દોસ્તો,

આજે માણીએ “યુવાગૌરવ પુરસ્કાર થી પુરસ્કૃત: હરદ્વાર ગોસ્વામી” ની એક રચના.


સદા અન્ય માટે મરાયું હશે,
પૂછો, નામ એનું જટાયુ હશે.

બધાના ચિરાયેલા વસ્ત્રો છતાં,
બધા શ્વાસમાં એક ચિરાયુ હશે.

ધરમ લાગણીનો પૂછો છો તમે ?
તરત એક હાજર હુમાયુ હશે.

હવે પેન લેવાના પૈસા નથી,
હવે કાવ્ય ચોક્કસ રચાયું હશે.

મરીઝની કલમથી સરકવું ગમે ?
ગઝલને ગમે શું, પૂછાયું હશે ?

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.

તો રસ્તાઓ ઊંચકીને ફરશે તને,
જો મંઝિલથી આગળ જવાયું હશે.


સૌજન્ય: Web મહેફિલ


Advertisements