અમથું અમથું ગભરાતું ને દોડ્યું જાતું કોઈ, અમથું અમથું

પીછાંઓનો પીછો કરતુ, નાનકડાં ગીતો ગણગણતું;
પતંગિયાની પાછળ દોડી ઝરણી માફક ખળખળ થાતું.

આસપાસમાં જોતું-જોતું ભાગી જાતું કોઈ, અમથું અમથું -1

પાણીમાં છબછબિયાં કરતું, રેતીમાં કૂબાઓ કરતું;
નાનકડી પગલીઓ પાડી માટીમાં ખરડાતું જતું.

રેશમના રૂમાલની માફક સરકી જાતું કોઈ, અમથું અમથું -2

ફૂલતણી પાંદડીઓ સાથે છાની-માની વાતો કરતું;
જોઉં જરા ત્યાં ડોક ઘુમાવી તોફાની-લજ્જાળુ હસતું.

સુખનું કારણ સંગોપીને છટકી જાતું કોઈ, અમથું અમથું -3


સૌજન્ય: કેમ છો, મજામાં?


અમથું અમથું રણઝણી ઊઠતાં હતાં જે ટેરવાં, નાડી સોતા એ ધબકવાનો હવે ક્યાં યોગ છે?(પાનખરમાં વસંત)


જ્યારે અનુકુળતા મળે ત્યારે શ્રી રતિલાલ બોરીસાગરનું આ પુસ્તક વાંચવાનું ન ભુલશો.


Advertisements