એમની સાથે ફરતાં-ફરતાં,
જિંદગી વીતી રમતાં-રમતાં.

આંખ મળી ગઈ મળતાં-મળતાં,
વાત બની ગઈ બનતાં-બનતાં.

એમના મનની વાત ન પૂછો,
રોઈ પડે છે હસતાં-હસતાં.

એક હ્રદય ને કેટલા જખ્મો!
કેટલી વસ્તી વધતાં-વધતાં!

પ્રેમની વાતો પાપ નથી કે,
કોઈને કહેવી ડરતાં-ડરતાં.

મન છે મિજાજી એટલું, ઓ રૂપ!
નાય ગમે તું ગમતાં-ગમતાં.

આપના દિવસ સાચવી લીધા,
રાતને ઓછી કરતાં-કરતાં.

પ્રેમ ’અચલ’નો ઝેર જગતનું
જીરવી જાશે હસતાં-હસતાં

Advertisements