ગોપીઓ ભલે જશોદામાતાને ફરિયાદ કરે પરંતુ શ્યામને એક પળ માટે પણ વિસરી શકતી નથી.તેથી જ તો ગોપીઓ જ્યારે ગરબે રમવા જાય છે,ત્યારે શ્યામ વગર જરા પણ ચાલતું નથી અને તેના વિરહમાં આ ગીત ગાય છે. જે આપણે પણ માણીએ.

આ ગીત ગુજરાતમાં નવરાત્રી દરમ્યાન ખૂબ ધૂમ મચાવે છે અને નાના-મોટાં સૌને થનગનતાં કરી મૂકે છે.


[Youtube=http://www.youtube.com/watch?v=psxx0m9BwSc]


શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2)

ગરબે ધુમતી ગોપીઓ,
સુની છે ગોકુળની શેરીઓ (2)
સુની સુની શેરીઓમાં,
ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

અંગ અંગ રંગ છે અનંગનો,
રંગ કેમ જાય તારા સંગનો (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ.
તારા વિના શ્યામ…. (2)

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…


શબ્દ સૌજન્ય:”ટહુકો”


Advertisements