"મધુવન"

પત્થર પૂજન સે હરિ મિલે તો મૈં પૂજૂં પહાડ – મીરાંબાઈ
મીરા બાઈ ભક્ત હતા. નંદલાલાના પ્રેમમાં એટલા બધાં પાગલ હતા કે સગા વહાલા અને કુટુંબીઓને છોડી દેવા પડ્યાં તો યે ઈશ્વરને ન છોડ્યાં. તેવું કહેવાય છે કે તેમનું પાર્થિવ શરીર મૃત્યું પછી પ્રાપ્ત ન થયું અને તેઓ સદેહે શ્રી કૃષ્ણની મુર્તિમાં સમાઈ ગયાં. તેમના જીવન વિશે આપણે ઈતિહાસકારોને સંશોધન કરવા દઈએ. જેઓ પ્રભુના દિવાના છે તેમને મીરા બાઈ એક સુંદર વાત આ ભજનમાં કહે છે કે : પ્રભુ મેળવવા હોય તો સાધન, ભજન અને ઈશ્વર પ્રતિ પ્રેમ અને પ્રિત હોવા ખુબ જરુરી છે. તો આજે માણીએ મીરા બાઈનું આ ભજન.

સાધન કરના ચાહિયે મનવા

ભજન કરના ચાહિ

પ્રેમ લગાના ચાહિરે મનવા

પ્રીત કરના ચાહિ (ધૃવ)

નિત નાવન સે હરિ મિલે

તો જલ જંતુ હોય,

ફલમૂલ ખા કે હરિ મિલે

તો બાદૂર બાંદરાય.

તુલસી પૂજન સે હરિ મિલે

તો મૈં પૂજૂ તુલસી ઝાડ,

પત્થર પૂજન સે હરિ મિલે

તો મૈં પૂજૂં પહાડ.

તિરણ ભખન સે હરિ મિલે

તો બહુત મૃગી અજા,

સ્ત્રી છોડન સે હરિ મિલે

તો બહુત રહે હૈં ખોજા.

દૂધ પીને સે હરિ મિલે

તો બહુત વત્સ બાલા

’મીરાં’ કહે બિના પ્રેમ સે

નહીં મિલે નંદલાલા.

સરળ ગીતા ( હાઈકુ – ૪૮ )
કામના ત્યાગી

આત્માનંદે સંતુષ્ટ

તે સ્થિતપ્રજ્ઞ

છોડે સઘળી કામના મનમાં ઉઠતી જે,

આત્માનંદે મગ્ન છે સ્થિતપ્રજ્ઞ કહ્યાં તે.

अर्जुन उवाच

स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।

स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम्‌ ॥

भावार्थ :  अर्जुन बोले- हे केशव! समाधि में स्थित परमात्मा को प्राप्त हुए स्थिरबुद्धि पुरुष का क्या लक्षण है? वह स्थिरबुद्धि पुरुष कैसे बोलता है, कैसे बैठता है और कैसे चलता है? ॥54॥

श्रीभगवानुवाच

प्रजहाति यदा कामान्‌ सर्वान्पार्थ मनोगतान्‌ ।

आत्मयेवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥

भावार्थ :   श्री भगवान्‌ बोले- हे अर्जुन! जिस काल में यह पुरुष मन में स्थित सम्पूर्ण कामनाओं को भलीभाँति त्याग देता है और आत्मा से आत्मा में ही संतुष्ट रहता है, उस काल में वह स्थितप्रज्ञ कहा जाता है ॥55॥

અનેક પ્રકારના શાસ્ત્રો, અનેક જાતની વાતો અનેક વિદ્વાનોના અવતરણો, અનેક પ્રકારની કથાઓ વગેરે વાંચી અને સાંભળીને બુદ્ધિ ચંચળ બની જાય છે. અનેક પ્રકારની વાસના વાળા તો  મુઢ મતિ જ હોય છે. જ્યારે જાત જાતનું સાંભળવાથી બુદ્ધિ ચંચળ બની જાય છે. જે મહાત્માએ પરમ તત્વનો અનુભવ કરી લીધો છે, આત્માનંદમાં જ સંતુષ્ટ છે તેમની બુદ્ધિ અચળ હોય છે. યોગ બુદ્ધિ કે જેનું લક્ષ એક માત્ર પરમાત્મા છે તેમને અચળ બુદ્ધિ એટલે કે સ્થીર બુદ્ધિના કહ્યાં છે. સાંસારીક બુદ્ધિ વાળાની બુદ્ધિ ચંચળ હોય છે કારણકે તેમના લક્ષ જુદા જુદા અને અનેક પ્રકારના હોય છે.

જેઓ સાધના કરતાં કરતાં એક માત્ર પરમાત્માને જ લક્ષ બનાવીને ચાલે છે તેવા સાધકો અને જેમણે સાધના દ્વારા પરમાત્મા સાથે એકત્વ સિદ્ધ કરી લીધું છે તેવા સિદ્ધ બંન્ને સ્થીર બુદ્ધિના હોય છે. અલબત્ત સાધક અવસ્થામાં હજુએ સાધનાથી ચ્યૂત થવાની સંભાવના હોવાથી સાધકને સાવધાનીની અત્યંત આવશ્યકતા હોય છે. જેઓ સમાધિ પામ્યાં  છે અને પરમાત્મા રુપી અમૃત રસ ચાખી ચૂક્યાં છે તેમનું પતન થવાનો કોઈ ભય નથી. આવા સિદ્ધ ની પ્રજ્ઞા સ્થીર હોય છે. અહીં સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો બતવ્યા છે તે સિદ્ધને માટે સહજ હોય છે અને સાધકોને આવા લક્ષણો ધીરે ધીરે લાવવાના છે. જો કે જ્યાં સુધી સમાધિ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ પણે સ્થિત પ્રજ્ઞ યે થઈ શકાતું નથી તેથી સાધકનો મુખ્ય પ્રયાસ તો સમાધિ પામવાનો અને યોગનો જ હોવો જોઈએ અને સ્થિત પ્રજ્ઞતા તો પરીણામે રુપે આપો આપ તેનામાં આવી જાય છે. સાધક અવસ્થામાં મર્ગદર્શનની યે આવશ્યકતા હોય છે. જે સિદ્ધ થયાં હોય તે જ માત્ર સાચું માર્ગદર્શન આપી શકે.

સ્વામી વિવેકાનંદ જ્યારે યુવાન નરેન્દ્ર હતા ત્યારે તે અનેક સિદ્ધ જેવા લોકોને મળતાં અને તેમને પુછતાં કે તમે ઈશ્વર દર્શન કર્યાં છે? જુદા જુદા લોકો તેને જુદો જુદો જવાબ આપતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પિતાજી દેવેન્દ્રનાથ ટાગોર સાધના કરવા માટે નદીની વચ્ચે એક હોડકામાં રહેતાં. એક વખત તેમને જઈને નરેન્દ્રએ પુછ્યું કે તમે શું ઈશ્વર દર્શન કર્યાં છે? દેવેન્દ્રનાથ કહે કે બેટા તારી આંખો તો કોઈ યોગી જેવી જણાય છે. આવી વાતોથી નરેન્દ્રને સંતોષ ન થયો. એક વખત તેમણે શ્રી રામકૃષ્ણ પરમહંસ: ને પુછયું કે મહાશય શું આપે ઈશ્વરના દર્શન કર્યા છે? ઠાકુરે તેની સામે આંખમાં આંખ પરોવીને કહ્યું હા – મેં ઈશ્વરના દર્શન કર્યા છે. તારી સાથે વાત ચીત કરું છું તે જ રીતે તેમની સાથે ય વાત ચીત કરી શકું છું. તું ઈચ્છે તો તને ય ઈશ્વર દર્શન કરાવી શકું. આવી આત્મવિશ્વાસથી સભર વાત સાંભળીને નરેન્દ્ર ઠાકુર તરફ આકર્ષાયા હતાં. ત્યાર બાદ જુદા જુદા સમયે તેમણે ઠાકુરની ઘણી કસોટી કરી હતી અને તે સર્વ કસોટીમાંથી પાર ઉતર્યા બાદ જ તેમને ગુરુ તરીકે સ્વીકાર્યાં હતાં.

