દોસ્તો,

આજે માણીએ અતુલને સ્ફુરેલી એક સીધી સાદી રચના. રચના સીધી-સાદી છે પણ જીવનમાં ઉતારવી ખૂબ મુશ્કેલ છે. આપણે પ્રયત્ન કરીએ કે હર હાલમેં ખુશ રહી શકાય 🙂આભ પડે કે ધરતી હલે
હર હાલમેં ખુશ 🙂

સ્વજન મળે કે વિખુટા પડે
હર હાલમેં ખુશ 🙂

સુખ આવે કે વિપત્તિ હોય
હર હાલમેં ખુશ 🙂

મેળો મળે કે હોય સુનકાર
હર હાલમેં ખુશ 🙂

લોકો નીંદે કે કરે વખાણ
હર હાલમેં ખુશ 🙂

મૃત્યું મળે કે મળે જીવન
હર હાલમેં ખુશ 🙂

Advertisements