બરાબર આ જ દિવસો હતા. પરીક્ષાઓ નજીક હોય અથવા ચાલતી હોય કે પછી હમણાં જ સંપન્ન થઇ હોય અને તેમાં દસ માર્કનો નિબંધ લખવાનો હોય, ૩૦૦ શબ્દોમાં- બળબળતા જામ્યા બપોર. બસ, પછી વેકેશન પડે અને એ આખી બપોર કાં તો ચોરના માથાની જેમ શેરીમાં રખડવાનું કે પછી દાદીબા પરાણે ઘરમાં બોલાવે ત્યારે જવાનું. સાંજે હજી તો તડકાનો સૂરજ તપતો હોય ત્યાં ફરી નીકળી પડવાનું. નોસ્ટેલ્જિક વાતાવરણ ઊભું કરવાનો જરા પણ ઇરાદો નથી. આ એક ભૂમિકા માત્ર છે.

હવે, ઉનાળો નથી બદલાયો પરંતુ બાળકોની બપોર ટી.વી. કે વીડિયો ગેમ્સ સામે પસાર થાય છે અને ઘણાખરાનો દિવસનો અડધાથી વધારે હિસ્સો એરકન્ડિશન ઓફિસમાં જાય છે. અલબત્ત પ્રકૃતિએ ઉનાળાનું સ્વરૂપ વધુ પડતું ફેરવ્યું નથી. આપણી શારીરિક અને માનસિક અનુકૂળતા મુજબ મૌસમ આપણને ગમે કે ન ગમે તે અલગ વાત છે. બાકી દરેક ઋતુનો પોતાનો મિજાજ છે, માભો છે, માહોલ અને મહત્વ છે. ઉનાળા વિશે સાવ એક લીટીમાં કહેવું હોય તો કહી શકાય કે, આ રસની ઋતુ છે.

વધુ આગળ વાંચવા: http://www.divyabhaskar.co.in/article/MAG-samvad-jwalant-chhaya-kalash-summer-2039637.html

Advertisements