અત્યારે લોકો કશીએ કસોટી વગર ગુરુ શિષ્ય બની જતાં હોય છે અને પછી ગુરુયે ઈશ્વરને ન ઓળખ્યા હોય તો શિષ્યને તે કેવી રીતે સાચું માર્ગદર્શન આપી શકે? શ્રીમદ ભગવદ ગીતા લક્ષણોને આધારે વ્યક્તિને ઓળખવાની તરકીબ આપે છે. જે સ્થિત પ્રજ્ઞ હોય તે અન્યને સ્થિત પ્રજ્ઞ બનવા માટે માર્ગદર્શન આપી શકે કોઈ બીજા કેવી રીતે આપી શકે? અહીં સ્થિત પ્રજ્ઞને ઓળખવા માટેના જુદા જુદા લક્ષણો સમજાવ્યાં છે. આવા લક્ષણો જેનામાં હોય તેમને પુછવાથી સ્થિત પ્રજ્ઞ કેમ થવાય તેનું જ્ઞાન મળી શકે.

મનમાં ઉઠતી સર્વ કામનાઓને જે છોડી દે છે અને આત્માથી આત્માં માં જ એટલે કે સ્વરુપમાં જ જે સારી રીતે તુષ્ટ સંતુષ્ટ છે તે સ્થિત પ્રજ્ઞ છે.

અહીં બુદ્ધિ અને મન વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. સઘળી કામનાઓ મનમાં ઉઠે છે ત્યાર બાદ તે કામનાની પૂર્તી કરવી કે નહીં તેનો નિર્ણય બુદ્ધિએ લેવાનો હોય છે. સિદ્ધના યે મનમાં કામના નહીં ઉઠે તેવું તો નથી પણ સિદ્ધ હશે તેની બુદ્ધિ કામના પૂર્તી માટે મંજુરી નહીં આપે. સંસારી લોકો ના મનમાં યે અનેક કામના ઉઠે છે પણ તેમની બુદ્ધિ તે તે કામનાની પૂર્તી માટે મંજુરી આપીને તે પ્રમાણેના કર્મોમાં પ્રવૃત્ત થાય છે જ્યારે જે સિદ્ધ છે તે માત્ર કર્તવ્ય કર્મો જ કરે છે અને તે કરતી વખતે ય આત્માનંદમાં જ તરબોળ રહે છે.

આ બધાં લક્ષણો થી આપણે આપણી યે કસોટી કરી શકીએ કે આપણે મનમાં ઉઠતી અનેક કામનાઓને વશ થઈએ છીએ કે આત્માનંદે સંતુષ્ટ રહીએ છીએ? તેવો પ્રશ્ન જાતને પુછીને જો માર્ક ઓછાં આવતાં હોય તો મનને કાબુમાં રાખવા માટે વધારે સાધના રત થવા પુરુષાર્થ કરી શકીએ.

સરળ ગીતા ( હાઈકુ – ૪૬,૪૭ )
જાતજાતના

અનેક શાસ્ત્રો સુણ્યે

ચંચળ બુદ્ધિ

પરમ તત્વ

પરમાત્માના યોગે

અચલ બુદ્ધિ

બહુ સાંભળવાથી થઈ ચંચળ બુદ્ધિ તે,

અચલ સમાધિ મહીં થશે, ત્યારે યોગ થશે.

श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।

समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥

भावार्थ :   भाँति-भाँति के वचनों को सुनने से विचलित हुई तेरी बुद्धि जब परमात्मा में अचल और स्थिर ठहर जाएगी, तब तू योग को प्राप्त हो जाएगा अर्थात तेरा परमात्मा से नित्य संयोग हो जाएगा ॥53॥

સાધક વિષયોના મોહ રુપી કળણને પાર કરી ગયાં પછી તેની સાંસારીક બુદ્ધિ શુદ્ધ થાય છે એટલે કે અંત:કરણનો મળ રુપી દોષ દૂર થાય છે. તેમ છતાં અનેક પ્રકારના શાસ્ત્રો અને દર્શનો છે.  અનેક પ્રકારની સાધના છે. બધા શાસ્ત્રો અને દર્શનો ગર્જી ગર્જીને શંખ ફુંક્યા કરે છે કે અમારો મત શ્રેષ્ઠ છે અને અમારો પંથ અને સંપ્રદાય જ ઉત્તમ છે. અમારી પાસે આવો અને સ્વર્ગનો પરવાનો લઈ જાઓ. દરેક ગુરુઓ અને ધર્મ, સંપ્રદાયના વડાઓ પોત પોતાના મત મતાંતરો જ સારા છે અને બીજા માર્ગે તમારું પતન થશે આવી જાત જાતની વાતો વહાવ્યા કરતાં હોય છે. શ્રેયની ઈચ્છાવાળો સાધક આ બધાની તથા શાસ્ત્રો અને દર્શનોની વાતો સાંભળીને ગુંચવાઈ જાય છે. સંસારની આસક્તિ નથી તો પછી શાસ્ત્ર , સંપ્રદાયો અને ધર્મોના વાડાઓના બંધનમાં જઈ પડે છે. આ બધી જગ્યાંએ જવાથી તેને યોગ કે સમાધિ પ્રાપ્ત નથી થતાં ઉલટાનું જે તે સંપ્રદાય જ શ્રેષ્ઠ છે અને તે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરીને જે તે વાડાના ઘેંટામાં વધારો કરવો તે જ કલ્યાણ રુપ છે તેવું તેવું તેના મજગમાં ઠોકી બેસારવામાં આવે છે. આવો ભોળા ભાવનો સાધક પોતે તો કશું જાણતો ન હોય એટલે આવા ધર્મગુરુઓ અને સંપ્રદાયોના વાડાઓમાં જઈને બંધાઈ જાય છે. ત્યાં પણ તેને કશું શ્રેયસ્કર તો મળતું નથી એટલે ઉલટાનો વ્યગ્રચિત્ત અને ચંચળ બની જાય છે.

કોઈ પણ શાસ્ત્ર, સંપ્રદાય કે ધર્મ હોય તેમાં મુખ્ય ત્રણ બાબતો હોય.

૧. સંસારની આસક્તિનો ત્યાગ કરવા યોગ્ય છે.

૨. આપણે સહુ જીવ છીએ.

૩. જીવ અને જગતન અધિષ્ઠાતા તેવા જગદીશ્વરને પ્રાપ્ત કરવા કે જાણવા યોગ્ય છે.

