હમણાં મારી પાસે ગઝલ/નઝમનો એક સંગ્રહ આવ્યો છે. તેમાં કુલ ૨૧૩ રચનાઓ છે. તેમાની ઘણી ખરી રચનાઓ ક્યાંકને ક્યાંક મુકાઈ ગયેલી છે. મારે આ આખો સંગ્રહ મારા બ્લોગ પર મુકવો છે. આ રચના જો ક્યાંક અગાઉ પ્રસીદ્ધ થઈ ગઈ હોય તો તે ફરી ટાઈપ કરવા માટે સમય શું કામ બગાડવો? તેથી સહુ પ્રથમ ગૂગલ માં શોધ ચલાવી લેવાની કે આ રચના કોઈએ ટાઈપ કરવાની મહેનત કરી છે? જો કરી હોય તો ત્યાંથી સીધી જ કોપી-પેસ્ટ કરવાની પછી તેમાં તેમણે શબ્દો અને અવતરણોમાં જે ગરબડ કરી હોય તે સુધારી લેવાની અને તમારી પોસ્ટ તૈયાર.

ગૂગલ મહારાજની જય હો!

અને હા, આ શોધ કેમ કરવી તે શીખવાડવાની માથાકૂટ શા માટે કરવી? અહીંયા તે પહેલેથી જ શીખવાડી દેવામાં આવ્યું છે.

ગૂગલ બીફોર યુ બ્લોગ!

Advertisements