મિત્રો,
ઘણાં બ્લોગરોને વધારે વાંચકો મેળવવાના ધખારા હોય છે. જો તેના વાચકોની સંખ્યા ઘટી જાય તો તેમને અપચો થઈ જાય છે અને કામ કરતાં હોય ત્યારે પણ ટેન્શન અનુભવતા હોય છે. મારો એક સાદો પ્રશ્ન છે કે જો ૧૦૦૦૦ વાંચકો મળે તો યે શું અને એક વાચક ન મળે તો યે શું? કોયલ કદી પોતાના “ટહુકા” એમ વિચારીને નથી કરતી કે મને કોણ સંભાળશે? અરે એ તો તેની મસ્તીમાં “ટહુકે” છે કોઈને સાંભળવા હોય તો સાંભળે અને ન સાંભળવા હોય તો ન સાંભળે – તેમાં કોયલને શું? ચિત્રકાર ક’દી એમ નથી વિચારતો કે મારુ ચિત્ર કોણ જોશે? બસ તે તો તેની મસ્તીમાં ચિત્ર દોરે છે – કોઈ જોવે તોયે શું? અને ન જોવે તો યે શું? તેવી જ રીતે સાચો બ્લોગર તો પોતાની મસ્તીમાં પોસ્ટ મુક્યાં જ કરે છે – કોઈ વાંચે તોયે શુ? અને ન વાંચે તો યે શુ?

Advertisements