આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

દોસ્તો,

આ જગત એક મેળા જેવું જ છે ને? મેળામાં સહુ કોઈ પોત પોતાની રીતે કશુંક લઈને આવ્યા છે. ચાલો જોઈએ કવિ શ્રી રમેશ પારેખ શું કહે છે:- આ મન પાંચમના મેળામાં લોકો શું શું લઈને આવ્યા છે તેના વિશે.


આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.


ટાઈપ સૌજન્ય: મનનો વિશ્વાસ


This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ and tagged , , . Bookmark the permalink.

2 Responses to આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

  1. Vishvas says:

    જય શ્રીકૃષ્ણ કવિતાબેન,
    ગુજરાતી બ્લોગ જગતમાં આપનુઁ ભાવભીનું સ્વાગત છે…

    આપનો ડો.હિતેશ ચૌહાણ (વિશ્વાસ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s