સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીના વિચારો આપની સમક્ષ મુકતાં આનંદ અનુભવું છું. તેઓ એટલા બધાં ઉત્સાહી છે કે આજના યુવાનો પણ તેમને પ્રેરણારુપ માની અને કાર્ય કરતાં થઈ ગયાં છે. આ લેખ છે શિક્ષક અને શિક્ષણનો. આ લેખમાં તેમણે ખૂબ સાચી વાત કરી છે કે આજના યુવાન વિદ્યાર્થીઓ શિક્ષકોને માન સન્માન આપતાં નથી જ્યારે પહેલા તો શિક્ષકો ક્યાંય પણ મળે તો તરત જ ઉભા થઈ તેમને પ્રણામ કરી આશીર્વાદ લેવાતાં. જ્યારે આજે યુગ બદલાતાં વિદ્યાર્થિઓ શિક્ષકોની હાંસી ઉડાવે છે. આમ તો તેને માટે થોડા ઘણાં પ્રમાણમાં શિક્ષકો પણ જવાબદાર હોય છે. ક્યારેક તો શિક્ષકો પણ વિદ્યાર્થિઓને માન આપતા નથી અને તેની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરે છે પરીણામે વિદ્યાર્થિઓ પણ શિક્ષકોને માન આપતા નથી. હવે આ વિષચક્રને તોડવાનું શિક્ષકોના જ હાથમાં છે.

Advertisements