જીવ, જગત, જગદીશ્વર આ બધાની દરેક સંપ્રદાયો, દર્શનો અને દાર્શનીકો અલગ અલગ વ્યાખ્યા કરે છે પણ ઉપરની બાબતોમાં તો સહુ કોઈ એક મત જ છે.

સંસારનો ત્યાગ ન થઈ શકે. સંસારની આસક્તિનો ત્યાગ થઈ શકે. રણમાં મૃગજળ દેખાતું હોય તો મૃગજળનો નાશ ન થઈ શકે પણ મૃગજળમાં જળ મળશે તેવી વિપરિત સમજણનો ત્યાગ થઈ શકે. તેવી રીતે સંસારનો ત્યાગ ન થાય પણ સંસારમાંથી સ્થાઈ અને નીરંતર સુખ મળશે તેવી ગેરસમજણનો ત્યાગ થઈ શકે.

અંત:કરણ માં પડતાં ચૈતન્યના પ્રતિબિંબથી પ્રતિબિંબિત થઈને શરીરની અંદર જે ચૈતન્ય હું પણું કરી લે છે તેને જીવ ભાવ કહેવાય છે. વાસ્તવમાં ચૈતન્યનો અંત:કરણ સાથે કદીયે સંયોગ થઈ શકે નહીં. અંત:કરણ ચૈતન્યની સત્તા થી સત્તાવાન બનીને તેટલા ચૈતન્ય પર કબજો જમાવી લે છે અને તે ચૈતન્ય અંત:કરણની ઉપાધીને પોતાની ઉપાધી માનીને શરીરમાં હું પણું કરી લે છે તેને લીધે તે આ સંસારરુપી અરણ્યમાં વન્ય પશુ ની પેઠે ભટક્યાં કરે છે.

આ જીવ ભાવનો ત્યાગ કરીને ચૈતન્ય જ્યારે બ્રહ્મરુપી મહાચૈતન્ય સાથે એકરુપતા સાધી લે છે ત્યારે સમાધિ અથવા તો યોગ થાય છે. તે વખતે જીવને પોતાનું ચૈતન્યરુપ યથાર્થ સ્વરુપ અનુભવાતા બુદ્ધિમાં રહેલી સર્વ ચંચળતાઓ દૂર થાય છે. અંત:કરણનો વિક્ષેપ નામનો દોષ દૂર થાય છે.

શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આવી સમાધિ પ્રાપ્ત થશે ત્યારે જાત જાતની વાતો સાંભળવાથી બુદ્ધિની અંદર જે ચંચળતા આવી છે તે દૂર થશે અને બુદ્ધિ અચળ થશે. આવી બુદ્ધિ ધરાવતી વ્યક્તિને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે.

સ્થિતપ્રજ્ઞના લક્ષણો કેવા હોય અને સ્થિતપ્રજ્ઞને કેવી રીતે ઓળખવા તે વિશે અર્જુન શ્રી ભગવાનને પુછે છે :

સ્થિર બુદ્ધિ છે જેમની, સમાધિ પામ્યા જે,

કેમ રહે તે ને વદે, ઓળખાય શે તે ?

આ પ્રશ્નનો જવાબ શ્રી કૃષ્ણ હવે પછીના શ્લોકોમાં આપશે.

સરળ ગીતા ( હાઈકુ – ૪૫ )
મોહકલીલ

જ્ઞાને તરીશ, ત્યારે

ભોગે વિરક્તિ

જ્ઞાનથકી તું મોહને તરી જશે જ્યારે,

બાહ્યજ્ઞાનને ભોગની વિરતિ થશે ત્યારે.

यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।

तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥

भावार्थ :   जिस काल में तेरी बुद्धि मोहरूपी दलदल को भलीभाँति पार कर जाएगी, उस समय तू सुने हुए और सुनने में आने वाले इस लोक और परलोक संबंधी सभी भोगों से वैराग्य को प्राप्त हो जाएगा ॥52॥

પાંચ ઈંદ્રિયોના વિષયોને ભોગ કહેવાય છે. ભોગ ભોગવવાની વાસનાને મોહ કહેવામાં આવે છે. ઘણાં લોકો મોહ અને પ્રેમને સમાનાર્થી ગણે છે. પ્રેમ તે અન્ય જીવો પ્રત્યેની આત્મિયતા , લાગણી , સ્નેહ , ભાવ , આદર , કાળજી વગેરે દ્વારા અભિવ્યક્ત થાય છે. મોહ વસ્તુ કે વ્યક્તિ કોઈ પણ પ્રત્યે હોઈ શકે. મોહથી વ્યક્તિ જે તે વસ્તુ / વિષય કે વ્યક્તિનો ગુલામ બને છે. મોહને કીચડરુપ કહ્યો છે. જોયેલા કે સાંભળેલા સર્વ વિષયો પ્રત્યે જ્યારે વૈરાગ્ય આવે ત્યારે આ મોહરુપી કળણ ને બુદ્ધિ પાર કરી ગઈ છે તેમ  સમજવું.

જ્યાં સુધી વિષયોમાં પ્રિય બુદ્ધિ છે ત્યાં સુધી વિષય પ્રાપ્તિ અર્થે કાઈને કાઈ સારુ નરસુ કર્મ કર્તાભાવે થવાનું છે અને તે કર્મ થશે તેથી પાપ પુણ્ય રુપી ફળ પણ ઉત્પન્ન થશે અને તેને ભોગવવા ફરી ફરીને જન્મ અને મૃત્યું પણ રહેશે. જ્યારે બાહય વિષયો પ્રત્યે સંપૂર્ણ વિરક્તિ આવે છે ત્યાર પછી જ સાધક સાધનાને યોગ્ય બને છે. જ્યાં સુધી બાહ્ય વિષયમાં આસક્તિ હોય ત્યાં સુધી મન સાધનામાં પરોવી શકાતું નથી.

જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજાય કે અનંત વિભુ અને સર્વને સત્તા આપનાર બ્રહ્મરાજ્યનો રાજા એવા અચિંત્ય આત્માને તુચ્છ અને નાશવંત  ભોગો સાથે વાસ્તવિક કશો સંબધ હતો નહીં, છે નહીં અને થઈ શકે નહીં. આત્માનું જે નીરતીશય સુખ છે તેની પાસે આ અલ્પ ઈંદ્રિયભોગો નગણ્ય અને ક્ષુલ્લક છે. જે લોકોએ આ અમૃતરસ પીધો છે જેવા કે કબીરજી જેવા સંતો કહે કે :

માખણ કબીરા ખા ગયા

ઔર

છાશ પીવે સંસાર

એટલે કે બ્રહ્મજ્ઞાન રુપી અમૃતનું પાન કરીને જે નવનિત પ્રાપ્ત થયું તે તો જ્ઞાનીઓ માણે છે જ્યારે સંસારી લોકો તો સંસાર રુપી છાશ પી પી ને જ છાકટા બની જાય છે.

પાતંજલ યોગ સૂત્રોના પ્રથમ પાદ સમાધિ પાદના ૧૫ માં સૂત્રમાં પણ આ વાત કહેવામાં આવી છે :

१५. दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् ।

જોયેલા કે સાંભળેલા વિષયો પરથી જ્યારે મન ઉપરામ થઇ જાય અથવા તૃષ્ણારહિત બની જાય, ત્યારે તે વિષયોને મેળવવાની ઇચ્છાનો અંત આવી જાય છે. તેવા કામના વિનાના ચિત્તની જે વશીકાર નામની અવસ્થા છે તે વૈરાગ્ય કહેવાય છે.

