મુંછાળી મા – તરીકે જાણીતા શ્રી ગિજુભાઈ બધેકાથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. તેઓ એ સૂત્ર આપેલું “બાળ દેવો ભવ:”. બાળકોને રમતાં રમતાં, વાર્તા કહેતા કહેતા અને જ્ઞાન સાથે ગમ્મત પુરી પાડતાં પાડતાં ખુબ ઝડપથી બાળકોનો વિકાસ સાહજીક રીતે કરી શકાય છે. બાળકોને શિખામણ, વઢામણ કે કહેવાતા લાડ પ્યારની જરૂર નથી હોતી – પણ તેમની સાથે રમે, વાતો કરે, વાર્તા કરે, ગીત ગાય, નાચે, કુદે તેવા માતા-પિતા પસંદ હોય છે આ વાત તેઓ સારી રીતે જાણતાં. તેમની વાર્તા બાળકો ખૂબ પસંદ કરે છે – કારણ કે તે બાળકો માટે – બાળમાનસને સારી રીતે સમજનાર દ્વારા લખાયેલ છે. આવી એક વાર્તા આજે આપણે માણશુંને?
Advertisements