દોસ્તો,

શ્રી ગિજુભાઈ બધેકાની આ પુસ્તિકા અહિં આપણે ક્રમે ક્રમે જોવાનો પ્રયાસ કરશું. જે જમાનામાં પારંપરિક શિક્ષણ પણ યોગ્ય રીતે નહોતું આપવામાંઆવતું તે વખતે તેમણે ભાર વગરના ભણતરની સંકલ્પના કરી હતી અને તેને મૂર્તિમંત કરી હતી. આ પુસ્તક ૪ ખંડમાં વહેંચાયેલું છે. અત્યારે આપણે પ્રથમ ખંડ “પ્રયોગની શરૂઆત” જોઈ રહ્યાં છીએ.