ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: માર્ચ 15, 2011

આસિતભાઈ, હેમાબહેન, આલાપ અને સુરેશભાઈ બુચ


આલાપ દેસાઈ

ટ્રસ્ટ તરલ આયોજીત ગઝલ, સુગમ સંગીત તથા ભક્તિગીતોનો એક કાર્યક્રમ દક્ષિણામુર્તિ ટેકરી – ભાવનગરમા “સુર -શ્રુંગાર” શીર્શક હેઠળ ૧૩/૩/૨૦૧૧ના રોજ રજુ થયો. કલાકારોમા જાણીતા ગાયકો આસિત દેસાઇ, હેમા દેસાઈ તથા આલાપ દેસાઇ હતા.

સવારના ૬.૩૦ વાગે કાર્યક્રમ શરુ થયો.ટ્રસ્ટ તરલે વર્ષો પહેલા જ્યારે આ સમય નક્કી કર્યો ત્યારે એ વખતે કોંણ સાંભળવા જશે એવુ માનવામા આવતું પણ હવે શ્રોતાઓ પણ માનવા માંડ્યા છે કે સંગીતને માણવાનો સમયતો પરોઢીયું જ હોય ! શરુવાતથીજ ટૅકરી શ્રોતાઓથી ખીચોખીચ ભરાયેલી હતી. ટ્રસ્ટ તરલના સમારંભોની બીજી ખાસીયત સમયસ્રર કાર્યક્રમ શરુ થવાની છે.બરાબર ૬.૩૦ વાગે કાર્યક્રમ શરુ થઈ ગયો.

હેમાબેન દેસાઇએ ગાયક ઉપરાંત ઉદઘોષકની પણ જવાબદારી નીભાવી. ગવાતા ગીતોનો મર્મ ખુબ સચોટ રીતે ખપજોગા શબ્દોમા જ સમજાવ્યો. ગીતના પરિચય ને કારણે શ્રોતાઓને સાંભળેલા ગીતોનો એક નવો અર્થ જાણવા મળ્યો. તેમણે એક ઉદઘોષકની ભુમિકા શું હોય તે સુપેરે દર્શાવ્યું.

કાર્યક્રમની શરુવાત આસિતભાઇએ એક માર્મિક ભજનથી કરી “મને જગાડ્યો તેને કેમ કરી કહું જાગો”

આ ગીત બાદ હેમાબેને માતૃભુમિ અને માતૃભાષાની વંદના કરી અને વિશ્વની બધી ભાષામાં મા નુ ઉદબોઘન ‘મ’ થી થાય છે તેમ જણાવ્યું મધર (મા)માથી ‘એમ’ કાઢી નાખોતો તે અધર ( અન્ન્ય સર્વે ) થઈ જાય છે. તેમણે જણાવ્યું કે આજે તેમની માતાની પુણ્યતીથી અને તેઓએ તેમની સ્મ્રુતિમા અવિનાશ પારેખના એક યાદગાર ગીત “માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો” ની ભાવવાહી રજુવાત કરી.

પછીનું ગીત પણ માત્રુવંદનાજ હતી.રામનારાયણ પાઠકનુ ગીત “પરથમ પરણામ મારા”. વંદનીય વ્યક્તિઓમા કવી સર્વ પ્રથમ સ્થાન મા ને આપે છે ત્યારબાદ પિતા ને અને ત્યારબાદ ગુરુદેવો ને.

ત્યારપછી જેમણે ગુજરતી સાહિત્યમા કાવ્યો ને એક વળાંક આપ્યો એવા રમેશ પારેખની એક કૃતિ આસિતભાઇએ રજુ કરી.”મારી આખોંમા વહેલી સવાર સમું” આ ગીતમા હરેક વ્યક્તિને ગમતી અતીતની યાત્રા, ” આ તને યાદ છે ?” જવાબમા ” પેલું તને યાદે છે” ની ગોઠડી રમેશે તેની આગવી રીતે રજુ કરી છે.

ઍ પછીના હરીન્દ્ર દવેના ગીતની સરખામણી હેમાબેને બિલિપત્ર જોડે કરી અને કહ્યું કે સુરેશ દલાલે આ ગીતને કમળ તંતુ પર ઝાકળ વદે લખાયેલ સ્મ્રુતિઉપનિષદ સમુ વર્ણવ્યું છે આ ગીત તે ” પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા” હરીન્દ્રભાઈના મ્રુદુ સ્વભાવને તેમણે યાદ કર્યો ને કહ્યું કે એ માણસ એવો કે ‘બેડ’મીન્ટન પણ ન બોલે ‘ગુડ’મીન્ટન કહે !

