઘોષીત કરીએ. અને હા, આવતીકાલથી લોકલાડીલા ગણેશજીના સ્વાગતની તૈયારી શરું કરશું ને?


હે પ્રભુ આનંદ દાતા
જ્ઞાન હમકો દિજીએ……….
શીધ્ર સારે અવગુણો કો
દૂર હમસે કીજિએ ……….
હે પ્રભુ …………

પ્રેમ સે હમ ગુરુ જનોકી
નિત્ય હી સેવા કરે ……….
સત્ય બોલે, જુઠ ત્યાગે…..
મેલ આપસ મે કરે …….
હે પ્રભુ ……………

નીંદા કીસીકી, હમ કીસી સે ……..
ભૂલ કર ભી ના કરે ……..
દિવ્ય જીવન હો હમારા
તેરા યશ ગાયા કરે ………
હે પ્રભુ …………

લીજિએ હમ કો શરણ મે
હમ સદાચારી બને
બ્રહ્મચારી, ધર્મરક્ષક,
વીર, વ્રતધારી બને
હે પ્રભુ આનંદ દાતા ………


સૌજન્ય: શ્રેયસ વિદ્યાલય – વડોદરા


Advertisements