વિષયો બે પ્રકારના હોય છે.

૧. જાતે અનુભવેલા

૨. સાંભળેલા

જાતે અનુભવેલા વિષયોનું વારંવાર સ્મરણ થતાં તે વિષયો ફરી ફરીને ભોગવવાની ઈચ્છા થાય છે. આ ઉપરાંત કોઈ અન્ય વ્યક્તિ પાસેથી સાંભળીને પણ જે તે વિષયો ભોગવવાની ઈચ્છા થાય છે. જેમ કે કોઈ કહે કે ’હાલ્યને ભવનાથના મેળે જઈએ ન્યાં બહુ મજા આવશે.’ તો આ સાંભળવાથી મનમાં એક ઈચ્છા થઈ અને પરીણામે ભવનાથના મેળે જવાનું થાય. તેવી રીતે કોઈ કહે કે ’ફલાણી ફીલમ તો બહુ હારી છે.’ તો તે ફીલમ જોવા જવાની ઈચ્છા થાય. કોઈ વખત પુરણ પોળી ખાધી હોય તો તેની યાદ આવે એટલે થાય કે આજ તો પુરણપોળી ખાઈએ બહુ મજા આવશે.

આ રીતે  જાતે અનુભવેલાં કે ક્યાંકથી સાંભળેલા બંન્ને પ્રકારના વિષયોથી મન જ્યારે ઉપરામ થઈ જાય ત્યારે બુદ્ધિ મોહરુપી કળણને પાર કરી ગઈ છે તેમ સમજવું. આવી અવસ્થા વૈરાગ્ય વગર પ્રાપ્ત થતી નથી. કેટલાયે સાધકો અધૂરા વૈરાગ્યે ઘર સંસાર છોડીને સાધુ થઈ જાય છે પછી થોડો વિષયોનો સંગ થતાં જ પૂર્વના વિષયોના સંસ્કાર જાગ્રત થઈ જાય છે અને સાધુતા છૂટી જાય છે. નથી તો તેઓ ઘરના રહેતા કે નથી તો ઘાટના. તેથી તીવ્ર વૈરાગ્ય ન હોય તો સાધુ થવાનો કશો અર્થ નથી. જો તીવ્ર વૈરાગ્ય હોય તો તો ઘરે કર્મયોગ દ્વારા નિષ્કામ કર્મો કરતાં કરતાં યે સાધના થઈ શકે છે. આમ કલ્યાણ માટે સાધુ થવાની કે કપડાં બદલવાની નહીં પણ તીવ્ર વૈરાગ્યની અપેક્ષા હોય છે.

વિષયો પ્રત્યે જેમને તીવ્ર વૈરાગ્ય આવી ગયો છે તેની બુદ્ધિ જ્ઞાનના સહેજ પ્રકાશથી જ મોહરુપી કળણને તરી જશે.

સરળ ગીતા ( હાઈકુ – ૪૪ )
કર્મથી છૂટી

વિમુક્ત જ્ઞાની, માણે

અમૃતરસ

જ્ઞાની કર્મોના ફળે મમતા ના રાખે,

જન્મબંધનથી છૂટતાં, અમૃતરસ ચાખે.

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।

जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्‌ ॥

भावार्थ :   क्योंकि समबुद्धि से युक्त ज्ञानीजन कर्मों से उत्पन्न होने वाले फल को त्यागकर जन्मरूप बंधन से मुक्त हो निर्विकार परम पद को प्राप्त हो जाते हैं ॥51॥

ત્રણ પ્રકારના કર્મો હોય છે.

૧. પ્રારબ્ધ

૨. સંચિત

૩. ક્રીયમાણ

જે જ્ઞાની છે તેને લેશ માત્ર પણ ઈચ્છા હોતી નથી. તેમણે માત્ર પ્રારબ્ધ ભોગવવા શરીરને ધારણ કરી રાખ્યું હોય છે. તેનામાં કર્તૃત્વ ન હોવાથી નવા કર્મો સંચિતમાં જમા થતાં નથી. ફલમાં મમત્વ ન હોવાથી કશી ઐષણા પણ શેષ રહી હોતી નથી.

આ જન્મમાં ભોગવાઈ રહેલા કર્મોને પ્રારબ્ધ કર્મ કહે છે. પહેલાના કર્મોનો ભેગો થયેલો જથ્થો સંચિત કર્મ કહેવાય છે. અત્યારે પ્રારબ્ધ ભોગવતાં ભોગવતાં કર્તૃત્વ બુદ્ધિથી થતાં કર્મો ક્રીયમાણ કર્મો કહેવાય છે. જો તીવ્ર કર્મો હોય તો આ જન્મના પ્રારબ્ધમાં ઉમેરાઈને તે ફળ આપવા પ્રવૃત્ત થાય છે. સામાન્ય ક્રીયમાણ કર્મો સંચિત કર્મો રુપે જમા થતાં જાય છે.

જેમને જ્ઞાન થયું છે અને જે પોતાને સારી રીતે બ્રહ્મથી અભીન્ન આત્મા અનુભવે છે તેવા જ્ઞાનીનો અંહકાર ક્ષીણ થઈ જાય છે અથવા તો હું બ્રહ્મ છું તેવો વિરાટ અહમ રાખે છે. આ બંને દશામાં કર્તૃત્વ ન હોવાથી માત્ર પ્રારબ્ધનો ક્ષય થાય છે પણ નવા ક્રિયમાણ કર્મો થતાં નથી. જ્ઞાન થવાથી જ્ઞાનાગ્નીથી સંચિત કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. જ્ઞાનીને માત્ર ને માત્ર પ્રારબ્ધ ભોગવવાનું રહે છે. આ પ્રારબ્ધ પણ તે હસતાં મુખે જીવનમુક્ત થઈને ભોગવે છે.

શ્રી રમણ મહર્ષી, શ્રી યુક્તેશ્વરજી અને બીજા અનેક જ્ઞાનીઓ થઈ ગયાં કે જેઓ જીવનમુક્તિનો અનુભવ કરીને સદાયે અમૃતત્વનો અનુભવ કરીને જીવ્યાં હોય અને પ્રારબ્ધના અંતે શરીર છૂટ્યાં બાદ જો ઈચ્છા હોય તો અન્ય જીવોના કલ્યાણ માટે સુક્ષ્મ શરીર ટકાવી રાખે છે. જો તેટલી યે લેશ માત્ર ઈચ્છા ન હોય તો સુક્ષ્મ અને કારણ શરીર પણ પ્રકૃતિને અર્પણ કરીને દેહ છોડવાની સાથે જ બ્રહ્મમાં લીન થઈ જાય છે.

આવા વિદેહમુક્ત મહાત્માઓનો પછી પુનર્જન્મ થતો નથી.

સરળ ગીતા ( હાઈકુ – ૪૩ )
સારા નરસાં

કર્મે અલિપ્ત,યોગ

કર્મે કૌશલ્ય

પાપપુણ્યથી પર રહે જ્ઞાની યોગી તો,

યોગી થા તું, કર્મમાં કૌશલ યોગ કહ્યો.

