ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

Daily Archives: માર્ચ 2, 2011

આજે શિવરાત્રી છે. આમ તો જીવનની પ્રત્યેક પળ કલ્યાણકારી છે પણ આવી પળોમાં મનુષ્ય પોતાનું કલ્યાણ કરવાને બદલે વિષય-વિલાસમાં સુઈ રહેતો હોય છે. શિવરાત્રીના જાગરણ દ્વારા આ રાત્રીને કલ્યાણકારી બનાવવાનો હેતુ છે. શિવરાત્રીના દિવસે આફરો ચડે તેટલું ફરાળ ખાઈને પછી મન ભ્રાંત બની જાય તેવી ભાંગ ન પીવી પરંતુ, ધ્યાન,ધારણા સમાધી વગેરે યૌગીક ક્રીયાઓ દ્વારા પોતાનું કલ્યાણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.સુંદરાનના સુંદરાનના
હર શિવ શિવ હર સુંદરાનના
ભસ્મભુષિતા હર સુંદરાનના
બાલ નેત્ર મદનમોહન સુંદરાનના
ભૂતનાથ દેવ દેવ સુંદરાનના
હર શિવ શિવ હર સુંદરાનના