મહાભારત’ વિશે આપણે ત્યાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના બધાં જ જાણે છે. આમ છતાં, ‘મહાભારત’ મને એવો પ્રિય ગ્રંથ છે કે એના વિશે થોડું એક મહિના સુધી, દરરોજ એક લેખ લખું તો પણ લખવાનું બાકી રહી જાય. આજે એના વિશે લખવાનું મારું મન હું રોકી શકતો નથી. ‘મહાભારત’ કથાઓની કથા છે. સમાજ, ધર્મ, કુળ, રાજ્ય, વ્યક્તિ અને વ્યક્તિના મનોભાવો, ભાગ્યે જ એવો કોઈ વિષય છે જેના વિશે મહાભારતકારે લખ્યું ન હોય. અને એ પણ એવી રીતે કે એકવીસમી સદીના જ નહીં પચીસમી કે ત્રીસમી સદીના લેખકને અહોભાવ થયા વિના ન રહે! જગતના સાહિત્યમાં મહાન કાવ્યો અને મહાન કથાઓ ઘણી છે, પરંતુ મહાભારત તો મહાભારત જ છે. તે એક અને અનોખું છે. અલબત્ત, વિદ્વાનો એવું પણ કબૂલ કરે છે કે આજે આપણાં હાથમાં જે મહાભારત છે એમાંનો ઘણો ભાગ પાછળથી ઉમેરાયેલો છે. અહીં મહાભારતના સર્જન કે સર્જકના ઉપર વિશેષ લખવાનું પ્રયોજન નથી કે એના ઉપર ટીકા- ટિપ્પણીનું પણ પ્રયોજન નથી. માત્ર તેનો કેટલોક ભાગ અહીં રજૂ કરું છું. જે વાચકોએ નહીં વાંચ્યો હોય તેમને એ વાંચવા મળશે અને જેમણે વાંચ્યો હશે તેમની એ અંગેની યાદદાસ્ત તાજી થશે. સૌથી પહેલાં આપણે યુધિષ્ઠિર અને યક્ષ વચ્ચે થયેલા કેટલાક સવાલ-જવાબની વાત કરીશું. વાચકો એના ઉપર ચિંતન- મનન કરશે તો જરૂર એ તેમને ઉપયોગી થઈ પડશે. અહીં બધા જ સવાલ-જવાબ આલેખ્યા નથી, માટે પ્રશ્નોત્તરીનો ક્રમ પણ બદલાયેલો છે જે વાચકોની જાણ માટે.

વધુ આગળ વાંચો: મહાભારતમાં એવું તે શું છે?(કેલિડોસ્કોપ)

Advertisements