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।

तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्‌ ॥

भावार्थ :   समबुद्धियुक्त पुरुष पुण्य और पाप दोनों को इसी लोक में त्याग देता है अर्थात उनसे मुक्त हो जाता है। इससे तू समत्व रूप योग में लग जा, यह समत्व रूप योग ही कर्मों में कुशलता है अर्थात कर्मबंध से छूटने का उपाय है ॥ 50 ॥

શ્રીમદ ભગવદગીતાનો આ શ્લોક પણ ઘણો પ્રચલિત છે. તેની પ્રચલિત માન્યતા તેવી છે કે કર્મમાં કુશળતા તેને યોગ કહેવાય. જ્યારે મારી સમજણ પ્રમાણે તેનો અર્થ થાય કર્મમાં યોગ તેને કુશળતા કહેવાય. અલબત્ત કોઈ પણ અર્થ લઈએ તો કશી હાની નથી. સંસ્કૃતમાં ક્રમનો નીયમ નથી. જો કે તેમાં રુપ, વિભક્તિ વગેરેથી ક્યાં શબ્દ સાથે કઈ વિભક્તિ લાગી છે અને તેથી તેનો શું ચોક્કસ અર્થ થાય તે સમજવું વિદ્વાનોને સહજ હોય છે પણ મોટા ભાગના સંસ્કૃતથી અજાણ લોકો માટે થોડું કઠીન હોય છે.

સારું કે નરસું કોઈ પણ કાર્ય કર્તાભાવે કરવામાં આવે તો તેનું કર્માશય બંધાય. સારા કર્મનું પુણ્ય રુપી અને નરસાં કર્મનું પાપ રુપી કર્માશય બંધાય. મીશ્ર કર્મનું મીશ્ર કર્માશય બંધાય. આપણે ત્યાં ઘણી વખત કહેવાય છે કે આ તો વડીલોની પુણ્યાઈ તેની મદદે આવે છે બાકી તેણે તો કઈ કરવામાં બાકી રાખ્યું નથી. કહેવાનું તાત્પર્ય તે કે આપણાં કે આપણાં સ્વજનોના કર્મો કે આંખની શરમ આ લોકમાં કામ આવે છે. કર્માશય બંધાય એટલે બીજા લોકની ગતી પણ તેને આધારે નક્કી થાય. આવી બધી બાબતોના પ્રમાણ મેળવવાનો પ્રયાસ ઘણાં અભ્યાસીઓએ કર્યો છે અને પાપ, પુણ્ય અને કર્મના આધારે ભાવિ ગતિ થાય છે તેવા પ્રમાણો મળ્યાં છે. આપણે અહીં સંક્ષિપ્તમાં અને સાર રુપે સરળતાથી સરળ ગીતાની ચર્ચા કરવા ઈચ્છીએ છીએ તેથી વધુ વિગતે ન જતાં માત્ર સિદ્ધાંત સમજવાનો પ્રયાસ કરશું. ભગવદ ગીતામાં આમે ય સિદ્ધાંતો જ સમજાવ્યાં છે – આ સિદ્ધાંતોને જીવનમાં કોણે કેવી રીતે ઉતારવા તેનો મદાર સહુની સમજણ ઉપર હોય છે.

જે જ્ઞાની છે તે સર્વદા પોતાને પ્રકૃતિના ત્રણ ગુણોથી અલિપ્ત અનુભવે છે. કર્મો બધાં પ્રકૃતિની અંતર્ગત થાય છે. બ્રહ્મ અને શરીર અવિચ્છિન્ન ચૈતન્ય (કુટસ્થ) આત્મા તે માત્ર અધિષ્ઠાન રુપે હોવાથી તેમાં કોઈ કર્મ થતાં નથી. આવા બ્રહ્મનું જે જીવાત્મા સતત અનુસંધાન કરે છે તેને યોગી કહે છે. તો જે જ્ઞાની છે તે તો પોતાને બ્રહ્મથી અભિન્ન જ અનુભવતો હોવાથી કોઈ કર્મ તેને સ્પર્શતું નથી. જે યોગી છે જે સતત બ્રહ્મનું અનુસંધાન કરતો હોવાથી કર્મો સઘળાં પ્રકૃતિમાં થાય છે તેમ સમજીને કર્મથી અલિપ્ત રહે છે.

આવો યોગી જે કાઈ કર્મ કરે છે તે કર્તા ભાવે નથી કરતો પણ પોતાને ઈશ્વરનો દાસ કે પ્રકૃતિનું બાળક સમજીને ઈશ્વર પ્રીત્યર્થે સઘળાં કર્મ કરે છે. પ્રત્યેક કર્મ કરતી વખતે તેની ભગવદબુદ્ધિ અખંડીત હોય છે. તેથી નિષ્કામ ભાવે કરેલાં કર્મ તેને માટે પાપ પુણ્ય રુપી કર્માશય ઉપજાવી શકતાં નથી. કર્તૃત્વ હોય ત્યાં જ ભોક્તૃત્વ આવે છે. જ્યાં કર્તા ન હોય ત્યાં ભોક્તા યે હોતો નથી. આમ પ્રત્યેક કર્મમાં ઈશ્વર સાથે કે બ્રહ્મ સાથે જોડાઈ ને કર્મ કરતો યોગી કુશળતાપૂર્વક કર્મ કરે છે અથવા તો તેણે કરેલ કર્મો પણ યોગરુપ જ હોય છે.

એટલે જ શંકરાચાર્યજી નિર્વાણષટકમાં કહે છે કે:

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુ:ખં

ચિદાનંદ રુપો શિવોહમ શિવોહમ

કર્તૃત્વ ન હોય તો પુણ્ય કે પાપ ક્યાંથી? પાપ કે પુણ્ય ન હોય તો તેના ફળ રુપે દુ:ખ કે સુખ કોણ ભોગવે? જે સત ચિત આનંદ સ્વરુપ વાળો આત્મા સદાયે કલ્યાણરુપ છે તેને સારા નરસા કર્મો લોપી શકતા નથી.

સંસારના લોકો આપણને જાત જાતના ઈજન આપતાં હોય છે : જેમ કે એન.આર.આઈ. થવા માટે, ગુજરાતીનો પ્રચાર કરવા માટે, જે તે પક્ષમાં જોડાવા માટે, પોત પોતાના ગૃપમાં ટકી રહેવા માટે વગેરે વગેરે.. જ્યારે શ્રી કૃષ્ણ અર્જુનને યોગી થવા માટે ઈજન આપે છે.

યોગી સર્વ કર્મ નિષ્કામ ભાવે કરતો રહીને અંત:કરણથી સર્વદા પરમાત્મા સાથે સાયુજ્ય રાખે છે. ભક્ત સર્વ કર્મો ભગવદબુદ્ધિથી કરે છે અને તેના ફળ ભગવાનને અર્પણ કરે છે. જ્ઞાની તો કર્મનો જ સ્વીકાર કરતા નથી તો ફળની લાલસા હોય જ ક્યાંથી? અહીં શ્રી કૃષ્ણ કર્મયોગ કરવાનું એટલે કે કર્તવ્ય કર્મો નિષ્કામ ભાવે પરમાત્મા સાથે સતત અનુસંધાન રાખીને કરવા માટે કહે છે.

સરળ ગીતા ( હાઈકુ – ૪૨ )
જ્ઞાન સહિત

કર્મ કર, ફલાશા

કૃપણ રાખે

જ્ઞાન વિનાનું કર્મ ના ઉત્તમ છે તેથી,

જ્ઞાની બન, ફલ ચાહતા કૃપણ કહ્યાં તેથી.

दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय ।

बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥

भावार्थ :   इस समत्वरूप बुद्धियोग से सकाम कर्म अत्यन्त ही निम्न श्रेणी का है। इसलिए हे धनंजय! तू समबुद्धि में ही रक्षा का उपाय ढूँढ अर्थात्‌ बुद्धियोग का ही आश्रय ग्रहण कर क्योंकि फल के हेतु बनने वाले अत्यन्त दीन हैं ॥49॥

કોઈ પણ કાર્ય કરવું હોય તો જ્ઞાન જોઈએ. બ્લોગ લખવો હોય તો થોડું કોમ્પ્ય઼ુટરનું જ્ઞાન જોઈએ. ગુજરાતીમાં લખવું હોય તો તે માટે ય જ્ઞાન જોઈએ. જે વિષય પર લખવું હોય તે વિષયનું યે જ્ઞાન જોઈએ. કોપી-પેસ્ટ કરવું હોય તો કોપી-પેસ્ટ કરવા માટેનું યે જ્ઞાન જોઈએ. ચિકિત્સક બનવું હોય તો શરીરશાસ્ત્ર ભણવું પડે, ઔષધિનું જ્ઞાન જોઈએ, રોગીના લક્ષણો તપાસીને તે પ્રમાણે ચિકિત્સા સુચવવા માટેનો અભ્યાસ જોઈએ. સારો બગીચો બનાવવો હોય તો તે માટે ફુલ,છોડ,વનસ્પતિ, બીજ, ખાતર, જમીન વગેરેનું જ્ઞાન જોઈએ. પ્રવચન આપવું હોય તો શ્રોતાઓને કેમ જકડી રાખવા તેનું જ્ઞાન જોઈએ. વાતચીત સારી રીતે કરવી હોય તો સામેની વ્યક્તિનું મનોવલણ સમજવાનું જ્ઞાન જોઈએ. કવિતા લખવી હોય તો તેના છંદ,અલંકાર,શબ્દો વગેરેની યોગ્ય ગોઠવણ કરવાનું જ્ઞાન જોઈએ.

કોઈ પણ કાર્ય જ્ઞાન વગર કરવામાં આવે તો તે કાર્ય દીપી નહીં ઉઠે. સમજણ વગર કરેલું કાર્ય કદીએ સારુ ફળ ન આપી શકે. કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય તો પહેલા તે કાર્ય અંગેનું સારામાં સારુ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.

જ્ઞાન હોય અને કાર્ય કરવાની સારી ક્ષમતા હોય તો યે જે લોકો ફલ મેળવવા કાર્ય કરે છે તેમને કૃપણ કહ્યાં છે. તમે સારા ડોક્ટર હો, સારામાં સારી ચિકિત્સા કરી શકતાં હો પણ માત્ર વધુ ને વધુ ધન કમાવાનો હેતું હોય અને ખરેખર વધુ ને વધુ દર્દી સારા થાય તેવી ભાવના ન હોય તો તમે કૃપણ ગણાવ. સારો કથાકાર જે વધારે પૈસા આપે ત્યાં જ કથા કરવા જાય પણ અનેક લોકો કથા શ્રવણનો લાભ લઈને થાક ઉતારે તેવી ભાવના ન હોય તો તે કૃપણ ગણાય. ટુંકમાં તમે જે બાબતનું જ્ઞાન ધરાવતા હો તે બાબતનો વધુ ને વધુ લોકોના ભલા માટે ઉપયોગ કરો તો તે ઉત્તમ કર્મ ગણાય પણ જો તમે વેપારી બુદ્ધિ વાળા હો અને વધુ ને વધુ ધન કેમ કમાવું કે વધુ ને વધુ લાભ કેમ ખાટી લેવો તેવી કુભાવના હોય તો તમે કૃપણ ગણાવ.

અહીં તો યોગ શાસ્ત્રની વાત છે તેથી જ્ઞાન એટલે પોતાના સ્વરુપનું જ્ઞાન કે હું બ્રહ્મથી અભીન્ન આત્મા છું અને સર્વ જીવોમાં પણ તેનો તે જ બ્રહ્મથી અભીન્ન આત્મા રહેલો છે તેમ સમજવું તે જ્ઞાન છે. અને આવું જ્ઞાન જેનામાં હોય તે પ્રાણી માત્રમાં પોતાનો આત્મા જોતો હોય તો કોઈનું યે અહિત કેવી રીતે કરી શકે?

ટુંકમાં કોઈ પણ કાર્ય સારી રીતે કરવા માટે જ્ઞાન જરુરી છે અને આ જ્ઞાનનો બહુજન હિતાય બહુજન સુખાય ઉપયોગ કરવો તે ઉત્તમ કર્મ છે પણ જે લોકો માત્ર ફળને માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે તેઓ કૃપણ છે.

સરળ ગીતા ( હાઈકુ ૪૦-૪૧ )
યોગબુદ્ધિથી

કર્તવ્ય કર્મ કર

સંગ તજીને

સારા નરસા

ફળમાં સમતા તે

સમત્વયોગ

સંગ તજી મન યોગમાં જોડી કર્મ કરાય,

ફલમાં સમતા રાખ તો, સમતાયોગ ગણાય.

योगस्थः कुरु कर्माणि संग त्यक्त्वा धनंजय ।

सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ॥

भावार्थ :   हे धनंजय! तू आसक्ति को त्यागकर तथा सिद्धि और असिद्धि में समान बुद्धिवाला होकर योग में स्थित हुआ कर्तव्य कर्मों को कर, समत्व (जो कुछ भी कर्म किया जाए, उसके पूर्ण होने और न होने में तथा उसके फल में समभाव रहने का नाम ‘समत्व’ है।) ही योग कहलाता है ॥48॥

શ્રીમદ ભગવદ ગીતા અદ્વૈતામૃતની વર્ષા કરનારું યોગ શાસ્ત્ર છે. અહીં આત્માનો પરમાત્માથી જે કાલ્પનિક વિયોગ થયો છે અને પ્રકૃતિના ત્રણ ગુણો સાથે જે આભાસી સંયોગ થયો છે તેને દૂર કરવાની અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓ દર્શાવવામાં આવી છે.

અહીં મનની સાત્વિક વૃત્તિને સતત પરમાત્માના ચિંતનમાં મગ્ન રાખવારુપી યોગની સાથે પ્રકૃતિના ત્રણ ગુણોનો મનથી  સંગ છોડવાનું જણાવેલ છે. પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ય કર્તવ્ય કર્મને સતત કરતાં રહેવાથી તેના સારા કે નરસા ફળ તો ઉત્પન્ન થવાના જ છે. કર્મ કરતી વખતે દૃષ્ટિ માત્ર ને માત્ર કર્મમાં રાખવાથી કર્મ સારામાં સારું થશે. કર્મ થાય એટલે ઈચ્છો કે ન ઈચ્છો કશુંક પરીણામ તો આવે આવે ને આવે. અહીં લડાઈ થશે તો કોઈક જીતશે, કોઈક હારશે, કોઈક જીવશે, કોઈક મરશે તેમ જાત જાતના પરીણામો આવશે.

