દોસ્તો,

સંબધોમાં મીઠાશ હોય, સહુ પ્રત્યે લાગણી હોય, કોઈ પ્રત્યે કશી માગણી ન હોય ત્યારે આ સંબધો એકબીજા પ્રત્યે અમથું અમથું હેત ઉપજાવે છે. પણ જ્યારે સંબધોમાં અધિકાર હોય, મારા પણાંનો ભાવ હોય, માત્ર મારી સાથે જ સંબધ અને અન્ય કોઈ સાથે નહિં તેવો માલિકી ભાવ હોય ત્યારે સંબધ બંધનરૂપ થઈ જાય છે, પીડા આપે છે, વ્યથા આપે છે, જાણે કે લોહી-લુહાણ કરી નાખે છે.


સંબંધો ની સંકડામણ માં સપનાઓ સૌ લોહીલુહાણ,
આવેગો ની અથડામણ માં મન-મુંજારો લોહીલુહાણ.

સપનાના સાગર મંથનથી વીષ વ્યથાનુ નીક્ળ્યુ તો,
કોને કહીશુ નીલકંઠ થાયે, કંઠ બધા ના લોહીલુહાણ.

જીંદગી ના પ્રત્યેક કદમ પર કેટલી ઠોકર ખાધી છે,
કેટ-કેટલા નામ ગણાવુ , આ સંબંધો સૌ લોહીલુહાણ.

કોમળતાનો આનંદ લુંટવા જો કોઇ પંહોચે પુષ્પો ચુંટવા,
કાંટા વચ્ચે આવી જશે ને, કરશે એમને લોહીલુહાણ.

સંબંધો ના સરવાળા ને બાદબાકી પણ બહુ અઘરી છે,
સેજ અમસ્તુ ચુક્યાતો પછી લાગણીઓ સૌ લોહીલુહાણ.

દર્દ છબી ને ચીતરવા ને હાથ જરા અજમાવ્યો ત્યાં,
દર્દ બધા વીસરાય ગયાને, હાથ અમારો લોહીલુહાણ.

દીપ અમારી જીંદગીનો ‘પાગલ’ છેલ્લા ડચકા ખાયે છે,
અંધારા ટાંપી ને બેઠા, કરવા જ્યોત અમારી લોહીલુહાણ.


સૌજન્ય: પાગલપન


Advertisements