આલાપ દેસાઇએ દિલિપ ધોળકીયાએ સ્વરબધ્ધ કરેલું ” એક રજકણ સુરજ થવાને શંમણે” રજુ કર્યું. હેમાબેને તેમના પુત્ર નો પરિચય આપતા કહ્યું કે હું તેના વખાણ મા તરીકે જ માત્ર નથી કરતી જો સામે બેસી સાંભળતી હોત તો પણ તેના વખાણ કરત.

ત્યારબાદ આપણે જે ને એક ટોચના હાસ્ય લેખક તરીકે ઓળખીયે છીયે તેવા પ્રા.બકુલ ત્રીપાઠીની એક રાધાના મુખે કહેવાયેલી વાત રજુ કરી. રાધા કહે છે કે બધા મને કાનાની વાત કહેવાનુ બંધ કરવા કહે છે પણ જ્યાં મારામાજ બે કાના હોય ત્યાં તે કેવી તે શક્ય બને?

આ ગીત બાદ અવિનાશભાઇનુ એક હળવા ગીત નો ઉલ્લેખ કરી કહેવામા આવ્યું આ ગીતમા જીવનની ગંભીર ફિલસુફી કવિએ બહુજ હસતા હસતા કરી છે.આ લગભગ રેપ પ્રકારના ગીતની રમતીયાળ તાલ્બધ્ધ રજુવાત પર શ્રોતાઓ ડોલી ઉઠ્યા.

ત્યારબાદ બરકત વિરાણી ની ગઝલ ‘એક રાજા હતો એક રાણી હતી” ની રજુવાત થઈ. એક ગઝલ મનોજ ખંડેરીયાની આલાપે રજુ કરી.

અંતમા જેને ઉદઘોષક હેમાબેન ગુજરાતનું એંથેમ તરીખે ઓળખાવ્યું તે ‘ તારી આંખનો અફીણી ” રજુ કરવામા આવ્યું અને સ્ટેજ પરના કલાકારો એ તે ગીતમા શ્રોતાઓ પણ ભળે તેવી ઈછ્છા વ્યક્ત કરી.આ તરજ માટે ઉદઘોષ્ક હેમાબેને માહિતિ આપી કે તરજ સાંભળી રાજ કપુરે કહ્યું હતું આ તરજ હું વાપરીશ અને તે તેણે ‘મેરા જુતા હે જાપાની ‘ ગીતમા વાપરી.

આવા સુરીલા કાર્યક્રમને સમયનું બંધન શ્રોતાઓને નડતું લાગે તે સ્વાભાવિક છે. તે તો કલાકારોને પણ નડ્યું.તેમને એવી ઇછ્છા વ્યક્ત કરી આ ભાવનગરના સમજદાર શ્રોતાઓ સમક્ષ તો અમને ૫/૬ કલાક ગાવાની ઇછ્છા થાય !

ત્યારબાદ શ્રોતાજનો લાંબા સમય સુધી સ્મરણમા રહે તેવા કાર્યક્રમને માણીને છ્ટા પડ્યાસાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ,
આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢ્યા બધા રૂમ.

ઢીંગલીની આંખો મેં સાત વાર ખોલી ને પાંચીકા ખખડાવી લીધા,
જે જે જગ્યાએ હું સંતાતી ત્યાંય મેં સાદ જો ને કેટલાય દીધા !
ચૌદે ભાષામાં બોલાવી જોયું- વ્હેર આર યુ ? કહાં ગયે તુમ ?

આંધળિયો પાટો તો રમશે કદાચ ને આવશે કે કરી દઈશ થપ્પો,
રોકી પાડીશ એને ચીતરવા ઘર અને હોડી ને દડો ગોળગપ્પો;
હોળીમાં ફુગ્ગા ને દિવાળી આવતાં શું ફોડીશ લવિંગયા કે લૂમ.

સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
મોટેથી સાદ મેં જે દીધો આકાશે તે વાદળના ઝૂલણામાં ઝૂલ્યો;
સોનપરી, નીલપરી આવી કહે ‘બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ.


સૌજન્ય:લયસ્તરો