પોસ્ટ લખીએ એટલે કાઈક પરીણામ તો આવે.. કોઈક વાંચશે, કોઈક નહીં વાચે, કોઈક પ્રતિભાવ આપશે, કોઈક પ્રતિભાવ નહીં આપે, કોઈક રી-બ્લોગીંગ કરશે, કોઈક રી-બ્લોગીંગ નહીં કરે, કેટલાકને પ્રેરણા મળશે, કેટલાકને કંટાળો આવશે. શું પરીણામ આવે તે કશું કહી ન શકાય.

હવે કોઈ પણ કાર્ય કરતી વખતે જો ફળની ઈચ્છા હોય તો ત્રણ બાબત બને.

૧. ધાર્યું ફળ મળે.

ધાર્યું ફળ મળે તો હર્ષ થાય અને ફરી ફરીને તે કાર્ય કરવાની ઈચ્છા થાય પરીણામે તે કાર્યમાં આસક્તિ થાય.

૨. થોડુંક ધારેલું અને થોડુંક વિપરિત ફલ મળે.

મીશ્રીત ફળ મળે તો થોડો હર્ષ અને થોડો શોક થાય. તે કાર્ય કરવાની ફરી ઈચ્છા થાય પણ માત્ર હર્ષ થાય તેવા ભાગની અને શોક થાય તેવા ભાગથી દૂર રહેવાની ઈચ્છા થાય.

૩. સર્વથા વિપરિત ફલ મળે.

વિપરિત ફળ મળે તો શોક થાય. નીરાશા થાય, ડીપ્રેશન આવે, કર્મ છોડી દેવાની ઈચ્છા થાય. કેટલાયે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો ભણવાનું છોડી દે છે અથવા તો વધું પડતા નીરાશ થાય તો આપઘાત કરી લેતાં હોય છે.

ફળની ઈચ્છા વગર કાર્ય કર્યું હોય તો પુરે પુરુ મન કાર્યમાં હોવાથી પરીણામ મહદ અંશે સારુ જ આવે છે.

અહીં ફળ કોઈ પણ પ્રકારનું આવે – સારુ, મીશ્ર કે વિપરિત પણ ફળ પ્રત્યે સમતા રાખીને જે કાઈ મળ્યું તે પ્રસાદ બુદ્ધિથી સ્વીકારનાર એક પ્રકારનો યોગી છે.

આવી વ્યક્તિ હંમેશા પોતાના ચિત્તને પરમાત્મામાં પરોવી રાખીને કર્તવ્ય કર્મ કરતો રહે છે અને જે કાઈ ફળ પ્રાપ્ત થાય તેમાં સમતા રાખીને સમત્વયોગી બની જાય છે.

જે નીરંતર પરમાત્મા સાથે અનુસંધાન કરતાં કરતાં કાર્ય કરતો હોય તે સમુહની વચ્ચે હોય તો યે એકાંત અનુભવતો હોય છે. વાસ્તવમાં તે સમુહ સાથે કે ક્રિયા સાથે નહીં પણ અંદરથી પરમાત્માં સાથે યુક્ત હોય છે. તેથી કાર્ય કરતી વખતે કે જે કાઈ ફળ ઉત્પન્ન થાય તે વખતે તે તો હંમેશા સમબુદ્ધિથી પરમાત્મામાં જ સ્થિત હોય છે. આવી વ્યક્તિનો મગજમાંથી ઝરતાં સ્ત્રાવ પર કાબુ હોય છે તેથી તેના મગજમાંથી વારે વારે જાત જાતના સ્ત્રાવો ઝરતાં નથી. આવી વ્યક્તિને સફળતા છકાવી દેતી નથી કે નિષ્ફળતાને લીધે તે શોક સમુદ્રમાં ડુબી જતી નથી.

સરળ ગીતા ( હાઈકુ – ૩૯ )
કર્માધિકારી

ફળે ન અધિકાર

કર્મ ન છોડ

કર્મ કરી લે, કર નહીં ફલની ચિન્તા તું,

કર્મ છોડજે ના કદી, શિક્ષા આપું હું.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ॥

भावार्थ :  तेरा कर्म करने में ही अधिकार है, उसके फलों में कभी नहीं। इसलिए तू कर्मों के फल हेतु मत हो तथा तेरी कर्म न करने में भी आसक्ति न हो ॥47॥

શ્રીમદ ભગવદ ગીતાનો આ બહું પ્રચલિત શ્લોક છે. મોટા ભાગના મનુષ્યો ફળની આકાંક્ષા વગર કર્મ કરી શકતાં નથી. અર્જુન પણ પુરે પુરો અવઢવમાં છે અને મનમાં ગડમથલ અનુભવી રહ્યો છે કે એક બાજુ સ્વજનો છે. તેમણે અન્યાય કર્યા છે તેની કટુતા છે, આચાર્ય અને વડીલો છે, પરીણામ શું આવશે તે ય ખબર નથી. આવી વિપરિત પરિસ્થિતિમાં લડવું કઈ રીતે?

શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનો કર્મ કરવામાં અધિકાર છે. એટલે કે કોઈ કાર્ય કરવું / ન કરવું કે અન્ય રીતે કરવું તે બાબતે મનુષ્ય સ્વતંત્ર છે પણ કર્મના અંતે શું ફળ ઉત્પન્ન થશે તે કશું નિશ્ચિત હોતું નથી. સવારે વાહન લઈને નીકળ્યાં હો તો વાહન લઈને નીકળવામાં સ્વતંત્રતા છે. જે કાર્ય ઈછ્યું હોય તે પુર્ણ થાય જ કે કેમ તેને વિશે કશું કહી શકાય નહીં. બાળકો આનંદ સભર હોય છે કારણ કે તેઓ સતત કઈ ને કઈ કર્યા કરતા હોય છે. બાળકોના કાર્યના શું પરીણામ આવશે તેની ચિંતામાં વડીલો દુબળા થતાં હોય છે કારણ કે તેમની નજર ફળ ઉપર હોય છે જ્યારે બાળક તો માત્ર કર્મ કરવાનો આનંદ જ લેતું હોય છે. સહ્જ કર્મ કરવું તે પોતે જ એક આનંદદાયક સ્થિતિ છે. કોઈ ને ગાવાનો શોખ હોય તો તે નિજાનંદમાં ગાય તો તે ગાવાની ક્રીયા જ તેને માટે આનંદરુપ ઘટના હોય છે. કોઈ સાંભળશે કે તાળી પાડશે કે બંધ કરો બંધ કરો કહેશે કે તેવી ચિંતા કરે તો ગાવાનો આનંદ કેવી રીતે લઈ શકે?

ઘણાં બ્લોગરો એવા છે કે જે નિજાનંદ માટે જ બ્લોગ લખતાં હોય છે. કોઈ આવે તો યે ભલે ન આવે તો યે ભલે. તેમને તો બસ લખવું છે માટે લખે છે. આવા લોકોને જે કાર્ય કરવાનો આનંદ પ્રાપ્ત થાય છે તે ફળની આશા રાખનારા બ્લોગરો કે જેઓ : -

કેટલાં પ્રતિભાવ આવ્યાં?

કેટલી Like પર ક્લિક થઈ?

કોણે વખાણ્યાં?

કોણે વખોડ્યાં?

કુલ કેટલાં વાચકો આવ્યાં?

વાચકો વધે છે કે ઘટે છે?

