દોસ્તો,

આ રચનાના રચનાકાર અજ્ઞાત છે – કોઈને ખબર હોય તો જણાવશો.


ધુમ્મસ છે ચારે બાજુ ને પછી તું છે (૩)
હવા છે ચોગમને, ખુશ્બુ તરીકે તું છે

સુવાળપ ચોરાઇ ગયાની, ફરિયાદ હતી રેશમની…
કહે છે કે તેમા શકમંદ તરીકે તું છે…
ધુમ્મસ છે ચારે બાજુ ને પછી તું છે

લજામણી થોડી બેશરમ થતી જાય છે હવે…
એવુ બન્યાનુ કારણા લજ્જાશીલ તું છે…
ધુમ્મસ છે ચારે બાજુ ને પછી તું છે

હવે મેઘધનુષે રંગોની શોધ આરંભી છે…
કહે છે કે અન્વેષણનુ કેન્દ્રબિંદુ તું છે…
ધુમ્મસ છે ચારે બાજુ ને પછી તું છે
હવા છે ચોગમને, ખુશ્બુ તરીકે તું છે


સૌજન્ય: શબ્દ સાગરના કિનારે


Advertisements