દોસ્તો,

જીવનમાં વ્રત હોવા જોઈએ. દરેકે જીવનને વધુ ઉન્નત બનાવવા પોતાના જીવનને નિયમબદ્ધ કરવું જોઈએ. આ વ્રતો આપણને ખોટું કરતાં અટકાવે અને સારું કાર્ય કરવામાં પ્રોત્સાહક બનાવે. મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં ૧૧ વ્રતો રાખ્યાં હતા અને તેનું તે નમ્ર પણે અને દૃઢતાથી પાલન કરતા.

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું;
બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું;
અભય, સ્વદેશી, સ્વાર્થ ત્યાગ ને, સર્વધર્મ સરખાં ગણવા;
આ અગીયાર મહાવ્રત સમજી નમ્ર પણે દૃઢ આચરવાં.

તો આપણે પણ આપણાં જીવનમાં થોડાંક વ્રતો લઈને નમ્ર પણે આચરવાનો પ્રયાસ કરશું?

Advertisements