સખીઓ અને દોસ્તો,

આપ તો જાણો છો કે કાઠીયાવાડમાં હજુ આજેય ૧૨ માસના અથાણાં અને મસાલા બનાવવાનો રીવાજ છે. અથાણાં માટે કેરી અને રસોઈ માટે મસાલાં ઉત્તમ હોવાં જોઈએ તો જ આખું વરસ આનંદથી જમી શકાય. ગઈ કાલે અમે ચાર કીલો રેશમ-પટ્ટો મરચાં દળાવ્યાં – આ મરચાં મધ્યમ તીખાં હોય છે વળી તેનો રંગ સરસ લાલ ચટ્ટાક આવે છે. ગઈ કાલે અમે હળદર જોઈ – જે બહારથી સારી લાગતી હતી પરંતુ તોડીને જોઈ તો અંદરથી કાળી પડી ગઈ હતી તેથી ન લીધી. હળદરની પસંદગીમાં ખુબ ધ્યાન રાખવું પડે – હળદર તો આપણાં ખોરાક માહેનું મુખ્ય ઔષધ છે જો – તેની પસંદગીમાં થાપ ખાઇ ગયા તો નક્કી માથે હાથ દઈને રોવાનો વારો આવે.

આજે દાદાની વાડીમાં આપણાં પોતાના આંબામાં ઉગેલી કેરીઓમાંથી કટકી અથાણું બનાવવામાં આવી રહ્યું છે. અરે સહુ કોઈને જ્યારે પણ પધારવું હોય ત્યારે પધારજો તમારે માટે આ વરસની તો અથાણાં – મસાલાની જોગવાઇ થઈ ગઈ છે. બોલો ક્યારે આવો છો?


આ કેરીનું નામ કહી શકશો?


Advertisements