દોસ્તો,

આઝાદી પછીએ વર્ષો સુધી આપણે ભ્રષ્ટાચારના ભોરીંગથી ડસાતા રહ્યાં છીએ. આજે હવે પ્રભાતના કશાક કીરણો દેખાઈ રહ્યાં છે. ભલે એક દિવસમાં ભ્રષ્ટાચાર નાબુદ નહીં થાય પણ

ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય
માલી સીંચે કેવડા ઋતુ આયે ફલ હોય

તે ન્યાયે અણ્ણાજીના આંદોલનને તનથી / મનથી / ધનથી અને છેવટે તેમાંથી કશું ન થઈ શકે તો હ્રદયથી ટેકો આપીએ તો ધીરે ધીરે બદલાવ ચોક્ક્સ આવશે. તમને શું લાગે છે?


અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !

સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ ગીત ગાનાર ! અમે

નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર ! અમે

પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ રસ પાનાર ! અમે

જાગો ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર ! અમે


સૌજન્ય:લયસ્તરો


Advertisements