આવી આવી ફળની ઉપર નજર રાખીને બ્લોગ લખનારા ક્યારેય મૌલિક ન લખી શકે પણ હંમેશા બીજાને શું ગમશે કે બીજા શું ઈચ્છે છે તે પ્રમાણે જ લખે છે. જેને લીધે તેમને બ્લોગ-લેખનનો સંપુર્ણ આનંદ મળતો નથી.

કોઈ પણ કાર્ય હોય જો તે પુરે પુરી તન્મયતાથી અને રસપૂર્વક કરવામાં આવે તો કાર્ય કરવાનો આનંદ તેના ફળના આનંદ કરતાં અનેક ગણો વધારે હોય છે. ઉત્તમ સંગીતકારો સંગીતની તર્જમાં ડુબી જતા, તન્મય થઈ જતાં. મહાન વૈજ્ઞાનિકો ખાવાપીવાનું અને શું પહેર્યું છે તે ય ભુલી જઈને શોધ ખોળોમાં મગ્ન રહેતાં. કેટલાયે ઋષિઓ અધ્યાત્માનંદમાં લીન થઈને ઘર સંસાર ભુલી જતાં. તે રીતે અહીં શ્રી કૃષ્ણ કહે છે કે તું તન્મય થઈને લડ. લડવાનો જે આનંદ તને આવશે તે તેના પરીણામ કરતાં અનેક ગણો વધારે હશે. વળી ફળ ઉપર તારો કાબુ કે અધિકાર પણ નથી.

ટુંકમાં લોકોનું જે કર્તવ્ય કર્મ હોય તે પુરે પુરી તન્મયતાથી અને આનંદથી કરે તો ફળ તો નિશ્ચિત પ્રાપ્ત થાય જ પણ સાથે સાથે કાર્ય કરવાનો યે અનેરો આનંદ આવે.

સરલ ગીતા ( હાઈકુ – ૩૮ )
વેદનો મર્મ

જ્ઞાની સમજાવે તો

સહજ પ્રાપ્ય

કુવા તણો જે હેતુ તે સરવરમાંહિ સરે,

તેમ વેદનો મર્મ સૌ જ્ઞાનીમહીં મળે.

यावानर्थ उदपाने सर्वतः सम्प्लुतोदके ।

तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥

भावार्थ :  सब ओर से परिपूर्ण जलाशय के प्राप्त हो जाने पर छोटे जलाशय में मनुष्य का जितना प्रयोजन रहता है, ब्रह्म को तत्व से जानने वाले ब्राह्मण का समस्त वेदों में उतना ही प्रयोजन रह जाता है ॥46॥

ઉંડા કુવામાંથી પાણી કાઢવું હોય તો ઘડો કે ડોલને દોરડું બાંધીને કુવામાં ઉંડે સુધી ઉતારવી પડે. પાણી ભરાય પછી ધીરે ધીરે બહાર ખેંચીને કાઢવી પડે. દોરડું ને બાવડાં બંન્ને મજબૂત જોઈએ. કુવામાં પડી ન જવાય તેનું યે ધ્યાન રાખવું પડે. હેતુ તો પાણી મેળવવાનો હોય. સરોવર કાંઠેથી તેનું તે પાણી સરળતાથી પ્રાપ્ત થાય. હવે તો મ્યુમ્નિસિપાલિટી ઘરે બેઠા પાણી પહોંચાડે છે. ટુંકમાં પાણી મેળવવો તે હેતું હોય તો તે કુવામાંથી ભરો છો કે સરોવરમાંથી લાવો છો કે ઘરે આવી જાય છે તે મહત્વનું નથી પણ પાણી મહત્વનું છે.

જેમને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તે વેદનો કર્મકાંડ વિભાગ વાંચે, ઉપાસના કાંડ વાંચે પછી જ્ઞાન કાંડ વાંચે. આ બધું વાંચ્યા પછીએ તેનો યથાર્થ હેતુ સમજે કે કેમ તે કહેવું મુશ્કેલ. વેદનું જે તાત્પર્ય છે તે તાત્પર્ય જ્ઞાની સહજ અને સરળ રીતે સમજાવી દઈ શકે. તો પછી વેદનો વિષદ અભ્યાસ કરીને પછી યે સમજાય કે ન સમજાય તેના કરતાં કોઈ યોગ્ય જ્ઞાની વ્યક્તિ પાસેથી જાણી લેવાથી તે જ હેતુ સરી જતો હોય છે.

શાસ્ત્ર જાળ મહા જાળ છે.  જેમ જેમ તમે વાંચતા જાવ તેમ તેમ ગુંચવાતા જાવ. અર્જુન પણ આગળ જતાં શ્રી કૃષ્ણને કહેશે કે શું આ તમે ગોળ ગોળ વાત કરો છો? એક નિશ્ચિત વાત કહોને કે જેથી મ્હારું કલ્યાણ થાય. નરસૈંયો કહે છે કે:-

“ગ્રંથ ગરબડ કરી, વાત નવ ખરી કરી”. ગ્રંથ અને શાસ્ત્રો ઉલટાના ગુંચવી દેનારા હોય છે. તેને બદલે કોઈ આત્મજ્ઞાની મહાપુરુષની સરળ સહજ વાણી જેવી કે કબીરજી / લાહિરિ મહાશય / નરસિંહ મહેતા અને અન્ય સિદ્ધ ભક્તો સંતો કે જે તેમની સાધના અને અનુભૂતીના સારરુપે જે વાત કરે છે તે શાસ્ત્રનો નિચોડ જ હોય છે. શ્રી રમણ મહર્ષિએ ઉપદેશ સારમાં માત્ર ૩૦ નાના નાના શ્લોકમાં અધ્યાત્મનો સર્વ સાર સમજાવી દીધો છે.

ઘણી વખત વિજ્ઞાન / ટેકનોલોજી / શાસ્ત્ર કે કોઈ પણ અટપટા વિષય મેળે મેળે વાંચીએ તો ન સમજાય પણ કોઈ આચાર્ય કે તજજ્ઞ સમજાવે તો તરત સમજાય જાય. આજ મહ્ત્વ જીવનમાં માર્ગદર્શક / આચાર્ય કે ગુરુનું છે. કેટલાંક લોકો ગુરુ શબ્દ આવતા નાકનું ટિચકું ચડાવે છે. તેમના મનમાં ઢોંગી / ધતિંગ કરનારા/ બીજાને બેવકુફ બનાવીને પોતાના ખીસ્સા ભરનારા તેવા તેવા શબ્દો ઉભરાવા લાગે છે. જ્યારે હકીકત તે છે કે આપણને પ્રાપ્ત થતું મોટા ભાગનું જ્ઞાન માર્ગદર્શકો દ્વારા મળેલું હોય છે. ડિસ્કવરી ચેનલ જોઈએ / વિજ્ઞાનના પુસ્તકો વાંચીએ / પ્રવાસ વર્ણનો દ્વારા બીજા પ્રદેશોની માહિતિ મેળવીએ અને આ ઉપરાંત અન્ય  કોઈ જ્ઞાન આપણે મેળવીએ અથવા તો મેળવ્યું છે તેવું માનીએ તેમાંથી મોટા ભાગનું તો અન્ય કોઈની મહેનતનું ફળ જ હોય છે. આવી રીતે વેદનો મર્મ સમજવા માટે સહુ કોઈએ વેદને સમજવાની જરુર નથી પણ સાચી અને પ્રમાણિક આધ્યાત્મિક વિભુતિઓ પાસેથી મેળવવાથી તે સહજ પ્રાપ્ય બને છે.