દોસ્તો,

આજે શ્રાવણી પુનમ, બળેવ અને રક્ષાબંધનનો તહેવાર છે. આસ્થા હંસ: ને, હું આશીષને અને હેમાબહેન આવીને અતુલને રક્ષા બાંધશે. આપણી સંસ્કૃતિના તહેવારો અનેરા છે જે કુટુંબને એક તાંતણે બાંધી રાખતી સ્નેહ-કડીઓ જેવા છે. આપ સહુ બહેનોના મનમાં પણ તમારા ભાઈઓ પ્રત્યે જરૂર મંગલ કામના હશે અને આપ સહુ ભાઈઓ પણ બહેનની મુશ્કેલીના સમયે ચોક્કસ જ તેની મદદે દોડતા હશો – તો આ પરંપરા જાળવી રાખશોને?


કુમ-કુમ કેરા તિલક અને ચાર દાણા ચોખા,
આરતી ની થાળી સાથે પકવાન અનોખા,

બાંધુ આજે હું તો વિરલા ને રાખડી,
ભાવ થી ભરાઇ આવે બેવ ની આંખડી,

હેત ના ઘુટડા ને મીઠાઇ ના ટુકડા,
ક્યારેય ના આવે તને જીવનમા દુખડા,

કેટલી અંચઇ તારી ને કેટલા તોફાન,
રોજ-રોજ તુ પકડાવતો મારા કાન,

તારા વાંક પર પડતી વઢ મને,
બહુ ડાહ્યો ને લાડકો ગણે સહુ તને,

થઇ ગયા હવે બેવ સમજદાર,
તે પણ સંભાળ્યો હવે જીંદગી નો ભાર,

હસતો રહેજે આમ જ સદાય,
બની ને રહેજે માત-પિતા ની સહાય,

હું તો મુકી ને ગઇ ચાર થાપા દરવાજે પણ,
લક્ષ્મી જેવી લાડી લાવી તુ ઘર આંગણ સજાવજે.


સૌજન્ય: દિવ્ય-ભાવ


Advertisements