ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: માર્ચ 4, 2011

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.

ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.

પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.

થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.


સૌજન્ય: લયસ્તરો
કહી કહીને થાકી કે કારણ વગર કોમ્પ્યુટર સામે બેસવાનું બંધ કરો. પણ મારું તો આ ઘરમાં સાંભળે છે જ કોણ? સાચું કહું છું – અતુલને હું વારંવાર કહેતી કે જરૂર પુરતું, કામ પુરતું કોમ્પ્ય઼ુટર સામે બેસાય. બ્લોગ કોકના હોય પણ આંખો તો આપણી હોય કે નહિં? ધરાર – ધરાર મારું ન સાંભળ્યું અને સતત કોમ્પ્ય઼ુટર સામે બેસી રહ્યાં અને છેવટે ચશ્મા આવીને જ રહ્યાં..