ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: માર્ચ 17, 2011

આજે સવારે કવિ સાથે ચા પીવા બેઠો – મોળી જ સ્તો વળી. અને હું એક ગીત ગણગણવા લાગ્યો. તેમાં “સાથ” શબ્દ આવતો હતો. પછી તો હું અને કવિ બંને વારાફરતી એક એક ગીત “સાથ” વિશે ગાવા લાગ્યા. મારો વારો આવતા હું નીચેનું ગીત ગાવા લાગ્યો:

જબ કોઈ બાત બિગડ જાયે જબ કોઈ મુશ્કિલ પડ જાયે
તુમ દેના સાથ મેરા – ઓ હમનવાઝ

ન કોઈ હે ન કોઈ થા જિંદગી મેં તુમ્હારે સીવા
તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ

આ ગીત સાંભળીને તેની આંખમાં ઝળઝળીયા આવ્યા – મારી પણ (મેં પ્રયત્નપૂર્વક રોક્યાં) . મને કહે સવારમાં શું કામ ખોટું બોલો છો? મેં કહ્યું ખોટું તો નથી બોલતો પણ અર્ધ સત્ય છે. મારા હ્રદયમાં સહુથી વિશેષ અને પ્રથમ સ્થાન તો ઠાકુરનું છે. ત્યાર પછી બીજું અને વાસ્તવિક જિંદગીમાં સર્વોત્તમ સ્થાન તારું છે. તેમ છતાં આ હ્રદયમાં બીજું કોઈ નથી એમ હું ન કહી શકું. મારું હ્ર્દય ઘણું વિશાળ છે અને મારી ઈચ્છા છે કે હું તેમાં બધાનો સમાવેશ કરી શકું.

છેલ્લે આ ગીત ગાઈને અમે ચાહની બેઠકની સમાપ્તિ કરી.